SearchBrowseAboutContactDonate
Page Preview
Page 177
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૬૦ પાસપોર્ટની પાંખે – ઉત્તરાલેખન હજાર રૂપિયા ફક્ત બાર કલાકના પ્રવાસ માટે ખર્ચવાના. આપણને એ ન પોસાય. આપણે બેરો જવાનું માંડી વાળીએ.' અમિતાભે કહ્યું, ‘એટલા માટે જ હું તમને મારી સાથે ટિકિટ માટે આવવાની ના પાડતો હતો. આપણે બાજુમાં બેસી, શાંતિથી વિચાર કરીને નિર્ણય કરીએ.' અમે થોડે દૂર એક સોફામાં બેઠાં. મેં કહ્યું, ‘બેરો જોયા વગર આપણે રહી ગયા નથી. એમ તો બીજા ઘણા દેશો જોયા નથી અને હવે તો કેસેટ-ચલચિત્રમાં બધું જોવા મળે છે.' અમિતાભે કહ્યું, ‘તમારા રસનો આ વિષય છે. તમે ઉત્તર ધ્રુવ વિશે ગ્રંથ લખ્યો છે. એસ્કિમોની વચ્ચે જવાની આ તક મળી છે. ઠેઠ ફેરબેક્સ સુધી આવ્યા છો. વળી હવામાન અનુકૂળ છે. ઘણા લોકો હવામાનને કારણે જોયા વગર પાછા જાય છે. આવી તક જિંદગીમાં ફરી વાર મળે કે ન મળે. કૂવા પાસે આવીને તરસ્યા જવા જેવું થશે. તમે ડૉલરનો વિચાર નહિ કરતા. અમે ગયે વર્ષે એટલા ડૉલર ખર્ચીને ગયાં જ હતાં ને ? અલાસ્કામાં તો બધું મોધું જ હોય. એમાં પણ બેરોની ફલાઈટ સૌથી મોંધી છે.... પણ એમ કહોને કે કંપનીઓ ફલાઈટ ચલાવે છે તો આપણે ત્યાં જઈ શકીએ છીએ.' પૉઈન્ટ બેરો જવું કે નહિ તેની ચર્ચા કરતાં અમારી સામે ચાર વિકલ્પ હતા. કાં તો બિલકુલ જવું નહિ, કાં તો એક જણ (હું) જાય, કાં તો બે જણ જાય, કાં તો ત્રણે જણ જાય – આ ચારે વિકલ્પોની પૂરી વિચારણા કર્યા પછી છેવટે એમ નક્કી થયું કે અમિતાભ ન આવે, કારણ કે એણે બેરો જોયું છે પરંતુ અમારે બંનેએ જવું. પાંસઠની ઉમર વટાવી ચૂકેલાં પોતાનાં માતાપિતાને એકલાં આવા વિકટ પ્રદેશમાં મોકલતાં અમિતાભનો જીવ ચાલતો નહોતો, પરંતુ મેં કહ્યું, ‘અમને એકલાં જવામાં જરાય વાંધો નહિ આવે. ખરાબ હવામાનને કારણે એકાદબ દિવસ ત્યાં રોકાઈ જવું પડે તોપણ મનથી અમે તૈયાર છીએ.' - અમે પૉઈન્ટ બેરોની બે ટિકિટ લીધી. બીજે દિવસે સવારે અમિતાભ અમને ઍરપોર્ટ મૂકવા આવ્યો. વિમાન ઊપડ્યા પછી તે ફેરબેક્સમાં આવેલી અલાસ્કન યુનિવર્સિટીમાં પોતાનું કામ પતાવવાનો હતો. દર દોઢબે કલાકે તે વિમાન કંપની સાથે ફોનથી સંપર્કમાં રહેશે કે જેથી હવામાન અને વિમાનના પાછા ફરવા વિશે માહિતી મળતી રહે. ફેરબેક્સથી અમારું વિમાન ઊપડ્યું. આકાશ સ્વચ્છ હતું. વિમાનમાં અડધાથી ઓછા પ્રવાસીઓ હતા એટલે કોઈ પણ બાજુની બારી પાસે બેસી બહારનું દશ્ય જોઈ શકાતું હતું. જેટ વિમાન ઉત્તર દિશા તરફ ગતિ કરતું હતું. નીચેના પ્રદેશમાં વૃક્ષો ઓછાં ને ઓછાં થતાં જતાં હતાં. ડુંગરાળ જમીન અને કાદવિયા ખાડીઓ દેખાતી હતી. જમણી બાજુ સમુદ્ર દેખાવા લાગ્યો. કિનારે પાણી અને વચમાં થીજીને બરફ થયો હોય એવું દેખાવા લાગ્યું. બરફનું પ્રમાણ હવે વધતું ગયું અને પછી તો આખો સમુદ્ર થીજીને બરફ થઈ ગયેલો દેખાયો. દરિયાના પાણી સ્વચ્છ એટલે બરફ પણ શ્વેત. ઉપર સ્વચ્છ ભૂરું આકાશ અને નીરે ભૂરી ઝાંય સાથે દૂધ જેવો શ્વેત સમથળ પ્રદેશ ! માઈલોના Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.002037
Book TitlePassportni Pankhe Part 2
Original Sutra AuthorN/A
AuthorRamanlal C Shah
PublisherMumbai Jain Yuvak Sangh
Publication Year1998
Total Pages282
LanguageGujarati
ClassificationBook_Gujarati & Travelogue
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy