SearchBrowseAboutContactDonate
Page Preview
Page 76
Loading...
Download File
Download File
Page Text
________________ ઉલ ૫૯ લગભગ અગિયાર વાગે અમારી લોંચ પહોંચી નુકુમારુરિકો નામના ટાપુના કિનારે. અહીં એક કલાકનો અમને સમય આપવામાં આવ્યો. પણ ટાપુ ખૂબ નાનો હતો અને બજાર કે બગીચા જેવું કશું જ નહોતું. એટલે એક કલાક અહીં કરીશું શું એવો પ્રશ્ન ઘણાને થયો. અમારા ગાઇડે કહ્યું, “આ ટાપુના સમુદ્રમાં ખાસ કરવા માટે લોકો આવે છે. અડધા માઈલ કરતાં પણ ઓછો લાંબો અને એથી પણ ઓછો પહોળો એવો આ ટાપુ નૈસર્ગિક દષ્ટિએ ગમી જાય એવો છે. ટાપુ ઉપર આપણે ગમે ત્યાં ઊભા હોઈએ, ત્યાંથી ચારે બાજુનો સમુદ્ર દેખાય. આ ટાપુની ખાસિયત એ છે કે એક બાજુ ઊંડો સમુદ્ર છે જ્યાં બોટ ઊભી રહે છે અને બીજી બાજુ તદ્દન છીછરો સમુદ્ર છે. હજારેક ફૂટ લાંબા સમુદ્રતટમાં રેતી ક્ષેત, સુંવાળી, સ્વચ્છ અને ગમી જાય એવી હતી. એટલે જ આ રેતીને Happy Sands કહે છે. સમુદ્રનું પાણી પણ એટલું જ નિર્મળ અને છાતીથી વધારે ઊંડું નહિ. તરતાં ન આવડતું હોય તો પણ નાહવા પડી શકાય. અમારા ગાઈડ યુવક-યુવતી સ્વિમિંગ કૉમ્યુમ પહેરી તરવા પડ્યાં. અમારામાંથી પણ કેટલાક તરવા પડ્યા. કૉટ્યૂમ ન લાવ્યા હોય તે પાસેના રેસ્ટોરાંમાં ભાડે મળતું હતું. કેટલાકની પાણીમાં પડવાની ઈચ્છા નહોતી, પણ ડૂબવાની બીક વિનાના છીછરા પાણીની સ્ફટિક જેવી નિર્મળતાનું આકર્ષણ એટલું બધું હતું કે એક પછી એક એમ વધતાં વધતાં છેવટે બધાએ પાણીમાં ડૂબકી મારી સ્નાન કરી તાઝગી અને પ્રફુલ્લિતતા અનુભવી. માથે કોમળ તડકો હતો. અને પાણી હૂંફાળું હતું. એટલે પડ્યા પછી કોઈને નીકળવાનું મન થતું નહોતું. આવા નાનકડા ટાપુમાં એક કલાક કરીશું શું એવો પ્રશ્ન કરનારને હવે કલાક ઓછો લાગવા માંડ્યો. સમય થયો એટલે સ્નાનથી પરવારી અમે સૌ સજજ થઈ લોંચમાં બેસી ગયા. લોંચ ઊપડી. ગાઈડે મજાકમાં કહ્યું, ‘તમને સમુદ્રમાં સ્નાન એટલા માટે કરાવ્યું કે જેથી ભૂખ બરાબર લાગે. હવે આપણે લંચ માટે સમુદ્રકિનારાની એક પંચતારક હોટેલમાં જઈશું. હોટેલનું નામ છે ટ્રેડ વિંગ્સ' (Trade winds). અડધા કલાકમાં અમારી લોંચ હોટેલના પાછલા દરવાજે આવીને અડીને ઊભી રહી. નાંદી શહેરથી સુવાના ધોરી માર્ગ ઉપર સમુદ્રકિનારે આ હોટેલ એવી રીતે બાંધવામાં આવી છે કે એના આગળના ભાગમાં એના ઉદ્યાનનું પ્રવેશદ્વાર મુખ્ય રસ્તા પર પડે. તથા હોટેલનો પાછળનો ભાગ એવી રીતે બાંધવામાં આવ્યો છે કે તે પાણી ઉપર થોડો બહાર નીકળે. બાલ્કની કે વરંડામાં બેઠાં હોઈએ તો નીચે પાણી દેખાય, જાણે કોઈ જહાજમાં ન બેઠાં હોઈએ ! હોટેલમાં જ ડૉકની વ્યવસ્થા રાખવામાં આવી છે. બોટ કે સ્ટીમર સીધી હોટેલને અડીને ઊભી રહી શકે. એથી પ્રવાસીઓને સમુદ્રની સહેલગાહ કરવાનું કુદરતી રીતે જ મન થાય. એ માટે સંખ્યાબંધ નાનીમોટી યાંત્રિક હોડીઓની સગવડ રાખવામાં આવી હતી. લાકડાંની વિવિધ સુશોભિત ચીજવસ્તુઓ, તથા લાકડાંનાં છત Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.002037
Book TitlePassportni Pankhe Part 2
Original Sutra AuthorN/A
AuthorRamanlal C Shah
PublisherMumbai Jain Yuvak Sangh
Publication Year1998
Total Pages282
LanguageGujarati
ClassificationBook_Gujarati & Travelogue
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy