SearchBrowseAboutContactDonate
Page Preview
Page 216
Loading...
Download File
Download File
Page Text
________________ પિનાંગ ૧૯૯ “લોકોની અસંસ્કારિતાની તે કંઈ હદ હોય કે નહિ?' વળી કોઈક પોતાનો આક્રોશ ઠાલવ્યો. ‘તમે બીજાની ટીકા કરો છો, પણ આપણા ભારતમાં પણ ઠેર ઠેર જાહેર રસ્તા પર કે રેલવેના પાટા આગળ લોકો રોજેરોજ લોટો કે ડબલું લઈને ક્યાં નથી બેસતા ?' બીજાએ જવાબ આપ્યો. ‘એશિયાના ગીચ વસ્તીવાળા અને ઓછી સુવિધાવાળા ગરમ દેશોમાં હજારો વર્ષથી ખુલ્તામાં જવાની પ્રથા ચાલી આવે છે, પણ આવા તીર્થસ્થળમાં માણસે વિવેક વાપરવો જોઈએ,' મેં કહ્યું. સારું છે કે તડકો છે. નહિ તો કેટલી દુર્ગધ મારે !' બીજા એકે કહ્યું. મળવિસર્જનનાં દશ્યો જોઈને અમે અનુભવેલી અપ્રસન્નતા બૌદ્ધ મંદિરમાં દાખલ થતાં જ ઓછી થઈ ગઈ. ‘કેહ લોક સી'નું બૌદ્ધ મંદિર એક સૈકાથી વધુ જૂનું છે, પરંતુ એના પેગોડાનું બાંધકામ વીસમી સદીના આરંભનું છે. જૂના વખતમાં બે ચીની બૌદ્ધ સાધુઓ પોતાના ઘણા અનુયાયીઓ સાથે પિનાંગ આવેલા. તેઓએ અહીં ડુંગર ઉપર બૌદ્ધ મંદિર બાંધવાની ભાવના દર્શાવેલી. એક ચીની શ્રીમંત વેપારીએ પોતાની વિશાળ જગ્યા ભેટ તરીકે આપી. એમાં આ બૌદ્ધ મંદિરનું નિર્માણ થયું. વખત જતાં ભક્તોની અવરજવર વધતાં આશરે સો ફૂટ ઊંચું, સાત માળ જેવી રચનાવાળું પેગોડાના પ્રકારનું પથ્થરનું આ મંદિર બાંધવામાં આવ્યું. ભગવાન તથાગતના મંદિર તરીકે જાણીતા આ નવનિર્મિત મંદિરનું ઉદ્દઘાટન ૧૯૩૦માં થયું હતું. મંદિરની અંદરની અને બહારની ભવ્યતા યાત્રિકોનાં મન હરી લે એવી છે. બૌદ્ધ મંદિર જોઈ અમે પાછા ક્ય. ગાઈડે કહ્યું કે “કંઈક યાદગીરી (સોવેનિર) તરીકે કોઈક ચીજવસ્તુ ખરીદવી હોય તો અહીં દુકાનોમાં સરસ મળે છે.” અમે એક દુકાને પહોંચ્યા. પહોંચતાં જ અમારામાંના એકે દુકાનદારને ફરિયાદ કરી, તમારી દુકાન સામે લોકો મળવિસર્જન કરી જાય છે અને તમે કેમ ચલાવી લો છો ?' ‘અમારી નજર સામે થોડા કોઈ કરવા બેસે છે ? એ તો વહેલા આવીને કરી જતા હશે. ઉતાવળ હોય તો જ કરતા હશે ને ?' ‘તમારે પોલીસમાં ફરિયાદ કરવી જોઈએ.' ‘અમારે કંઈ ફરિયાદ કરવી નથી. એથી કંઈ વળવાનું નથી. ઊલટાનું ફરિયાદ ન કરવાથી અમને ફાયદો છે.” ફાયદો ? કેવી રીતે ? અમારી મજાક તે નથી કરતા ને ?' ‘ના; ફાયદો એટલા માટે કે આ નિમિત્તે પ્રવાસીઓ અમને ફરિયાદ કરવા આવે છે અને પછી અમારા સોવેનિરમાંથી કંઈક ને કંઈક ખરીદી જાય છે. અમે સોનિરો જોવામાં Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.002037
Book TitlePassportni Pankhe Part 2
Original Sutra AuthorN/A
AuthorRamanlal C Shah
PublisherMumbai Jain Yuvak Sangh
Publication Year1998
Total Pages282
LanguageGujarati
ClassificationBook_Gujarati & Travelogue
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy