________________
૧૮
પાસપોર્ટની પાંખે – ઉત્તરાલેખન લાગે. સર્પ એકબે ઈંચ જેટલા જાડા અને બેત્રણ ફૂટ જેટલા લાંબા, આછા કે ઘેરા લીલા રંગના છે. બધા એક જ ગોત્રના છે. ધૂપદાની, ફૂલાવરવાઝમાં રાખેલી સૂકી ડાંખળીઓ, કબાટ, ટેબલ વગેરે પર જ્યાં જગ્યા મળે ત્યાં નાનામોટા પચાસથી અધિક સર્પ કશાકને વીંટળાઈને શાન્તિથી પડ્યા રહેલા દેખાય છે. સર્પ દોડાદોડી કરતા નથી કે યાત્રિકોને જોઈને ગભરાઈને ભાગતા નથી. જાણે પાળેલા હોય તેમ પડ્યા રહ્યા હોય અથવા સાવ મંથર ગતિએ જરા જરા ખસતા હોય તેમ નજરે પડે છે. આ સર્પનો ખોરાક ઈંડાં છે. સર્પમંદિરની બહાર ભક્ષણ માટે જતા નથી એટલે કેટલાક યાત્રિકો સર્પ માટે ઈંડાં લાવીને ગમે ત્યાં મૂકી દે છે. જ્યારે કોઈની અવરજવર ન હોય ત્યારે સર્પ ઈંડાંમાં કાણું પાડી એમાંથી રસ ચૂસી લે છે. આ સર્પની એક ખાસિયત એ છે કે સાપણ ઈંડાં મૂકતી નથી, પણ બેત્રણ ઈંચ જેટલાં નાનાં અળસિયાં જેવાં બચ્ચાંને જન્મ આપે છે.
વળતે દિવસે અમે ટેકરી પર આવેલું કે લોક સી' નામનું મલાયાનું સુપ્રસિદ્ધ બૌદ્ધ મંદિર જોવા માટે ટેકસીમાં પહોંચ્યા. અમારો ટેકસી ડ્રાઈવર અમારો ગાઈડ પણ હતો. ટેકરી પર ચડવા માટે પગથિયાં પણ બનાવ્યાં હતાં. અમે થોડેક ગયા ત્યાં એક તળાવ આવ્યું. કાચબાના તળાવ તરીકે એ જાણીતું છે. એમાં જેટલા જોવા મળ્યા એટલા બધા કાચબા એક તળાવમાં જવલ્લે જ જોવા મળે. આ તળાવની વિશિષ્ટતા એ છે કે આ બધા જ કાચબા જીવતદાન પામેલા છે. કાચબાનું આ 'નિર્ભય તડાગ' છે. જૈન ધર્મની જેમ બૌદ્ધ ધર્મ પણ અહિંસાને વરેલો છે. જીવ છોડાવવાની પ્રવૃત્તિ બૌદ્ધ ધર્મમાં પણ છે. ધર્મપ્રેમી દયાળુ માણસો કોઈક કાચબાને છોડાવી આ તળાવમાં મૂકી શકે છે. એ રીતે કાચબાની સંખ્યા અહીં વધતી જ રહે છે. વળી કાચબાનું આયુષ્ય પણ ઘણું લાંબું હોય છે. કેટલાક લોકો કાચબાની નક્કર પીઠ ઉપર પોતાનું નામ અને તારીખ કોતરાવે કે રંગાવે છે કે જેથી પોતાના વંશવારસોને કોઈક વાર કદાચ એ વાંચવા મળે.
કાચબાની જેમ બીજા એક તળાવમાં માછલીઓ છે. એને મારવા પર પણ પ્રતિબંધ છે. લોકો કાચબા અને માછલીઓને ખાવા માટે કંઈક વાનગીઓ નાખતા હોય છે.
અમે આગળ ચાલ્યા. અમારા ગાઈડે કહ્યું, “મહેરબાની કરીને રસ્તાની વચમાં ચાલજો, જેથી તમારા પગ બગડે નહિ.”
અમે જોયું તો રસ્તામાં એક કિનારે કયાંક કયાંક લોકોએ શૌચક્રિયા કરેલી દેખાતી હતી. અમે મોઢું ફેરવી લીધું.
આવા પવિત્ર તીર્થસ્થળે પણ લોકો ગંદકી કરતાં અચકાતા નથી,' અમારામાંના એકે ટકોર કરી.
‘લોકોને શરમ નહિ આવતી હોય? સામે આ દુકાનવાળા પણ કંઈ નહિ બોલતા હોય ?' બીજાએ કહ્યું.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org