________________
પાસપૉર્ટની પાંખે - ઉત્તરાલેખન
મે કહ્યું, ‘શર્ટને ડાઘો છે એથી મને કોઈ શરમ, સંકોચ કે ક્ષોભ નથી. આવી વિષમ પરિસ્થિતિમાં સ્વસ્થતા અને પ્રસન્નતા રાખવી એ તો આપણી કસોટી છે.' પછી વાતને હળવી બનાવવા મેં કહ્યું, ‘આ ધાબાથી એક ફાયદો થશે. આટલા બધા પ્રતિનિધિ વચ્ચે મને ઓળખી કાઢવાનું સરળ થશે. ધાબું મારું Identification Mark થશે. વળી હું નિબંધ વાંચતો હોઈશ ત્યારે શ્રોતાઓનું ધ્યાન વચ્ચે વચ્ચે મારા શર્ટના આ કાળા મોટા ધાબા ઉપર પણ જશે. એટલે મને તો અનાયાસે જ વધુ લાભ મળશે, કારણ બહુ ગંભીર નિબંધ વંચાતો હોય ત્યારે કેટલાક શ્રોતાઓ ઝોકું ખાઈ લે છે. મારા નિબંધ વખતે એવું કશું જ થશે નહિ.’
૨૪
હું વાતાવરણને હળવું બનાવવા પ્રયાસ કરતો હતો. પણ પીટર ખરેખર ગંભીર રીતે મૂંઝાયા હતા. એમણે જાણી લીધું કે હું ઘેર જઈને શર્ટ બદલાવીને પાછો આવું એટલો સમય રહ્યો નથી. વળી પીટરે કહ્યું કે ‘આજે રવિવાર છે. એટલે કોઈ પણ સ્ટોર ખુલ્લો નથી, નહિ તો હું તમને સ્ટોરમાંથી નવું શર્ટ અપાવી દઉં.' મેં કહ્યું, ‘એવી કોઈ ઔપચારિકતાની જરૂર નથી. તમે જરા પણ મૂંઝાશો નહિ. મારે હવે શર્ટ બદલવું નથી. આ શર્ટ સાથે જ હું નિબંધ વાંચીશ. મેલાં થયેલાં કપડાંનો કે ડાઘાવાળાં કપડાંનો મને ક્યારેય ક્ષોભ થતો નથી. વળી હું એમ પણ માનું છું કે શ્રોતાઓ આગળ આ કાળા ધાબા વિશે, માફી માગવા સાથે, પ્રથમથી જ સ્પષ્ટ ખુલાસો કરી દઈએ. તો પછી શ્રોતાઓને કોઈ કુતૂહલ રહેતું નથી. તેઓનું ચિત્ત પછી નિબંધવાંચનમાં જ રહેશે.’
આમ છતાં પીટરે પૂછ્યું, ‘ડૉ. શાહ, તમારા શર્ટની સાઇઝ કેટલી છે ? નજીકમાં મારા કોઈ મિત્ર પાસેથી શર્ટ મળે તો હું લેતો આવું.'
મેં કહ્યું, ‘તમે કામમાં રોકાયેલા છો. એટલે એવી કોઈ તકલીફ લેવાની જરૂર નથી.' આમ છતાં પીટરના આગ્રહથી મેં મારા શર્ટની સાઇઝ કહી.
પરિષદ શરૂ થવાને હજુ દોઢેક કલાકની વાર હતી. યુનિવર્સિટીમાં ફરવાની અમારી જે ઇચ્છા હતી તે માંડી વાળી, કારણ કે થોડુંક ફર્યા ત્યાં જે કોઇ સામા મળે તે ડાધા તરફ અમારું ધ્યાન ખેંચે, રખેને અમને એની ખબર ન હોય એમ સમજીને. અમે વિચાર્યું કે ‘ચાલો, સીધા ઉપર જ જઈએ અને ત્યાં બેસીએ ! ઠેર ઠેર લોકો શર્ટ સામે જુએ અને ધ્યાન ખેંચે કે હસે એના કરતાં હૉલમાં બેસવું વધારે સારું.'
અમે યુનિવર્સિટીના એક મકાનમાં વિશાળ વ્યાખ્યાન હૉલમાં ગયા. હૉલ ખુલ્લો હતો. હજુ કોઈ આવ્યું ન હતું. આટલા વહેલાં આવવાનું બીજાઓને કોઈ કારણ પણ ન હતું. અમે ત્યાં બેઠાં. ત્યાં બાજુમાં પુરુષો અને મહિલાઓ માટેના રેસ્ટરૂમ હતા. (અમેરિકા-કેનેડામાં ટૉઇલેટને રેસ્ટરૂમ કહે છે.) હું રેસ્ટરૂમમાં ગયો. ત્યાં મને વિચાર આવ્યો કે શર્ટ પરનો ડાઘો ઘોઈ નાખીએ તો કેમ ? મેં બેઝિનના નળમાંથી ખોબામાં પાણી લઈ શર્ટ પર તે પાણી લગાવી ડાઘો ઓછો કરવા પ્રયત્ન કર્યો. પરંતુ એથી તો
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org