SearchBrowseAboutContactDonate
Page Preview
Page 262
Loading...
Download File
Download File
Page Text
________________ સત્તર માઈલનો સાગરકાંઠો ૨૪૫ સત્તર માઈલના સાગરકાંઠાનો અનુભવ લઈને અમે પાછા ફર્યાં. બીજે દિવસે સવારે છાપામાં મોટા ફોટા સાથે એક સમાચાર હતા. દહીં (યોગર્ટ) બનાવતી એક કંપનીની કચરામાં પડેલી દહીંની ખાલી ડબ્બીમાં વધેલું દહીં ચાટવા માટે અંદર મોઢું ભરાવ્યા પછી મોઢું પાછું ન નીકળતાં એક સ્ટંક ગૂંગળાઈને મૃત્યુ પામ્યું હતું. જીવદયા પ્રેમીઓમાં ખળભળાટ મચી ગયો. કંપનીએ બીજે જ દિવસે જાહેરાત કરી દીધી કે પોતે દહીંની ડબ્બીની હવે સાઇઝ એવી રાખશે કે જેથી સ્તંક કે ખિસકોલી પોતાનું મોઢું બહાર કાઢી શકે. લોકજાગૃતિની આ ઘણી જ સારી નિશાની ગણાય. જીવદયાની ભાવનાનો વ્યાપ આમ જનતાની કક્ષાએ પાશ્ચાત્ય દેશોમાં વધતો જાય છે એ પણ આશાનું મોટું કિરણ ગણાય ! Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.002037
Book TitlePassportni Pankhe Part 2
Original Sutra AuthorN/A
AuthorRamanlal C Shah
PublisherMumbai Jain Yuvak Sangh
Publication Year1998
Total Pages282
LanguageGujarati
ClassificationBook_Gujarati & Travelogue
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy