SearchBrowseAboutContactDonate
Page Preview
Page 42
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૫ ટોરાન્ટોમાં શાકાહાર પરિષદ ઊંધું પરિણામ આવ્યું. પાણીથી ભીના થયેલા ભાગમાં પણ ડાઘ પ્રસરી ગયો. શર્ટની ખિસ્સાવાળી આખી બાજુ કાળી કાળી થઈ ગઈ. ડાઘો ગયો નહિ, પણ વધુ મોટો થઈ ગયો. ભીના શર્ટ સાથે હું બહાર આવ્યો. ત્યાં મારી પત્નીએ કહ્યું, ‘આ તમે શું કર્યું ? ડાઘો નાનો હતો, હવે તો આ બધું કાળું કાળું થઈ ગયું, આ તો ઊલટું વધારે ખરાબ લાગે છે.’ મેં કહ્યું, ‘એક પ્રયોગ કરવા ગયો, પણ એનું પરિણામ વિપરીત આવ્યું. મને ખબર નહિ કે આવું થશે. પણ હવે શું થાય ?' અમે થોડી વાર બેઠાં. મારાં પત્નીએ કહ્યું, ‘તમે શર્ટ કાઢી આપો તો હું લેડિઝ રેસ્ટરૂમમાં જઈ ધોઈ કાઢું.' મેં કહ્યું, ‘તું લેડિઝ રેસ્ટરૂમમાં જઈને ધૂએ અને હું અહીં હૉલમાં ઉઘાડા શરીરે બેઠો હોઉં અને કોઈ આવી ચડે તો વિચિત્ર લાગે. એના કરતાં તો હું પોતે જ રેસ્ટરૂમમાં જઈને શર્ટ ધોઈ કાઢું. પણ એમ કરવા જતાં કદાચ કાળો રંગ આખા શર્ટમાં પ્રસરી જાય તો ઊલટું ખરાબ થાય. અને ભીનું શર્ટ જલદી સુકાય નહિ.' મારાં પત્નીએ કહ્યું, ‘જો કે હજુ કલાકનો સમય છે એટલે શર્ટ ધોઈને તમે અહીં પંખા નીચે બેસો તો જેવુંતેવું સુકાઈ જાય.' હું રેસ્ટમાં ગયો. શર્ટ અને બનિયાન કાઢી નાખ્યાં. બેઝિનમાં ગરમ પાણી શર્ટ અને બનિયાન ઉપર જેવું છોડ્યું કે કાળો રંગ તો બંને કપડાંમાં પ્રસરી ગયો. રંગની ઘેરાશ ઓછી થઈ, પણ રંગ શર્ટમાં બધે વ્યાપી ગયો. બેઝિન પાસે હાથ ધોવાનો પ્રવાહી સાબુ હતો. તે લઈને મેં કપડા ઉપર ઘસ્યો. એથી રંગ થોડો ઊતર્યો. પાણીથી ધોઈને બંને કપડાં નિચોવ્યાં અને ભીનાં પહેરીને બહાર આવ્યો. હવે રંગ ઓછો થઈ ગયો હતો, પણ શર્ટ શોભે એવું રહ્યું ન હતું. મૂળ જે જગ્યાએ ડાઘો પડ્યો હતો તે જગ્યાએ ચકરડું તો હજુ ઘેરું હતું. હું પંખા નીચે બેઠો. એનાથી તથા શરીરની ગરમીથી કલાકમાં બંને કપડાં સુકાશે કે કેમ એની શંકા હતી. તો પણ પહેલાં કરતાં કંઈક રાહતભરી સ્થિતિ લાગતી હતી. થોડી વાર થઈ ત્યાં મને વિચાર આવ્યો કે ‘હજુ એક વાર સાબુથી બંને કપડાં ધોઈએ તો રંગ હજુ થોડો ઓછો થાય. શ્રોતાઓ તો કાર્યક્રમના સમય કરતાં વધુમાં વધુ દસ-પંદર મિનિટ વહેલાં આવે. ત્યાં સુધીમાં રંગ ઉતારવાનો ફરી વાર એક પ્રયોગ કરી જોઉં.' એમ વિચારી હું રેસ્ટરૂમમાં ગયો. ફરી શર્ટ ધોયું. બનિયાન તો અંદર પહેરવાનું છે એટલે ચાલી જશે. એટલે તે ન ધોયું. સાબુથી ઘસીને શર્ટ ધોતાં રંગ ફરી થોડોક ઓછો થયો. શર્ટ નિચોવી કાઢ્યું. એવામાં મારી નજર હાથ ધોઈને કોરા કરવા માટે એક બાજુ રાખવામાં આવેલા હૅન્ડ ડ્રાયર ઉપર પડી. વિદેશોમાં ઘણે ઠેકાણે હાથ ધોયા પછી તે કોરા કરવા માટે પેપર નૅપ્લિન, ટિસ્યૂ પેપર અને હૅન્ડ ડ્રાયર હોય છે. હૅન્ડ ડ્રાયરમાં બટન દબાવવાથી ગરમાગરમ હવા આવે. એની નીચે હાથ રાખીએ તો તરત કોરા થઈ જાય. મને થયું કે હૅન્ડ ડ્રાયર ચાલુ કરીને નીચે શર્ટ રાખું તો ગરમગરમ હવાથી તે તરત સુકાઈ જશે. એ પ્રમાણે મેં કર્યું. શર્ટ તરત સુકાઈ ગયું. મેં આશ્ચર્યાનંદ અનુભવ્યો. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary:org
SR No.002037
Book TitlePassportni Pankhe Part 2
Original Sutra AuthorN/A
AuthorRamanlal C Shah
PublisherMumbai Jain Yuvak Sangh
Publication Year1998
Total Pages282
LanguageGujarati
ClassificationBook_Gujarati & Travelogue
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy