SearchBrowseAboutContactDonate
Page Preview
Page 176
Loading...
Download File
Download File
Page Text
________________ એસ્કિમોની નગરીમાં ૧૫૯ ઑફિસમાંથી રજા લીધી. અલાસ્કા માટે કરેલા આયોજન પ્રમાણે મારાં પત્ની અને હું અમિતાભ સાથે બોસ્ટનથી એન્કરેજ ગયાં. ત્યાં મોટરકાર ભાડે રાખી અમે જુદે જુદ સ્થળે ફર્યા. એન્કરેજથી અમે ફેરબેસ ગયાં. ત્યાં આસપાસ ફર્યા. હવે અમારે જ્યાં એસ્કિમાં લોકો વસે છે એ નગરી પોઈન્ટ બેરો જવાનું હતું. ફેરબેન્કસથી પૉઈન્ટ બેરોનો મોટર-રસ્તો નથી. રસ્તો બનાવવાનું ઘણું કપરું કામ છે, કારણ કે વચમાં મોટી મોટી કાદવિયા ખાડીઓ આવે છે. કેટલાંક વર્ષ પહેલાં અમેરિકાના ધ્રુવ પ્રદેશમાંથી તેલ નીકળ્યું ત્યારથી ત્યાં જવા માટે વિમાન સેવા ચાલુ થઈ છે જેનો લાભ પૉઈન્ટ બેરોને પણ મળ્યો છે. ફેરબેન્કસથી સીધી લીટીએ પૉઈન્ટ બેરો લગભગ ત્રણસો ત્રીસ માઈલ થાય. એટલે જ એસ્કિમોના પ્રદેશમાં હવે જઈ શકાય છે. જયારે ફેરબેક્સથી પૉઈન્ટ બેરો પગપાળા જવું પડતું હતું ત્યારે કોણ જતું હોય ? કોઈક સાહસિકો જાનનું જોખમ વહોરીને આ વિકટ પ્રદેશમાં જતા. આ વિસ્તારમાં હવામાન પણ અનિશ્ચિત; શિયાળામાં, જાન્યુઆરી મહિનામાં તો પારો શૂન્ય અંશની નીચે (Minus Degree) ૬૦-૭૦ અંશ સુધી જતો હોય છે. એસ્કિમો લોકો પણ ત્યાં કેવી રીતે જીવી શક્તા હશે તેનું આશ્ચર્ય થાય. ફેરબેસથી પૉઈન્ટ બેરો “માર્ક ઍર' કંપનીનું વિમાન ઉનાળામાં હવામાન સારું હોય ત્યારે જાય છે અને એ પ્રમાણે પાછું આવે છે. અમિતાભે કહ્યું, વિમાન કંપનીમાં જઈ આપણી પૉઈન્ટ બેરોની ટિકિટ લઈ આવું છું. ત્યાં સુધી તમે આરામ કરો.” ‘આરામ કરવા કરતાં તારી સાથે આવીએ. જરા ફરવા મળશે.' ‘પણ તમારી ત્યાં કઈ જરૂર નથી. ટિકિટ લઈને આવતાં બહુ વાર નહિ લાગે.' અમિતાભની ઈચ્છા નહોતી, તોપણ અમે તો તૈયાર થઈ ગયાં અને ગાડીમાં બેઠાં. વિમાન કંપનીમાં પહોંચ્યાં. બીજા દિવસની ટિકિટ મળતી હતી. હવામાન સારું હતું. તોપણ વિમાન ઊપડતી વખતે જે છેલ્લો અહેવાલ હોય તે પ્રમાણે નક્કી થાય કે વિમાન ઉપાડવું કે નહિ. ‘પૉઈન્ટ બે જવાનું કેટલું ભાડું છે ?' મારાથી સહજ પુછાઈ ગયું. ‘ભાડું જાણીને શું કામ છે ? આપણે કયાં રોકડા આપવાના છે ? ક્રેડિટ કાર્ડ આપીશું એટલે મારા ખાતામાં ઉધારાઈ જશે,’ અમિતાભે કહ્યું. ‘તોપણ આપણને ખ્યાલ આવે કે કેટલું ભાડું થાય છે,' મેં કહ્યું. ત્યાં તો કાઉન્ટર પર બેઠેલી યુવતીએ કહ્યું, “સાડાચારસો ડૉલર, રિટર્ન ટિકિટના.” ત્રણ જણના ? એટલે એકના દોઢસો ડૉલર ? આ તો બહુ મોંઘું કહેવાય.' ના, એક જણના સાડાચારસો ડૉલર.” એક જણના ? બાપ રે!' અમે તો છક થઈ ગયાં. મેં અમિતાભને કહ્યું, ‘રૂપિયામાં ગણતરી ગણીએ તો એક જણના પંદરેક હજાર રૂપિયા થયા. ત્રણ જણના પિસ્તાલીસ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.002037
Book TitlePassportni Pankhe Part 2
Original Sutra AuthorN/A
AuthorRamanlal C Shah
PublisherMumbai Jain Yuvak Sangh
Publication Year1998
Total Pages282
LanguageGujarati
ClassificationBook_Gujarati & Travelogue
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy