SearchBrowseAboutContactDonate
Page Preview
Page 163
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૪૬ પાસપોર્ટની પાંખે - ઉત્તરાલેખન અનિવાનો એટલો ભોમિયો નહોતો. ગાઈડે હોટેલનું નામ સરનામું લખેલી ચબરખી જ ડ્રાઈવરના હાથમાં મૂકી દીધી. જ્યાં ચાર રસ્તા આવ્યા ત્યાં ડ્રાઈવરે બસ એક બાજુ ઊભી રાખીને એક રાહદારીને એ ચબરખી વંચાવી. પણ એને એની ખબર નહોતી. ડ્રાઈવરે બસ આગળ લીધી અને બીજો એક રાહદારી દેખાયો એટલે બસ ઊભી રાખી અને પૂછયું. એને પણ એની ખબર નહોતી. આમ ડ્રાઈવર બસ ધીમે ધીમે હંકારતો જતો અને પૂછતો જતો, પરંતુ કમનસીબે કોઈને એ વિશે માહિતી નહોતી. ન જ હોય, કારણ કે અમારી હોટેલ નાની હતી. એટલે મોટા રસ્તા પર નહિ, પણ કોઈ નાની ગલીમાં તે હોવી જોઈએ. સાંજનો સમય થયો એટલે રાહદારીઓની અવરજવર વધવા લાગી. હવે જરૂર કોઈક જાણકાર મળી જશે એવી આશા બંધાઈ. તરત એ ફળી. એક ભલી યુવતીએ ચબરખી વાંચીને ડ્રાઈવરને એની જર્મન ભાષામાં સમજાવ્યું. કયાંથી જમણી બાજુ અને કયાંથી ડાબી બાજુ વળવાનું અને કેટલા સિગ્નલ વટાવવાના તે કહ્યું, પણ ડ્રાઈવરના મગજમાં તે બરાબર ઊતર્યું હોય એમ લાગ્યું નહિ. યુવતી ઇનિવાની રહીશ એટલે એ તો ફટ ફટ બોલી ગઈ. રસ્તાથી સુપરિચિત સ્થાનિક વ્યક્તિ પાસેથી અજાણ વિદેશી વ્યક્તિને માહિતી મેળવવાની હોય અને તેમાં ઘણા વળાંક અને સિગ્નલો આવતા હોય તો માહિતીનું સંક્રમણ, દુબોંધ કાવ્યની જેમ જલદી થતું નથી. યુવતીએ ત્રણ વાર સમજાવ્યું, પરંતુ દરેક વખતે ફરી બોલી જવામાં ડ્રાઈવરની ભૂલ પડી. અમે ગાઈડને સૂચન કર્યું, ‘આના કરતાં એ બહેનને જ બસમાં લઈ લોને !' સૂચન સારું હતું, પણ યુવતીએ કહ્યું, “મારે તો આટલામાં જ રેલવે સ્ટેશનેથી પરામાં ઘરે જવાની ગાડી પકડવાની છે. હું તમને પાંચેક કિલોમીટર મૂકવા આવું અને ત્યાંથી પબ્લિક બસમાં પાછી ફરું તો મારી ગાડી ઊપડી જાય અને બીજી ગાડી કલાકે મળે.' અમે અમારી જ બસમાં પછીથી એને સ્ટેશન પર મૂકી જવા માટે દરખાસ્ત કરી અને કહ્યું કે સામાન ઉતારવા પણ અમે કોઈ રોકાઈશું નહિ. યુવતીએ પોતાની ઘડિયાળમાં જોઈ, સમયની ગણતરી કરી લઈ, અમારી સાથે આવવા સંમતિ આપી. બસમાં એ ડ્રાઈવરની બાજુની સીટમાં બેસી ગઈ. જર્મન ભાષામાં વાત થતાં ડ્રાઈવર પણ ઉત્સાહમાં આવી ગયો. યુવતીની સૂચના પ્રમાણે તે આત્મવિશ્વાસપૂર્વક ઝડપથી બસ હંકારવા લાગ્યો. યુવતીના માર્ગદર્શનથી તે રાજી રાજી થઈ ગયો. સિગ્નલો વટાવતી અને વળાંકો લેતી અમારી બસ એક ગલીના નાકા પર આવીને ઊભી રહી. યુવતીએ કહ્યું, આ ગલીમાં ચોથું મકાન તે તમારી હોટેલ છે. દેખાય છે બરાબર?..... આ ગલી એકમાર્ગ છે. બસ અંદર લેશો તો પેલે છેડે બહુ દૂર નીકળવું પડશે. માટે અહીંથી જ પાછી વાળવાનું ઠીક રહેશે.” એની વાત સાચી હતી. ગાઈડે કહ્યું, Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.002037
Book TitlePassportni Pankhe Part 2
Original Sutra AuthorN/A
AuthorRamanlal C Shah
PublisherMumbai Jain Yuvak Sangh
Publication Year1998
Total Pages282
LanguageGujarati
ClassificationBook_Gujarati & Travelogue
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy