________________
કિએવનો ગાઈડ વિક્ટર એકબીજી ઉપર દેખરેખ રાખે, ક્યારેક જાસૂસી પણ કરે. રાજય વિરુદ્ધ કોઈ બોલતું હોય તો તરત બીજી વ્યક્તિ ચાડી ખાય કે જેથી ગુનામાંથી પોતે બચી જાય. સ્ટેલિને રાજ્ય વિરુદ્ધ અભિપ્રાય ઉચ્ચારનારા કેટલાય લોકોને મરાવી નાખ્યા હતા; અનેકને જેલ ભેગા કરી દીધા હતા કે સાઈબિરિયાની કડકડતી ઠંડીમાં કૉન્સન્ટેશન કેમ્પની અંદર ધકેલી દીધા હતા કે જ્યાં સખત મજૂરી કરીને અને ઠંડીમાં ઠૂંઠવાઈને તેઓ થોડા વખતમાં મોતને શરણ થતા. ૧૯૮૦માં પ્રેસિડેન્ટ બેઝનેવના વખતમાં સ્ટેલિનનાં પૂતળાં નીકળી ગયાં હતાં, પણ વાતાવરણ હજુ એવું જ ભયભીત અને તંગ હતું. અમારા પ્રવાસ દરમિયાન અમે જોયું હતું કે સ્ટેલિન વિશે, લેખક સોઝેનિત્સિન વિશે કે એવા બીજા કોઈ સંવેદનશીલ વિષય વિશે કોઈ એક શબ્દ પણ ઉચ્ચારવા તૈયાર ન હતું. કોઈ એ વિશે ગાઈડને પ્રશ્ન કરે તો ગાઈડ તરત જ કહી દે કે ‘મહેરબાની કરીને મને એ વિશે પ્રશ્ન પૂછશો નહિ.' - અમારી બસ ચાલી. કિએવનો પરિચય આપતાં વિકટરે કહ્યું, 'કિએવ સોવિયેટ યુનિયનનું જૂનામાં જૂનું શહેર છે. પંદરસો વર્ષ પહેલાં એની સ્થાપના થયેલી. અગિયારમાં સૈકામાં કિએવન રૂસ' નામનું આ મોટું શક્તિશાળી રાજય હતું. ત્યારે રશિયા અને યુક્રેઈન એવાં જુદાં રાજ્યો નહોતાં, પણ રૂસ નામનું એક જ વિશાળ રાજ્ય હતું. એમાં યુક્રેઈન, રશિયન અને બાયલોરશિયન એવી ત્રણ મુખ્ય પ્રજાઓ હતી અને તે પરસ્પર સુમેળથી રહેતી. જ્યારે પણ બહારથી કિએવન રૂસ ઉપર કોઈ ચડાઈ થતી ત્યારે ત્રણે પ્રજા સંગઠિત થઈને બરાબર સામનો કરતી, પરંતુ સોળમા સૈકામાં બહારનાં આક્રમણ સામે કિએવન રૂસ ટકી શક્યું નહિ. તે વખતે યુક્રેઈન અને રશિયા એવા બે ટુકડા થયા. સત્તરમા સૈકામાં ફરી યુક્રેઇન અને રશિયા એક થઈ ગયાં. ૧૯૧૭ના ઑકટોબરમાં રશિયામાં જ્યારે ક્રાંતિ થઈ ત્યારે યુકેઈનને સ્વતંત્ર રાજ્ય તરીકે માન્યતા મળી.
ખળખળ વહેતી નીપર નદીના કિનારે આવેલું કિએવ શહેર રળિયામણું લાગ્યું. વૃક્ષો અને મકાનો બને સોહામણાં હતાં. વિક્ટરે કહ્યું, ‘કિએવ યુક્રેઇનની પ્રાચીન નગરી છે, પણ તમે મને કહેશો કે આ બધાં મકાનો કેટલાં જૂનાં હશે ?'
અમારામાંથી કોઈકે કહ્યું, ‘દોઢસો-બસો વર્ષ જૂનાં તો હશે જ.” વિકટરે કહ્યું, “ના, આ મકાનો લગભગ પાંત્રીસ વર્ષથી વધારે જૂનાં નથી.”
સાચે જ ?'
'હા. બીજા વિશ્વયુદ્ધ વખતે જર્મનીએ કાળા સમુદ્રને રસ્તે યુક્રેઈન ઉપર આક્રમણ કર્યું. ૧૯૪૧ થી ૧૯૪૫ સુધી ભયંકર લડાઈ થઈ. લાખો માણસો માર્યા ગયા. આખું કિએવ બૉમ્બમારામાં જમીનદોસ્ત થઈ ગયું. જર્મનીએ યુક્રેઈન ઉપર કબજો મેળવવા ઘણો ભોગ આપ્યો. પરંતુ અમારી પ્રજા ખમીરવાળી. અમારા સૈનિકોએ ભારે પ્રતિકાર કર્યો. છેવટે અમે જીત્યા. વિજય પછી અમારા લોકો એટલા કામમાં લાગી ગયા કે દોઢ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org