________________
પાસપોર્ટની પાંખે - ઉત્તરાલેખન ‘એટલે જ કહું છું કે ચાલો મારી સાથે મારે ઘરે. તમને મારી કારમાં લઈ જઈશ. આપણે ત્યાં સાથે જમીએ. તમને હોટેલ પર પાછા પહોંચાડવાની જવાબદારી મારી. પછી તમને શો વાંધો છે ?'
કેટલીક આનાકાની પછી મેવાસિંગના ઘરે જમવા જવાનું નક્કી થયું. મેવાસિંગ હર્ષમાં આવી ગયા. તરત ઘરે ફોન જોડ્યો અને જમવા માટે સૂચના આપી દીધી.
અમે મોટરમાં મેગાસિંગને ઘરે જવા ઊપડ્યા. રસ્તામાં એમની સાથે વાત કરતાં જાણવા મળ્યું કે પોતે એકવીસ વર્ષની ઉમરે પરણ્યા અને બે વર્ષમાં વિધુર થયા. પછી લગ્ન કરવાની એમની બિલકુલ ઈચ્છા નહોતી. પણ વખત જતાં જીવનમાં એકલતા લાગવા માંડી. એટલે પિસ્તાલીસ વર્ષની ઉમરે એક મિત્રની ભલામણથી યમુના નામની એક વિધવા શિક્ષિકા સાથે લગ્ન કર્યા. એમનું દામ્પત્યજીવન ઘણી સારી રીતે ગોઠવાઈ ગયું હતું. એમનો વ્યવસાય મોટા ઑર્ડર પ્રમાણે, ડિઝાઈન અનુસાર કપડાં સીવી આપવાનો હતો. સ દરજીઓ કામ કરે અને પોતાને માત્ર દેખરેખ રાખવાની. બધી રીતે સુખી હતા. એક માત્ર દીકરાની ખોટ હતી. તે પણ ભગવાને આપી દીધો. એમના સંતાનમાં એક માત્ર રામુ હતો.
લગભગ એક કલાકના રસ્તા પછી મેવાસિંગનું ઘર આવ્યું. ગાડીમાંથી ઊતરી અમે મેવાસિંગના ઘરમાં ગયા. ઘરમાં દાખલ થતાં જ મેવાસિંગે ઉત્સાહપૂર્વક ભાવભર્યા લહેકાથી બૂમ પાડી. (રા...!! બેટા...રામુ !' ત્યાં એમનાં પત્નીએ રસોડામાંથી બહાર આવી કહ્યું, ‘રામુ બહાર ગયો છે. પડોશના છોકરાઓ અને સાથે રમવા લઈ ગયા છે. હવે આવવો જોઈએ.”
મેવાસિંગે પોતાનાં પત્ની યમુનાબહેનનો પરિચય કરાવ્યો. પછી તેઓ તરત રામુ માટે બૂમ પાડતા બહાર નીકળ્યા. અમે સોફામાં ગોઠવાયા. એટલામાં એક કાળા ભૂખરા રંગનો અલ્સેશિયન કૂતરો ઘરમાં દાખલ થયો. એ અમારા ચારેના પગ સુંઘવા લાગ્યો. યમુનાબહેને કહ્યું, “ગભરાશો નહિ, એ તમને કરડશે નહિ.”
મેવાસિગે સરસ મઝાનો કૂતરો પાળ્યો છે એમ જોતાં જ અમને લાગ્યું. એવામાં મેવાસિંગ બહારથી બોલતાં બોલતાં આવતા દેખાયા, “અરે રામુ.. તું આવી ગયો છે ? હું તને શોધવા નીકળ્યો હતો.'
રામ ક્યારે ઘરમાં આવ્યો અને ક્યાં જતા રહ્યો એની અમને ખબર પડી નહિ. ત્યાં કૂતરો મેવાસિંગ તરફ બહાર દોડ્યો અને બે પગે ઊંચો થઈ એમની સાથે ગેલ કરતો કરતો ઘરમાં આવ્યો.
મેવાસિંગે પરિચય કરાવ્યો, “આ મારો બેટો રામુ.' એમણે કૂતરાને કહ્યું, “જા બેટા... મહેમાનો સાથે હાથ મિલાવ.'
અમે આશ્ચર્યમાં પડ્યા. પૂછ્યું, જે દીકરાની તમે વાત કરતા હતા તે આ ?'
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org