SearchBrowseAboutContactDonate
Page Preview
Page 27
Loading...
Download File
Download File
Page Text
________________ પાસપૉર્ટની પાંખે ઉત્તરાલેખન થોડી વારમાં તો ફરી પાછો સૂર્ય અસ્ત થઈ ગયો. આકાશમાં અંધારું છવાઈ ગયું. અને પાછા પેલા તારલાઓ ટમટમતા દેખાવા લાગ્યા. આમ, એક જ દિવસમાં અમને બે વાર સૂર્યાસ્ત જોવા મળ્યો. જીવનમાં જવલ્લે જ જોવા મળે એવો આ એક અનોખો અનુભવ હતો. ભોજન પછી અમે અમારી સીટ બદલાવી. અભયભાઈ મારી પાસે આવીને બેઠા અને મારાં પત્ની મંગળાબહેનની પાસે જઇને બેઠાં. ૧૦ આઇસલૅન્ડમાં અમે પહેલી વાર જતાં હતાં અને હોટેલ વગેરે નિશ્ચિત કરી લીધાં હતાં. છતાં એક તદ્દન અજાણ્યા ઘણે દૂરના ઠંડા દેશમાં અમે જઇ રહ્યાં હતાં એનો અમને રોમાંચ પણ હતો. આઇસલૅન્ડમાં સામાન્ય માણસની દષ્ટિએ જોવાનું બહુ ઓછું ગણાય. ખર્ચનું વળતર ન મળ્યું એવું લાગે. બીજી બાજુ જેને ભૌગોલિક, ઐતિહાસિક, સાંસ્કૃતિક વગેરે દૃષ્ટિએ જોવું હોય તેને માટે ઘણું બધું જોવાનું છે એમ કહી શકાય. પૃથ્વીના ઉત્તર ગોળાર્ધમાં ૬૬૧/૨ ડિગ્રી અક્ષાંશ પરના ધ્રુવ વર્તુળ(Arctic circle)ને અડીને આવેલા આ ટાપુમાં બસોથી વધુ ઠરી ગયેલા જ્વાળામુખીઓ છે. ત્યાંનું પીવાનું પાણી પણ ગંધકની ગંધવાળું હોય છે. ગંધકવાળા ધગધગતા ગરમ પાણીના ફુવારા કેટલેક સ્થળે ઊડે છે, જેને આઇસલૅન્ડની ભાષામાં ‘ગેયસર’ કહે છે. એના ઉપરથી ‘ગીઝર' શબ્દ આખી દુનિયામાં પ્રચલિત બની ગયો છે. નોર્વે અને ડેન્માર્કમાંથી ઈસવીસનના આઠમાનવમા સૈકામાં સાહસિક વાઇકિંગ લોકોએ (નોર્સમેનોએ) આ નિર્જન ટાપુ ઉપર વસવાટ ચાલુ કરેલો. એમના વંશજો તે અત્યારના આઇસલૅન્ડર. અભયભાઈએ વાત કરતાં જણાવ્યું કે એમની બાજુની સીટ પર બેઠેલા સજ્જન તે આઇસલૅન્ડના વતની છે. ઇંગ્લૅન્ડથી તેઓ પાછા ફરી રહ્યા છે. આઇસલૅન્ડમાં કંઈ કામ હોય તો એમણે પોતાનું આ કાર્ડ આપ્યું છે. કાર્ડમાં નામ હતું. મિ. સ્કુડર. એમાં રેયાવિકનું સરનામું અને ફોન નંબર હતાં. અભયભાઈએ કહ્યું, ‘આપણું બધું ગોઠવાયેલું છે એટલે તો બીજી કશી જરૂર નથી. પણ એમણે સામેથી કહ્યું એટલે સારું લાગ્યું.’ મેં કહ્યું, ‘આમ એકંદરે તો આઇસલૅન્ડની પ્રજા મળતાવડા સ્વભાવની છે. આ ભાઈ પણ મળતાવડા જણાય છે. લંડનના ઍરપૉર્ટ ઉપર પણ આપણા ગેટના લોન્જમાં તેઓ કેટલાક પ્રવાસીઓ સાથે ગપાટા મારતા હતા.' અભયભાઈએ કહ્યું, ‘એમનાં પત્ની ઍરપૉર્ટ પર ગાડી લઈને તેડવા આવવાનાં છે. તેમણે આપણને હોટેલ પર મૂકી જવાનું કહ્યું, પણ આપણે ચાર જણ છીએ એટલે એ શક્ય નથી.’ થોડી વાતો કરી અમે ફરી સીટ બદલાવી. અભયભાઈ પોતાની સીટ પર ગયા અને મારાં પત્ની પાછાં આવ્યાં. Jain Education International For,Private & Personal Use Only www.jainelibrary.org
SR No.002037
Book TitlePassportni Pankhe Part 2
Original Sutra AuthorN/A
AuthorRamanlal C Shah
PublisherMumbai Jain Yuvak Sangh
Publication Year1998
Total Pages282
LanguageGujarati
ClassificationBook_Gujarati & Travelogue
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy