________________
૫૪
પાસપોર્ટની પાંખે - ઉત્તરાલેખન 'તો તો તમને ટેકસી મોંઘી પડે.' મોંઘીનો સવાલ નથી. ટેકસીના બધા પૈસા અમે ચૂકવીશું.” તો તો બીજા કોઈ પણ પ્રવાસી આવવા તૈયાર થશે. ત્રણ જણને લાભ મળશે.'
પણ હવે કોઈ આવવા તૈયાર નથી. ઘણાખરા બહાર ગયા છે. જે છે તેઓને પૂછી જોયું પણ કોઈ તૈયાર થતું નથી.'
તો તમે બે એકલા જઈ આવો.' ‘પણ તમે આવો ખરા ?'
હું તો સવારે જઈ આવ્યો છું. થાકયો પણ છું.'
‘તમે સાથે આવો તો અમને ગમશે. અમને એકલાં અયું લાગે છે. પાછા ફરતાં રાત પડી જાય, અજાણ્યો મુલક છે. વળી અહીંના ટેકસીવાળાને તો તમે જાણો છો.'
એમ ગભરાશો નહિ. હું ખાતરી આપું છું કે કંઈ મુશ્કેલી નડશે નહિ. દિલગીર છું કે હું પોતે આવી શકું તેમ નથી. વળી કલાક પછી અમે બધા મિત્રો બહાર ફરવા જવાના છીએ.'
નિરાશ વદને તેઓ ચાલવા લાગ્યાં. મિત્ર પોતાની પત્નીને કહેતા હતા તે મેં સાંભળ્યું, “તો પછી આપણે ટેકસીવાળાને ના કહી દઈએ. આપણે એકલાં તો નથી જ જવું.'
તેઓ લિફટમાં નીચે ઊતર્યા હશે એટલી વારમાં મેં મારો વિચાર બદલ્યો. મારા ન જવાથી તેઓનું અટકતું હોય તો મારે મિત્રધર્મ તરીકે જવું જ જોઈએ. જેમતેમ તૈયાર થઈ હું તરત દોડ્યો. તેઓ હોટેલની બહાર જઈને જે ટેકસી ઊભી હતી તેને ના કહી રહ્યાં હતાં. મેં બૂમ પાડી કહ્યું, “ઊભા રહો, ટેકસી જવા ન દેશો. હું આવું છું.'
હું ટેકસી પાસે પહોંચ્યો. તેઓ બોલ્યાં, “સાચે જ આવો છો ?'
હા, હું આવું છું માઉન્ટ આબુન, બીજી વાર સાંજે પણ એ કેવું લાગે છે તે જોવું જોઈએ ને !'
તેઓના ચહેરા પર આનંદ પ્રસરી રહ્યો. ટેકસીમાં બેસી અમે ઊપડ્યાં. સાંજના ચારેક વાગવા આવ્યા હતા. અમે પહોંચ્યાં. ખાસ કોઈ પ્રવાસીઓ અત્યારે નહોતા. ટાવરમાં ઉપર અમે ચડી ગયાં. અગાશીમાં પહોંચી ચારે બાજુનું દશ્ય નિહાળ્યું. હવે સૂર્ય પશ્ચિમ દિશામાં કાળા સમુદ્ર બાજુ ઢળવા લાગ્યો હતો. સવાર કરતાં સાંજનું દશ્ય નિરાળું અને વધુ રમણીય લાગતું હતું. હવા પણ શીતળ હતી. મારો થાક ઊતરી ગયો હતો. મિત્રદંપતીએ પણ આખુન જોઈને ધન્યતા અનુભવી.
સમય થોડો હતો એટલે અમે નીચે ઊતરી ગયાં. ટેકસીમાં બેસી, ઘાટ ઊતરી કાળા સમુદ્રને કિનારે કિનારે થઈ પાછા હોટેલ પર આવી પહોંચ્યાં. હું મનોમન બોલ્યો, ‘એક જ દિવસમાં માઉન્ટ આખુનની બે વાર સ્પર્શના મારે કરવાની હશે! નહિ તો આવું બને નહિ.'
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org