SearchBrowseAboutContactDonate
Page Preview
Page 162
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૫ સુલેમ્બોર્ગથી ઇનિવા પ્રાધ્યાપક તરીકે ભણાવવાની ફરજ સોંપાયા પછી તેઓએ પોતાનું સમગ્ર જીવન મુંબઈમાં જ પૂરું કર્યું હતું. ખ્રિસ્તી સંઘમાં દીક્ષિત થયા તે પૂર્વે કિશોરાવસ્થામાં તેઓ લુક્ષેમ્બૉર્ગમાં રહેતા અને બટાટાનાં ખેતરોમાં કામ કરવા જતા એની રસિક વાતો એમના મુખેથી સાંભળેલી તેનું સ્મરણ મને લુક્ષેમ્બૉર્ગમાં ફરતાં ફરતાં થયું. અમે લુક્ષેમ્બૉર્ગમાં ફરી લીધું. દરમિયાન અમારા ગાઈડે ફેંકફર્ટમાં પોતાની કંપનીને ફોન કરીને જીનિવામાં અમારે કઈ હોટેલમાં ઊતરવાનું છે તે જાણી લીધું. * લુક્ષેખૉર્ગ છોડીને હવે અમારી બસ જર્મનીની સરહદ તરફ ચાલી. ઘડીકમાં ધુમ્મસ અને ઘડીકમાં તડકો અનુભવતી બસ મોઝેલ નદી પાસે આવી પહોંચી. આ નાની નદીના કિનારે રેનિચ નામનું નાનકડું સુંદર ગામ વસેલું છે. દુનિયામાં નદીકિનારે વસેલાં કેટલાંક ગામોની જેમ આ ગામ પણ નદીના બંને કાંઠે વસેલું છે, પરંતુ એની વિશિષ્ટતા એ છે કે એક કાંઠે વસેલો ભાગ લુક્ષેબૉર્ગની સરહદમાં ગણાય છે અને બીજા કિનારે વસેલો ભાગ જર્મનીની હકુમત હેઠળ છે. નદી, સરોવર, દરિયો કે દરિયાની ખાડી, પર્વત, ગાઢ જંગલ વગેરે પ્રાકૃતિક ભૌગોલિક તત્ત્વો રાજદ્વારી સરહદ નક્કી કરવામાં સહાયરૂપ બને છે એ સાચું, પરંતુ નજીક નજીકની પ્રજા વચ્ચે સામાન્ય રીતે રાજદ્વારી કે રાષ્ટ્રીય ભેદભાવ હોતો નથી. ભાષાનો પ્રશ્ન તેમને નડતો નથી. રોટી-બેટીનો વ્યવહાર તેઓની વચ્ચે યથાવતુ રહે છે. અહીં મોઝેલ નદીના સામસામા કાંઠે રહેતા જુદી જુદી રાષ્ટ્રીયતા ધરાવતા નાગરિકો વચ્ચે દિવસરાત પાસપૉર્ટ, વિસા વગેરેની કોઈ વિધિ વિના કે રોકટોક વગર સ્વાભાવિક અવરજવર ચાલ્યા કરે છે. સરહદ ઓળંગી નદીના સામા કિનારે જર્મનીમાં દાખલ થતાં અમારા પાસપૉર્ટવિસા તપાસાયા. એમાં સિક્કા મારવામાં આવ્યા. જર્મનીમાં બોર્ગ, હોલ્સ, ફાઈબર્ગ વગેરે નાનાં નાનાં શહેરોમાંથી પસાર થતાં થતાં અમે જર્મનીના સુવિખ્યાત ‘શ્યામ વન'(Black Forest)માં દાખલ થયા. કરાલ અને રુક્ષ જંગલમાં કરવામાં આવેલા સુંવાળા અને સુંદર રસ્તા પરથી, નિર્ઝરિણીની જેમ વહેતી અમારી બસ સ્વિટ્ઝર્લેન્ડની સરહદ પર બાસેલ શહેરમાં આવી પહોંચી. ફરી કસ્ટમ્સની વિધિ પતાવી અમે સ્વિટ્ઝર્લેન્ડની સરહદમાં પ્રવેશ્યા અને જીનિવા સુધી પહોંચી ગયા. છનિવામાં અમારે કઈ હોટેલમાં ઊતરવાનું હતું એની અમને ખબર નહોતી. અમે નીકળ્યા ત્યારે હોટેલ નક્કી થઈ નહોતી. કંપનીમાંથી એનું નામ જાણી લેવાની જવાબદારી ગાઈડની હતી. અમને એટલી ખબર હતી કે તે બહુ મોંઘી જાણીતી હોટેલ નહિ હોય. મધ્યમ કક્ષાની સરેરાશ દરની હોટેલમાં અમારો ઉતારો ગોઠવવાનું અમે ટ્રાવેલ કંપનીને કહ્યું હતું. છનિવાની ભાગોળે બસ દાખલ થઈ એટલે ડ્રાઈવરે હોટેલનું નામ સરનામું ગાઈડને પછયું. અમારો જર્મન બસડ્રાઈવર સ્વિટ્ઝર્લેન્ડ કેટલીક વાર આવી ગયો હતો, પણ તે ૧૦ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.002037
Book TitlePassportni Pankhe Part 2
Original Sutra AuthorN/A
AuthorRamanlal C Shah
PublisherMumbai Jain Yuvak Sangh
Publication Year1998
Total Pages282
LanguageGujarati
ClassificationBook_Gujarati & Travelogue
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy