SearchBrowseAboutContactDonate
Page Preview
Page 69
Loading...
Download File
Download File
Page Text
________________ ૫૨ પાસપોર્ટની પાંખે – ઉત્તરાલેખન લાગતો નહોતો. એક બાજુ ક્ષિતિજ પર કોકેસસ પર્વતની હારમાળાનાં કેટલાંક શિખરો દેખાતાં હતાં. રશિયા, જ્યોર્જિયા, આર્મેનિયા અને આઝરબૈજાનનાં રાજ્યોને જોડતી આશરે બારસો કિલોમીટર લાંબી આ પર્વતીય હારમાળા યુરોપ અને એશિયાના ખંડોને જુદા પાડે છે. પ્રાચીન કાળમાં કોકેઝિયન જાતિના સફેદ ચામડીવાળા લોકો ક્રમે ક્રમે સમગ્ર યુરોપમાં પ્રસરી ગયા. એ જાતિનું નામ આ પર્વતમાળા સાથે સંકળાયેલું છે. • બીજી બાજુ નજર કરતાં કાળો સમુદ્ર દેખાતો હતો. બારસો કિલોમીટર લાંબા આ બંધિયાર સમુદ્રIિnland Sea)ના કિનારે રૂમાનિયા, બલ્બરિયા, યુક્રેઈન, રશિયા, જ્યોર્જિયા અને તુર્કસ્તાન આવેલાં છે. આ બધા રાજ્યો વચ્ચે સમુદ્રના જળવિસ્તાર ઉપર સરસાઈ મેળવવા માટે ભૂતકાળમાં વખતોવખત નાનાંમોટાં ઘણાં યુદ્ધો ખેલાયાં છે. ઓગણીસમા સૈકામાં, સામસામા કિનારે આવેલાં રશિયા અને તુર્કસ્તાન વચ્ચે તો દરિયામાં નૌકાસેનાઓ વચ્ચે વારંવાર લડાઈઓ થતી રહી અને વીસમી સદીમાં ઠેઠ બીજા વિશ્વયુદ્ધ સુધી તે ચાલ્યા કરી હતી. અનેક સૈનિકોનાં લોહી આ સમુદ્રમાં રેડાયાં છે. આથી જ અપશુકનિયાળ મનાતા આ સમુદ્રનું નામ કાળો સમુદ્ર પડી ગયું હતું. હજુ પણ કોઈ કોઈ વાર નાનાં છમકલાં અને ચાંચિયાગીરીના બનાવો આ સમુદ્રમાં બનતા રહે છે. અગાશીમાંથી ચારે બાજુનું નિરીક્ષણ કર્યા પછી અમને એમ લાગ્યું કે ભૂતકાળમાં વખતોવખત યુદ્ધના રતથી ખરડાયેલી આ ભૂમિની શાંતિ માટે અહીં બેસીને આપણે પ્રાર્થના કરવી જોઈએ.' મૌનપૂર્વક ઊભા ઊભા શાંતિથી મનમાં પ્રાર્થના કર્યા પછી એમ પણ થયું કે શા માટે બેસીને પ્રાર્થના ન કરવી જોઈએ? બૂટ-ચંપલ કાઢી અમે પાંચે જણ નીચે બેસી ગયા. સામાન્ય રીતે અહીં કોઈ પ્રવાસી આવું ન કરે. સૌ કોઈ અહીં અગાશીમાં આવે, ચારેબાજુ ઊભાં ઊભાં, ફરતાં ફરતાં જુએ, ફોટા પાડે અને નીચે ઊતરી જાય. અમે પલાંઠી વાળીને બેઠા. પ્રાર્થનામાં શું બોલીશું ? નક્કી થયું કે નવકારમંત્ર, લઘુ શાંતિ, મોટી શાંતિ, ભક્તામર સ્તોત્ર અને આત્મસિદ્ધિ બોલવાં. અને છેલ્લે દુ:ખક્ષય માટે ચાર લોગસ્સનો કાઉસગ્ગ કરવો. અમે એક પછી એક સ્તોત્ર બુલંદ કંઠે બોલવા લાગ્યા. કોઈ અપૂર્વ ઉલ્લાસ અનુભવાતો હતો. થોડી વારમાં કેટલાક પ્રવાસીઓ આવ્યા. વાતો કરતાં કરતાં અને પગરખાંના અવાજ સાથે તેઓ અગાશીમાં દાખલ થયા. ત્યાં અમને જોતાં જ તેઓ શાંત થઈ ગયા. તેઓને માટે અમારી પ્રાર્થનાનું દશ્ય અસામાન્ય હતું. કેટલાક કુતૂહલથી પાસે આવીને ઊભા રહ્યા. કેટલાકે પોતાની પાછળ આવી રહેલા બીજા પ્રવાસીઓને શાંત રહેવા નાકે તર્જની અડાડી ભલામણ કરી. કોઈક તો અમારી બાજુમાં આવીને શાંતિથી બેસી ગયા અને બે હાથ જોડી સાંભળવા લાગ્યા. એક ભાવસભર દશ્ય બની ગયું. ભક્તામર સ્તોત્ર અને આત્મસિદ્ધિ જેવી દીર્ઘ કૃતિઓને કારણે અમારી પ્રાર્થના ઠીક ઠીક સમય ચાલીછેવટે ચાર લોગસ્સનો કાઉસગ્ગ કરી અમે ઊભા થયા. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.002037
Book TitlePassportni Pankhe Part 2
Original Sutra AuthorN/A
AuthorRamanlal C Shah
PublisherMumbai Jain Yuvak Sangh
Publication Year1998
Total Pages282
LanguageGujarati
ClassificationBook_Gujarati & Travelogue
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy