SearchBrowseAboutContactDonate
Page Preview
Page 39
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૨ પાસપોર્ટની પાંખે - ઉત્તરાલેખન તમારો નિબંધ વહેલો મળે એટલા માટે તમે કોઈ મિત્ર દ્વારા મોકલાવ્યો છે, પણ હજુ સુધી અમને તે મળ્યો નથી. તમે બીજી નકલ લાવ્યા છો ? મેં તરત મારા નિંબધની બીજી નકલ પીટરના હાથમાં મૂકી. નિબંધ મળતાં તેઓ રાજી થયા, કારણ કે તેમના જણાવ્યા પ્રમાણે કેટલાક પ્રતિનિધિઓના નિબંધો હજુ આવ્યા ન હતા. તેઓ સાથે લાવવાના હતા. વળી કેટલાક મૌખિક રજૂઆત કરવાના હતા. પીટરે કહ્યું, “ડૉ. શાહ, અમારે એક મુશ્કેલી ઊભી થઈ છે. ચીનથી બૌદ્ધ ધર્મ અને શાકાહાર' વિશે બોલનાર પ્રતિનિધિનો સંદેશ આવ્યો છે કે તેઓ હવે આવી શકે તેમ નથી. અહીં સ્થાનિક એક મહિલા પ્રાધ્યાપકને એ વિશે નિબંધ વાંચવાનું મેં કહ્યું છે. તેમણે એ કામ સ્વીકાર્યું છે, પરંતુ પ્રશ્નોત્તરી તેમને ફાવશે નહિ. તમે ભારતથી આવો છો • અને બૌદ્ધ ધર્મ વિશે પણ તમે અંગ્રેજીમાં પુસ્તિકા લખી છે અને તે મેં જોઈ છે. મારી ઈચ્છા છે કે બૌદ્ધ ધર્મ વિશે નિબંધવાચન પછી જે ચર્ચા થાય તેમાં તમે પણ ભાગ લો અને પ્રશ્નોના ઉત્તર આપો.' પીટરની એ દરખાસ્તનો મેં સહર્ષ સ્વીકાર કર્યો. પરિષદ માટે પીટરે મારી પાસે રજિસ્ટ્રેશન ફોર્મ ભરાવ્યું. શાકાહાર વિશેની પત્રિકાઓનું મારા માટે તૈયાર રાખવામાં આવેલું એક પેકેટ તેમણે મને આપ્યું. અને તે રાખવા માટે એક ખાલી ફોલ્ડર પણ આપ્યું. વળી પીટરે કહ્યું, 'ડૉ. શાહ, પરિષદના પ્રતિનિધિ તરીકેનું તમારા નામનું કાર્ડ હું તમને બનાવી આપું છું.' પીટરે એક કોરું કાર્ડ અને તે માટેનું પ્લાસ્ટિક કવર લીધું. તેમાં મારું નામ લખવા માટે તેઓ પેન શોધવા લાગ્યા. મેં કહ્યું, 'લો, પેન છે મારી પાસે.મેં મારી કાળી સ્કેચ-પેન પીટરને આપી. પીટરે કહ્યું, “વાહ, આ સ્કેચ-પેન તો ઘણી સારી છે. જાડા મોટા કાળા અક્ષરે તમારું નામ લખી શકાશે.' મેં કહ્યું, ‘એ તો વધારે સારું. લોકોને આપણું નામ વાંચવા માટે બહુ નજીક આવવાની જરૂર ન રહે.' પછી મેં મજાકમાં કહ્યું, કેટલાક લોકો આપણું નામ વાંચવા માટે આપણી સાવ નજીક આવે છે અને આંખે ઓછું દેખતા બેતાળાવાળા માણસો જ્યારે કપડામાં ભરાવેલું કાર્ડ વાંચવા માટે હાથમાં લઈ ખેચે છે ત્યારે કપડું ફાટવાની દહેશત રહે છે. પીટરે કહ્યું, “હવે તમારું શર્ટ કોઈ ફાડશે નહિ. લાવો તમને હાથે પિન ભરાવતાં ન ફાવતું હોય તો હું તમારું કાર્ડ તમારા શર્ટમાં ભરાવી આપું.' - “તો તો બહુ સારું. પોતાના હાથે કાર્ડ ભરાવવા જતાં તે કેટલીક વાર બ્રાંકું ભરાઈ જાય છે.” - પીટરે મારા શર્ટના ખિસ્સામાં મારી સ્કેચ-પેન ભરાવી અને ત્યારપછી મારા નામનું કાર્ડ, સેફટી-પિન વડે સરખું ભરાવી આપ્યું. કાર્ડ ભરાવીને પીટરે બે વખત મજાકમાં Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.002037
Book TitlePassportni Pankhe Part 2
Original Sutra AuthorN/A
AuthorRamanlal C Shah
PublisherMumbai Jain Yuvak Sangh
Publication Year1998
Total Pages282
LanguageGujarati
ClassificationBook_Gujarati & Travelogue
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy