SearchBrowseAboutContactDonate
Page Preview
Page 217
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૦૦ પાસપોર્ટની પાંખે ઉત્તરાલેખન મગ્ન બન્યા. ત્યાં દુકાનદારે કહ્યું, ‘અમારી પાસે એવી વસ્તુ પણ છે કે જે દુનિયામાં તમને કયાંય જોવા નહિ મળે.’ ‘એવી તે કઈ વસ્તુ છે ? અમને બતાવો ને ?' દુકાનદારે એક મોટા બૉક્સમાંથી કાઢીને પાંચ વસ્તુઓ કાઉન્ટર પર મૂકી દીધી. એ જોઈને અમે તત્ક્ષણ સ્તબ્ધ થઈ ગયા, ડઘાઈ જ ગયા. શી હતી એ વસ્તુ ? જિંદગીમાં કયારેય જોઈ ન હોય અને છતાં રોજ જોઈ હોય એવી એ વસ્તુ હતી. એ હતી મળવિસર્જનની – વિસર્જિત મળની પ્રતિકૃતિ, રબરપ્લાસ્ટિકની બનાવેલી. ઘેરા પીળા, લીલાશ પડતા પીળા, ઘેરા બદામી, આછા રાખોડી કે એવા બીજા કોઈ રંગની જુદા જુદા આકારની એ પ્રતિકૃતિઓ એટલી બધી આબેહૂબ બનાવેલી હતી કે જાણે સાચી જ લાગે. એ જોઈને કોઈ પણ માણસ અવશ્ય છેતરાઈ જ જાય. એ વસ્તુ હતી તો રમકડાં જેવી, પણ આપણને તેની સામે જોતાં પણ ચીતરી ચડે. દુકાનદારને એ હાથમાં લેતાં કશી ચીતરી નહોતી ચડતી, કારણ કે એ એનો રોજનો વ્યવસાય હતો. ‘તો પછી તમારી દુકાનની સામે છે એ બધી નકલી આકૃતિ છે ?' અમે પૂછ્યું. ‘હા જી. અમે પોતે જ સવારના દુકાન ખોલતી વખતે સામે રસ્તા પર એ મૂકી દઈએ છીએ.’ ‘પણ તમારી આ સૂગ ચડે એવી વસ્તુ ખરીદે કોણ ?' ‘જેને સૂગ ચડે તે ન લઈ જાય, પરંતુ બીજા લઇ જાય છે. કોઈને મૂર્ખ બનાવવા, કોઈને ભડકાવી દેવા, પ્રેક્ટિકલ ‘જોક' માટે યુવાનો, નાનામોટા છોકરાઓ આ વસ્તુ ઘણી લઈ જાય છે. કોઈ બેઠું હોય એની બાજુમાં આ મૂકી દેવાથી માણસ તરત ઊભો થઇ જાય. ટ્રેનમાં, બસમાં કે કોઈ સભામાં ભીડ હોય ત્યારે સિફતથી આ મૂકી દઈને પછી બીજાને ઉઠાડી જગ્યા મેળવી શકાય છે. એપ્રિલલ માટે ટપાલમાં સરસ પૅકિંગ કરીને સ્વાના કરી શકાય છે. કોઈ અભિમાની માણસનું અભિમાન ઉતારી શકાય છે.’ દુકાનદારે એના ઉપયોગો દર્શાવ્યા, પણ અમે કોઈએ તે વસ્તુ ખરીદી નહિ; ખરીદી શકયા નહિ. અપરસને માણવાવાળા લોકો પણ દુનિયામાં હોય છે એ જાણી આશ્ચર્ય અનુભવ્યું. અમે બીજાં કેટલાંક સોવેનિર ખરીદ્યાં. જગતમાં કેટલીક વસ્તુઓ, વાતો અને કાર્યો નિષિદ્ધ (Taboo) ગણાય છે, પરંતુ તેમાં પણ ભિન્ન ભિન્ન પ્રજા વચ્ચે તેનું ભિન્ન ભિન્ન પ્રમાણ હોય છે. દરેક પ્રજાની સંસ્કારિતાની પારાશીશી એકસરખી નથી હાતી. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.002037
Book TitlePassportni Pankhe Part 2
Original Sutra AuthorN/A
AuthorRamanlal C Shah
PublisherMumbai Jain Yuvak Sangh
Publication Year1998
Total Pages282
LanguageGujarati
ClassificationBook_Gujarati & Travelogue
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy