SearchBrowseAboutContactDonate
Page Preview
Page 178
Loading...
Download File
Download File
Page Text
________________ એસ્કિમોની નગરીમાં ૧૬૧ માઈલો સુધી વૃક્ષવિહીન બરફીલી ભૂમિનું દશ્ય જોતાં આંખો ધરાતી નહોતી. જાણે ક્ષીરસમુદ્ર ન હોય! આ સમુદ્ર છે એવું કોઈને કહ્યું ન હોય અને માણસ પહેલી વાર આવું દશ્ય જુએ તો એ માની ન શકે. આવું ભવ્ય દશ્ય જોવા મળે એ પણ જીવનની એક ધન્યતા ગણાય. ફોટામાં કે ફિલ્મમાં આવું દશ્ય જોવું તે એક અનુભવ છે અને નરી આંખે આ પ્રદેશનું વાસ્તવિક દર્શન કરવું એ બીજી વાત છે. જાતઅનુભવ વડે જ એ સમજી શકાય એવું છે. સૈકા-બે સૈકા પહેલાં અહીં આવેલા શોધ ફરીઓને પણ આવું દશ્ય જોવા નથી મળ્યું, કારણ કે નીચે જમીન પર ઊભા હોઈએ તો થીજેલા સમુદ્રનો આટલો બધો વ્યાપ જોવા ન મળે. વીસપચીસ હજાર ફૂટ ઊંચે ઊડતા વિમાનમાંથી દૂર દૂર સુધીનો કેટલો બધો વિસ્તાર દેખાય ! બધા જ પ્રવાસીઓ બહારનાં દશ્યો જોવામાં મગ્ન હતા ત્યાં કેપ્ટને માઈકમાં જાહેર કર્યું, હવે ધ્યાનથી જોશો, જમણી બાજુ થોડી વારમાં તમને કરિબનું એક ટોળું દોડતું પસાર થતું દેખાશે.” કરિબુ એટલે ધ્રુવપ્રદેશનું હરણ. કરિબનું ટોળું દેખાયું અને બધા હરખની કિકિયારી કરવા લાગ્યા. ધ્રુવપ્રદેશમાં બરફ જમીન પર હોય છે અને સમુદ્રનાં પાણી પર પણ હોય છે. ઉનાળાના ત્રણેક મહિના બરફ પીગળતો જાય છે. જ્યાં બરફ ઓગળીને એનું થર પાતળું થતું જતું હોય અને એની નીચે જમીન હોય તો એટલો ભાગ ભૂખરો દેખાતો હતો. જ્યાં જમીન પરનો બધો બરફ ઓગળી ગયો હતો અને જમીન દેખાતી હતી એ જમીનના છેડે આવેલા સમુદ્રના કિનારા પરનો થોડો બરફ જ્યાં ઓગળ્યો હતો ત્યાં હિલોળા લેતું પાણી દેખાતું હતું. સમુદ્રમાં વચ્ચે પણ જ્યાં જ્યાં બધો બરફ ઓગળવા આવ્યો હોય ત્યાં પાણીનાં કૂંડાળાં દેખાતાં હતાં. અડધે રસ્તે અમારું વિમાન મુધો બે (Prudhoe Bay) નામના સ્થળે ઊતર્યું. અમેરિકાને ઉત્તર ધ્રુવના પ્રદેશમાંથી જે તેલ મળ્યું તે આ સ્થળ, પણ અહીં દસ મહિના બરફ હોય. તેલ ભરવા માટે સ્ટીમર આવી શકે નહિ. એટલે અહીંથી નીકળતું તેલ પાઈપ વડે વાલ્ડિઝ લઈ જવામાં આવ્યું. ૮૦૦ માઈલની આ પાઈપલાઈન બાંધવાનું ગંજાવર કામ અમેરિકાના ઈજનેરોને ધન્યવાદ અપાવે એવું છે. વિમાનમાંથી કેટલાક પ્રવાસીઓ મુધો બે ઊતરી ગયા. ઑઈલ કંપનીના તે કર્મચારીઓ હતા. સમય થયો એટલે વિમાન પાછું આકાશમાં અધ્ધર થઈ ગયું. ફરી ધ્રુવસમુદ્રનું એ જ મનોહર દશ્ય અને સતત જોયા કર્યું. સમય ક્યાં ગયો તેની ખબર ન રહી. ત્યાં તો બેઠકના પટ્ટા બાંધવાની સૂચના જાહેર થઈ. થોડી વારમાં તો પૉઈન્ટ બેરોના એરપોર્ટ પર ૧૧ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.002037
Book TitlePassportni Pankhe Part 2
Original Sutra AuthorN/A
AuthorRamanlal C Shah
PublisherMumbai Jain Yuvak Sangh
Publication Year1998
Total Pages282
LanguageGujarati
ClassificationBook_Gujarati & Travelogue
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy