________________
પાસપોર્ટની પાંખે - ઉત્તરાલેખન બે વર્ષમાં તો જાણે આખું નગર નવેસરથી બંધાઈ ગયું. એટલે તો સોવિયેટ યુનિયને કિએવને બહાદુર નગરી'નો ઈલ્કાબ આપ્યો હતો. થોડાંક વર્ષમાં તો યુક્રેઇન ખેતીવાડી અને વેપારઉદ્યોગ, વિજ્ઞાન અને ટેકનોલોજી, સંગીત અને નાટ્યકલા વગેરે ઘણી બાબતોમાં સોવિયેટ યુનિયનનું અત્યંત પ્રગતિશીલ રાજય બની ગયું.
હવે ગાઈડ યુવતી ઈડાએ માઈક હાથમાં લીધું. એણે કહ્યું, તમે હમણાં જોઈ તે નીપર નદી યુક્રેઈનની સૌથી મોટી નદી છે. બંને કાંઠે નાનીમોટી ટેકરીઓ વચ્ચેથી તે વહે છે. નીપરને લીધે યુક્રેઇનની ભૂમિ ફળદ્રુપ છે. આબોહવા ગમી જાય એવી માફક છે. કિએલમાં ચેસ્ટનટ, મેપલ અને પોપ્લરના ઘટાદાર વૃક્ષો નૈસર્ગિક સૌંદર્યમાં વૃદ્ધિ કરે છે. અમારા લોકોનો વૃક્ષપ્રેમ એટલો બધો છે કે યુક્રેઈનના સરકારી પ્રતીક તરીકે ચેસ્ટનટનું વૃક્ષ છે.'
અમારી બસ હોટેલ પર આવી પહોંચી. હોટેલનું નામ પણ નીપર હતું. હોટેલમાં દાખલ થયા પછી અમારા બધાના પાસપોર્ટ લઈ લેવામાં આવ્યા અને વિસા કાર્ડ આપવામાં આવ્યાં. દરેકને રૂમની ચાવી આપવામાં આવી અને સ્નાન વગેરેથી પરવારવા માટે કલાકનો સમય આપવામાં આવ્યો.
ચા-નાસ્તો ક્યાં પછી અમને શહેરમાં ફરવા લઈ ગયા. બસમાં આગળની સીટમાં બેસવા મળ્યું એટલે વિક્ટર સાથે વાતચીત કરવાની મને તક મળી. વિકટર યુવાન અને હસમુખો હતો. તેણે યુનિવર્સિટીમાં અનુસ્નાતક કક્ષાનો અભ્યાસ કર્યો હતો. રશિયન સાહિત્ય એનો મુખ્ય વિષય હતો. અંગ્રેજી ભાષા ઉપર તેનું પ્રભુત્વ સારું હતું. હું મુંબઈ યુનિવર્સિટીમાં સાહિત્યના વિષયનો અધ્યાપક છું એ જાણીને વિકટરને પણ મારી સાથે વાત કરવાનું ગમ્યું. એક વિશાળ રસ્તા આગળથી બસ પસાર થઈ ત્યારે એણે મને કહ્યું, (ડૉ. શાહ, તમને જાણીને આનંદ થશે કે આ સ્ટ્રીટનું નામ તોસ્તોય સ્ટ્રીટ છે.'
તૉસ્તોયનું નામ સાંભળી મને એમના વતન યાસ્નાયા પોલિયાનાની મુલાકાતનું સ્મરણ તાજું થયું.
અમને પ્રથમ સેંટ સોફિયાનું ચર્ચા જોવા લઈ ગયા. સોવિયેટ યુનિયનનું તે જૂનામાં જૂનું ચર્ચ છે. ત્યાર પછી અમને શહેરના મધ્ય ભાગમાં પ્લાડિમિસ્કાયા ગોરકા' નામની ટેકરી પર લઈ જવામાં આવ્યા. ત્યાંથી ચારેબાજુ પથરાયેલાં કિએવ શહેરનાં અને ખળખળ વહેતી નીપર નદીનાં દર્શન થયાં. કિએવામાં એટલાં બધાં વૃક્ષો છે કે મકાનો જાણે વૃક્ષોની અંદર સંતાકૂકડી રમતાં હોય એમ લાગે. પાછા ફરતાં અમને કેશ્ચારિક નામના મુખ્ય માર્ગ ઉપર લટાર મારવા માટે થોડોક સમય આપવામાં આવ્યો. આપણે જાણે બજારમાં નહિ પણ બગીચામાં ફરતાં હોઈએ એવું લાગે. ગાઈડે કહ્યું કે ‘કિએવ શહેરમાં બે હજાર કરતાં વધુ નાનીમોટી ગલીઓ અને રસ્તાઓ છે. એમાં એક
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org