________________
પાસપોર્ટની પાંખે - ઉત્તરાલેખન ...' અને એવાં બીજાં ગીતો તેઓએ ગાયાં. આમ એક કલાક સુધી અમે લોંચમાં મધુર નાદ દ્વારા કર્મોત્સવ અને બહાર જલધિજલના તરંગો અને આસપાસના ટાપુઓની હરિયાળીનાં દશ્યો દ્વારા નયનોત્સવ એમ સાથે સાથે માણ્યાં.
સંગીત પૂરું થયું એટલે અમને ચા-નાસ્તો આપવામાં આવ્યો. ચારે ગાઈડ બેરરની ટોપી અને એપ્રન પહેરીને અમારા સૌની પાસે આવીને કોને ચા કે કોફી, ટોસ્ટ બટર, બિસ્કિટ વગેરે જોઈએ છે તે પ્રમાણે તૈયારી કરીને આપવા લાગ્યાં. કોઈકના પૂછવાથી ખબર પડી કે મહોરાં પહેરી ગાન-નૃત્ય કરનાર કલાકારો તે અમારા આ ગાઈડ યુવકો અને યુવતીઓ જ હતાં. હવે તે બટલરના સ્વરૂપે હતાં. તેમની સરસ કામગીરીની અમે પ્રશંસા કરી.
ફિજિયન લોકો મોટા, પહોળા અને ભરાવદાર ચહેરાવાળા છે. શરીરે તેઓ ઊંચા અને કદાવર છે. ઘણાખરા પહોળા પગલે ચાલે છે. તેમના માથાના વાળ સાવ ટૂંકા અને વાંકડિયા હોય છે. આથી પ્રથમ દષ્ટિએ કોઈને એમ લાગે કે તેઓ આફ્રિકન હશે ! પરંતુ ફિજિયન લોકો આફ્રિકન જેવા અને જેટલા શ્યામ રંગના નથી. ફિજિયન લોકો ઘેરા ઘઉવર્ણા છે. તેમની ચામડી ભારતીય લોકો જેવી છે. ઘણાના વાળ કાળાને બદલે સહેજ રતાશ પડતા ભૂખરા છે. એવા વાળ અને ચહેરાની આકૃતિ ઉપરથી તેઓ ભારતીય લોકો કરતાં જુદા તરી આવે છે. ઈતિહાસ એમ કહે છે કે બસો વર્ષ પહેલાં યુરોપથી એશિયાની શોધસફરે નીકળેલા દરિયાખેડુઓ પોતાની સાથે જે આફ્રિકન ગુલામોને લઈ આવેલા, તેમાંના કેટલાકને મજૂરી કરાવવા માટે આ ટાપુઓમાં વસાવવામાં આવેલા, તેઓના આ વંશજો છે. એટલે તેમની મુખાકૃતિ આફ્રિકન લોકોને મળતી આવે છે. પરંતુ તેમની ચામડીના રંગની કાળાશ ધીમેધીમે ઓછી થઈ ગઈ છે. ફિજિયન લોકો સ્વભાવે મળતાવડા અને આનંદ છે. ખાવું-પીવું તથા ગાવું-નાચવું એ એમની પ્રિય પ્રવૃત્તિ છે. તેઓ ખડતલ અને મહેનતુ છે, પણ સ્વભાવે મોજીલા છે. કેટલાય ફિજિયો ભારતીય લોકોને ત્યાં નોકરી કરે છે. તેઓ ફિજીની છાંટવાળી હિંદી ભાષા સારી રીતે બોલી શકે છે.
ફિજીના સ્થાનિક આનુવંશિક લોકો ફિજિયન છે. પરંતુ તેઓ લઘુમતીમાં છે. બહુમતીમાં ભારતીય લોકો છે. અહીં શેરડીનાં ખેતરોમાં મજૂરી કરવા માટે ભારતથી અભણ ગરીબ બિહારી લોકોને અને ગુજરાતી લોકોને અંગ્રેજો લઈ આવ્યા. પાછળથી દક્ષિણ ભારતના કેટલાક લોકો પણ આવીને વસ્યા. ગુજરાતી લોકો મુંબઈના બંદરે થઈ સ્ટીમરમાં બેસીને અહીં આવ્યા હતા એટલે બિહારી લોકો ગુજરાતીઓને બમ્બઈયા' તરીકે આજ દિવસ સુધી ઓળખતા આવ્યા છે. ફિજીમાં ઘણાખરા ફિજિયન લોકો નાના નાના ટાપુઓમાં રહે છે. એવા ટાપુઓમાં વસતા ફિજિયનો ગરીબ અને અલ્પશિક્ષિત છે. આથી અહીં તેઓને માટે ગામડિયાના પર્યાય જેવો શબ્દ Islander (ટાપુવાસી) વપરાય છે. ભારતીય લોકો ફિજિયન લોકો માટે “કાઈતીકી' શબ્દ પ્રયોજે છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org