SearchBrowseAboutContactDonate
Page Preview
Page 38
Loading...
Download File
Download File
Page Text
________________ ટોરાન્ટોમાં શાકાહાર પરિષદ કેનેડાનું પાટનગર ઓટવા (Ottawa) છે, પરંતુ એનું મોટામાં મોટું શહેર ટોરાન્ટો છે. (Torontoનો ઉચ્ચાર તેઓ ટોરાન્ટો કે તોરાન્તો કરે છે.) કેનેડામાં ઈંગ્લિશ ઉપરાંત ફ્રેન્ચ ભાષા બોલનારાઓની સંખ્યા પણ ઘણા મોટા પ્રમાણમાં છે. ઈ.સ. ૧૯૮૭ના જુલાઈ મહિનામાં ટોરાન્ટો શહેરમાં ત્યાંના વેજિટેરિયન ઍસોસિયેશન તરફથી વિશ્વ શાકાહાર પરિષદનું આયોજન કરવામાં આવ્યું હતું. જુદા જુદા દેશના અને જુદા જુદા ધર્મના શાકાહારી પ્રતિનિધિઓને તે માટે નિમંત્રણ આપવામાં આવ્યું હતું. ત્રણ દિવસની આ આંતરરાષ્ટ્રીય પરિષદમાં ચર્ચા-વિચારણાનો એક વિષય હતો ધર્મ અને શાકાહાર' (Religion and Vegetarianism). આ પરિષદમાં જૈન ધર્મ અને શાકાહાર' એ વિષય ઉપર નિબંધ વાંચવા તથા એ વિષયની ચર્ચા-વિચારણામાં ભાગ લેવા માટે મને નિમંત્રણ મળ્યું હતું. વિષય મનગમતો હતો અને બધી સુવિધા આયોજકો તરફથી થવાની હતી. એટલે એ નિમંત્રણનો મેં સ્વીકાર કર્યો હતો. જુલાઈ મહિનામાં હું અને મારાં પત્ની ટોરાન્ટો પહોચ્યાં. અમારો ઉતારો ટોરોન્ટોના જૈન કાર્યકર્તા દંપતી શ્રી રમણીકલાલ કોઠારી અને શ્રીમતી ભદ્રાબહેન કોઠારીને ત્યાં રાખવામાં આવ્યો હતો. તેઓ ટોરાન્ટોના ઍરપૉર્ટ ઉપર અમને લેવા આવ્યાં ત્યારે તેમની સાથે પહેલવહેલો પરિચય થયો. રવિવારે સવારે દસ વાગે પરિષદનું ઉદ્દઘાટન થયું. આ પરિષદ ટોરાન્ટો યુનિવર્સિટીમાં યોજવામાં આવી હતી. રમણીકલાલ કોઠારીના ઘરેથી ટોરાન્ટો યુનિવર્સિટી સુધીનું અંતર મોટરકારમાં આશરે એક કલાક જેટલું હતું. અજાણ્યા સ્થળે શોધતાં વાર લાગે એટલા માટે, તથા પરિષદના રજિસ્ટ્રેશનની અને બીજી ઔપચારિક બાબતો માટે અમે ત્યાં વહેલા પહોંચવાનું નક્કી કર્યું હતું. સવારે આઠ વાગતાં તો અમે ટોરાન્ટો યુનિવર્સિટી ઉપર પહોંચી ગયાં. ત્યાં તપાસ કરતાં જાણ્યું કે યુનિવર્સિટીના એક મકાનમાં નીચેના એક ખંડમાં પરિષદનું કાયાલય રાખવામાં આવ્યું હતું. ત્યાં કેટલાક કર્મચારીઓ બેઠા હતા. મારે પત્રવ્યવહાર થયો હતો પરિષદના એક મંત્રી શ્રી પીટર મેવિન સાથે. બેઠેલા કાર્યકર્તાઓમાં શ્રી પીટર મેક્વિન કોણ છે તે જાણીને મેં તેમને મારો પરિચય આપ્યો. પત્રવ્યવહારથી તો અમે એકબીજાના નામથી સુપરિચિત હતા. મને જોતાં જ પીટરે કહ્યું અહો, ડૉકટર શાહ ! તમે આવી ગયા ? બહુ આનંદ થયો. તમે પત્રમાં લખ્યું છે કે Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.002037
Book TitlePassportni Pankhe Part 2
Original Sutra AuthorN/A
AuthorRamanlal C Shah
PublisherMumbai Jain Yuvak Sangh
Publication Year1998
Total Pages282
LanguageGujarati
ClassificationBook_Gujarati & Travelogue
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy