SearchBrowseAboutContactDonate
Page Preview
Page 31
Loading...
Download File
Download File
Page Text
________________ કિએવનો ગાઈડ વિક્ટર પૂર્વ યુરોપમાં કાળા સમુદ્રના કિનારે આવેલા યુક્રેઈન રાજયનું પાટનગર કિએવ (Kiev) દુનિયાનાં કેટલાંક રમણીય નગરોમાંનું એક છે. ઈ.સ. ૧૯૮૦માં સોવિયેટ યુનિયનના પ્રવાસ દરમિયાન અમે કિએવ પણ જવાના હતા. મૉસ્કોનો કાર્યક્રમ પૂરો થતાં રાત્રે ટ્રેનમાં બેસી બીજે દિવસે સવારે અમે કિએવા પહોંચી ગયા. મોસ્કોથી અમારી સાથે આવેલા બે ગાઈડની ફરજ હવે પૂરી થઈ. માટે બીજા બે ગાઈડ – એક યુવક અને એક યુવતી અમને લેવા આવી પહોંચ્યાં હતાં. મૉસ્કોના ગાઈડે નવા બંને ગાઈડનો અમને પરિચય કરાવ્યો અને પોતાની ફરજ પૂરી થતી હોવાથી અમારી વિદાય લીધી. અમારા પ્રવાસનું આયોજન સોવિયેટ યુનિયનની મુખ્ય ટૂરિસ્ટ એજન્સી ઈનટૂરિસ્ટ દ્વારા થયું હતું. મૉસ્કોના બંને ગાઈડની જેમ અહીં પણ યુવકે ઘેરા લાલ રંગનું શર્ટ અને નીચે આછા બદામી રંગનું પેન્ટ પહેર્યું હતું. યુવતીનું પણ એ પ્રમાણે ઉપરનું વસ્ત્ર લાલ રંગનું અને નીચેનું સ્કર્ટ આછા બદામી રંગનું હતું. લાલ રંગ એવો છે કે ઘણે દૂરથી પણ જોઈ શકાય. સ્વેચ્છાએ બહુ ઓછા લોકો આવા ઘેરા લાલ ભડક રંગનું વસ્ત્ર પહેરવાનું પસંદ કરે. પરંતુ સોવિયેટ યુનિયનમાં ફરજ ઉપર રહેલા કર્મચારીએ તો પોતાની કંપની કહે તે પ્રમાણે વસ્ત્રપરિધાન કરવાનું રહેતું. સ્ટેશનમાંથી અમે ગાઈડની પાછળ પાછળ બહાર નીકળ્યા. અહીં મજૂરની પ્રથા નહોતી એટલે દરેકે પોતાનો સામાન હાથે જ ઊંચકવાનો હતો. અમે બસમાં ગોઠવાયા. બંને ગાઈડે અમને આવકાર આપ્યો અને પોતાનો પરિચય આપ્યો. અમારા ગાઈડનું નામ હતું વિક્ટર. ગાઈડ યુવતીનું નામ હતું ઈડા. બંને હસમુખ હતાં. પરંતુ તેમના બોલવામાં સોવિયેટ યુનિયનની કડક ધાકનો અણસાર સમજદારને આવ્યા વગર રહે નહિ. તેઓ ઓછું બોલે, સમજાવવાનું બધું જ સમજાવે, પણ એવા હોશિયાર છે તમારા પ્રશ્નનો જવાબ યુક્તિપૂર્વક ટાળી દે. સોવિયેટ યુનિયનમાં તે વખતે પ્રજા એકંદરે એટલી દબાયેલી હતી કે જવલ્લે જ કોઈ બે-ચાર માણસો અંદરઅંદર વાદવિવાદ કરે. અજાણ્યાની સાથે તો તેઓ બોલે પણ નહિ એટલું જ નહિ, સ્મિત પણ ન ફરકાવે. સ્ટલિનના વખતની એ ધાક હજી પણ ચાલુ રહેલી વરતાતી હતી. દરેક જગ્યાએ ફરજ ઉપર ઓછામાં ઓછી બે વ્યક્તિઓ હોય જ અને એ બંને વ્યક્તિ ૧૪ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.002037
Book TitlePassportni Pankhe Part 2
Original Sutra AuthorN/A
AuthorRamanlal C Shah
PublisherMumbai Jain Yuvak Sangh
Publication Year1998
Total Pages282
LanguageGujarati
ClassificationBook_Gujarati & Travelogue
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy