SearchBrowseAboutContactDonate
Page Preview
Page 258
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૭ સત્તર માઈલનો સાગરકાંઠો સાગરકાંઠો નિહાળવા માટે શું દાખલ-ફી આપવી પડે ? હા, અમેરિકામાં સત્તર માઇલનો એક સાગરકાંઠો છે જે નિહાળવો હોય તો દાખલ-ફી આપવી જ પડે છે. એવાં નાણાં ખર્ચવાની જરૂર શી ? કારણ કે ત્યાં એવું કશુંક અવનવું જોવા જેવું છે. રોજેરોજ અને શનિ-રવિ તો ખાસ સેંકડો, હજારો માણસો એ સાગરકાંઠો જોવા જાય છે. ત્યાં આખા દિવસની ઉજાણી પણ માણે છે. અંગત માલિકીની એ જાગીર છે અને પ્રવાસીઓ માટે ત્યાં એવી સરસ સુવિધા પણ છે. અમેરિકામાં સાન્ફ્રાન્સિસ્કોમાં અમે હતાં ત્યારે થોડે દૂર આવેલાં બે સ્થળે જવાનું વિચાર્યું હતું. એક તે રહસ્યમય સ્થળ (Mystery Spot) અને બીજું તે સત્તર માઈલનો સાગરકાંઠો (17 MILE DRIVE). દુનિયામાં અમેરિકા એક એવો તગડો દેશ છે કે જેને બે મહાસાગરના લાંબા કિનારાનો લાભ મળ્યો છે : પૂર્વ બાજુ ઍટલાન્ટિક અને પશ્ચિમ બાજુ પેસિફિક. રહસ્યમય સ્થળ જોવા માટે અમે પેસિફિકના કિનારે આવેલા સાન્તાક્રુઝ નામના શહેરમાં ગયા. સાન્તાક્રુઝ નામ સાંભળતા જ મુંબઈનું સાન્તાક્રુઝ યાદ આવે. ‘સાન્તાક્રુઝ’ શબ્દ સ્પેનપોર્ટુગલની ભાષાનો છે. સાન્તાક્રુઝ એટલે સન્તનો (ઈશુ ખ્રિસ્તનો) ક્રૉસ (વધસ્તંભ). સ્પેન અને પોર્ટુગલના ખ્રિસ્તી સાહસિક ધર્મશ્રદ્ધાળુ શોધસફરીઓ ઈસવીસનના ચૌદમા, પંદરમા, સોળમા સૈકામાં દરિયાઈ માર્ગે દુનિયાના ઘણા પ્રદેશોમાં ઘૂમી વળ્યા અને જ્યાં જ્યાં પોતાનાં થાણાં સ્થાપ્યાં અને દેવળ બાંધ્યાં ત્યાં એવાં કેટલાંયે સ્થળોને તેઓએ ‘સાન્તાક્રુઝ’ નામ આપ્યું. સ્પેન-પોર્ટુગલ ઉપરાંત બ્રાઝિલ, આર્જેન્ટિના, ચીલી, બોલિવિયા, મેક્સિકો, પેરુ, ક્યુબા, કેલિફોર્નિયા, આફ્રિકા, ફિલિપાઇન્સ, મુંબઇ વગેરેમાં સાન્તાક્રુઝ આવેલાં છે. અમે ઘરેથી નીકળી સાન્તાક્રુઝ બંદરે મિસ્ટરી સ્પૉટ પહોંચ્યા. સાન્તાક્રુઝમાં ડુંગર પર આ એક એવી જગ્યા છે કે જ્યાં માણસ પોતાનું સમતોલપણું જાળવી શકતો નથી. ગુરુત્વાકર્ષણનો નિયમ ત્યાં કંઈક વાંકો પ્રવર્તતો હોય એમ લાગે છે. સમતોલપણું જાળવવું હોય તો વાંકા ઊભા રહેવું પડે. સમાંતર જગ્યાએ સામસામે થોડે છેટે ઊભેલી બે વ્યક્તિઓ એકબીજાને કદમાં ઊંચીનીચી દેખાય છે. નીચાણમાં ગબડાવેલો દડો ધીમેધીમે પોતાની મેળે પાછો ઊંચો આવે છે. અહીં લાકડાની એક ઢળતી કુટિર બાંધી Jain Education International રા For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.002037
Book TitlePassportni Pankhe Part 2
Original Sutra AuthorN/A
AuthorRamanlal C Shah
PublisherMumbai Jain Yuvak Sangh
Publication Year1998
Total Pages282
LanguageGujarati
ClassificationBook_Gujarati & Travelogue
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy