SearchBrowseAboutContactDonate
Page Preview
Page 78
Loading...
Download File
Download File
Page Text
________________ ઉલ તે પણ વિવિધ રીતે ગોઠવીને બતાવ્યું. શોખીનને રસ પડે એવો આ વિષય હતો. એવી કલાત્મક ગોઠવણીના કેટલાકે ફોટો પાડી લીધા. જ્યાં તડકો પડતો હોય એવા ઉષ્ણ કે સમશીતોષ્ણ પ્રદેશમાં આવેલા કેટલાક સમુદ્રના છીછરા પાણીમાં પરવાળાનાં જીવડાં જેમ મરતાં જાય તેમ તેમના શરીરમાં રહેલા કૅલ્શિયમનો ઢગલો થતો જાય છે. એના ખડક બંધાય છે. આવા (CoralReef)ના કેટલાંક પરવાળાંની અંદર ઝીણી ઝીણી માછલીઓ હોય છે. અને એવી માછલીઓ પણ પરવાળાંની રચના કરે છે. તે બતાવતાં ગાઇડ યુવતીએ પાસે રાખેલા પાણી ભરેલા વાસણમાં ત્રણેક મોટા પરવાળાંના ટુકડા કર્યા તો અંદરથી આંગળીના વેઢા કરતાં નાની માછલીઓ નીકળી અને પાણીમાં તરવા લાગી. દરમિયાન ડાઇવર્સ બે મોટી બાલદી ભરીને દરિયાનું પાણી લઈ આવ્યા. એમાં જાતજાતની રંગબેરંગી નાની નાની માછલીઓ હતી. કેટલાક શોખીનો ઘરમાં નાનું કાચના કબાટ જેવું એક્વેરિયમ રાખે છે. એમાં આવી કેટલીક જાતની માછલીઓ રાખવામાં આવે છે. ગાઇડે એક નાની પાંચ પૂંછડિયા જેવી માછલી બતાવી. એ Star Fish કહેવાય છે. તે બહુ મજબૂત હોય છે. તેની એકાદ પૂંછડી કપાઈ જાય તો તે મરતી નથી. પણ તે પૂંછડી પાછી વધવા લાગે છે અને આખી થઈ જાય છે. કેટલાક પરવાળાં તડકામાં સૂકવવા માટે મૂકવામાં આવ્યાં. તડકાની અસરથી લીલા રંગનાં પરવાળાં જાંબલી રંગનાં થવા લાગ્યાં. ગાઇડે સમજાવ્યું કે આ રીતે પરવાળાં થોડા દિવસ તડકામાં સૂકવવામાં આવે તો તેનો રંગ બદલાય છે, તે નક્કર થતાં જાય છે અને વધુ સુશોભિત આકૃતિ ધારણ કરે છે. વળી તે બહુ મોઘા ભાવે વેચાય છે. કેટલાંકમાંથી મંગળના નંગ બનાવાય છે. પરવાળાંનો વ્યવસાય કરનાર અનુભવી લોકો આ ભીનાં પરવાળાંને રોજ કેટલા પ્રમાણમાં તડકો આપીને, કેવી રીતે આકર્ષક અને કલાત્મક બનાવવાં એની ખૂબી જાણતા હોય છે. પછી એણે કહ્યું, ‘આ બધાં લીલાં ભીનાં પરભાળાં જેમને જોઈએ તે મફત લઈ જઈ શકે છે. ઘરે જઈને તરત સૂકવી દેવાં જોઈએ.' આટલું કહેતાંમાં તો પરવાળાં લેવા માટે પડાપડી થવા લાગી. અમારી દોટ જોઈને ગાઇડ પણ હસી પડી. બધા પોતાના સ્થાને બેઠા તે પછી ગાઇડે કહ્યું, ‘એટલું ધ્યાનમાં રાખજો કે આ પરવાળાં બહુ ગંધાય છે. થોડી વાર પછી તમારા હાથ સૂંઘી જોજો. ઘરમાં પણ એ ગંધાશે. સુકાયા પછી નહિ ગંધાય.’ ગાઇડની વાત સાચી હતી. પરવાળાં હાથમાં લેતાં જ હાથ ચીકણા થઈ ગયા અને વળી ગંધાવા લાગ્યા. એક પછી એક એમ ઘણાખરાએ પરવાળાં પાછાં મૂકી દીધાં. કેટલાકે પડીકામાં બાંધી લીધાં; પણ પડીકામાં વધુ વખત રહેશે તો વધુ ગંધાશે અને પછી સરખો રંગ કે આકાર ધારણ નહિ કરે એ માટે ધ્યાન રાખવાની સૂચના ગાઇડે આપી. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.002037
Book TitlePassportni Pankhe Part 2
Original Sutra AuthorN/A
AuthorRamanlal C Shah
PublisherMumbai Jain Yuvak Sangh
Publication Year1998
Total Pages282
LanguageGujarati
ClassificationBook_Gujarati & Travelogue
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy