________________
ઉલૂ
૧૯૭ના ડિસેમ્બરમાં ફિજીના પ્રવાસે હું ગયો ત્યારે એના પાટનગર સુવામાં ત્યાંના ઝવેરાતના વેપારી શ્રી કાનજીભાઈ જેગિયાને ત્યાં, મારા મિત્ર શ્રી મહેન્દ્રભાઈ મહેતાની ભલામણથી રહ્યો હતો. એક દિવસ કાનજીભાઈએ મારે માટે ઉલુલુ ટાપુ પાસે સમુદ્રમાં પરવાળાં (Coral Reef) જોવાના કાર્યક્રમનું આયોજન કર્યું હતું. કામકાજનો ચાલુ દિવસ હોવાથી દુકાન છોડીને કાનજીભાઈ સાથે આવી શકે એમ નહોતા, પણ બોટ પર મૂકવા અને લેવા તેઓ આવવાના હતા.
નક્કી થતાં બીજે દિવસે સવારે અમે સમુદ્રકિનારે ડૉક પર વેળાસર પહોંચી ગયા. ઉલ્લૂ જવા માટે ત્રણ જુદી જુદી કંપનીની સ્ટીમ-લોંચ ઊપડતી હતી. દરેક સ્ટીમલોંચના કર્મચારીઓ પોતપોતાના દરવાજા પાસે ઊભા ઊભા પ્રવાસીઓને પોતાની કંપનીમાં જોડાવા માટે જોરજોરથી અનુરોધ કરી રહ્યા હતા. કાનજીભાઈની ભલામણથી એક લાંચની ટિકિટ મેં લીધી. બે ફિજિયન યુવકો આવી જાહેરાત કરવા સાથે ટિકિટ આપવાનું કામ પણ કરતા હતા. અને બે ફિજિયન યુવતીઓ સહેલાણીઓને લોંચમાં લઈ જઈ બેસાડવાનું કામ કરતી હતી. લોંચમાં દાખલ થઈ હું મારી જગ્યાએ બેઠો.
સમય થયો એટલે કંપનીનો યુનિફોર્મ પહેરેલા એ ચારે કર્મચારીઓ લોંચમાં આવ્યા. તેઓએ લોંચમાં દાખલ થવા માટેની પગથિયાંની નાની સીડી ઊંચકીને અંદર ખેંચી લીધી. લંગર ઉપાડ્યું. ત્યારપછી લૉચના કમાનને તેઓ મદદ કરવા લાગ્યા.
હૉર્ન વાગ્યું અને લોંચ ઊપડી. અમે લગભગ પચીસેક પ્રવાસીઓ હતા. બીજા બધા જ પ્રવાસીઓ અમેરિકન કે ઑસ્ટ્રેલિયન હતા. ભારતીય પ્રવાસી તરીકે ફક્ત હું એકલો જ હતો.
આકાશ સ્વચ્છ હતું. સમુદ્રના નીલા રંગનાં પાણી શાંત હતાં. હવા ચિત્તને પ્રસન્નતાથી ભરી દે એવી હતી. લોંચ આગળ વધતાં સુવાના કિનારાની હરિયાળી વનરાજિ દૂર દૂર ખસતી હતી. વાતાવરણ ઉત્સાહક હતું. દૂરના એક ફિજિયન કર્મચારીએ ગાઈડ તરીકે માઈક ઉપર સૌનું સ્વાગત કર્યું અને ફિજીનો પરિચય આપવો શરૂ કર્યો.
- પૃથ્વીના દક્ષિણ ગોળાર્ધમાં, દક્ષિણ પેસિફિક મહાસાગરમાં ત્રણસોથી વધુ ટાપુઓમાં ફિજીનું રાષ્ટ્ર પથરાયેલું છે. ઑસ્ટ્રેલિયાની અગ્નિ દિશામાં, ૧૯૬૦ માઈલ દૂર આવેલા આ રાષ્ટ્રનું એટલા માટે સત્તાવાર નામ ફિજી આઈલેન્ડ્રસ' (Fiji Islands) છે, પરંતુ
૫૬
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org