SearchBrowseAboutContactDonate
Page Preview
Page 112
Loading...
Download File
Download File
Page Text
________________ રોટોમુચ્યા ૯૫ અસર થવા દેશો નહિ. તમે પ્રસન્નતાપૂર્વક ભોજન લેજો. આજે ભલે એ રિસાઈ હોય, બીજી વાર આવીશ ત્યારે એને મનાવી લઈશ. સ્ત્રીનું ચરિત્ર જ એવું હોય છે. સ્ત્રીને ઓળખવી એ કોઈ સહેલી વાત નથી.’ હાંગીના જમણ પછી છેલ્લે આઇસક્રીમ અને પછી કૉફી આવ્યાં. કૉફી પીતાં પીતાં જોને કહ્યું, 'હવે થોડી વારમાં આપણે બસમાં બેસી આપણી મોટેલ પર જઈશું. ત્યાં રાત રોકાવાનું છે, હવે તમારો અભિપ્રાય પૂછી લઉં. પોલીનને બોલાવવાનો એક વાર છેલ્લો પ્રયત્ન કરી લઉં?’ ‘ના, હાથે કરીને ફરીથી અપમાનિત થવાની શી જરૂર ?' કોઈકે કહ્યું. ‘આવી ખાઈને તો જિંદગીભર બોલાવવી ન જોઈએ.' બીજાએ કહ્યું. કોઈકે વળી જુદો અભિપ્રાય આપ્યો, ‘આપણે બધા પ્રવાસીઓ પોતપોતાના ગામે ચાલ્યા જઇશું. જોનને તો વારંવાર અહીં આવવાનું છે, ભલે બિચારો એક વાર પ્રયાસ કરી જુએ.' એટલામાં અમારા કૉફીના કપ ઉઠાવવા પોલીન અમારા ટેબલ પર આવી પહોંચી. જોને લાડથી ટહુકો કર્યો : ‘પો..લી..ન.’ પોલીને જ્હોનની સામે જોયું. એક ક્ષણ થંભી અને એની સામે તાકી રહી. પછી જોરથી ખડખડાટ હસતી બોલી ઊઠી, ‘અરે જોન, તમે છો ? માફ કરજો, મહેમાનોનું ધ્યાન રાખવામાં હું મગ્ન હતી, એટલે મારું તમારા તરફ ધ્યાન ન ગયું.' પછી એણે મહેમાનોને વિનંતી કરી, ‘મારે માટે જગ્યા કરો, પ્લીઝ. મારે મારા વહાલા દોસ્ત હોનની સાથે બે મિનિટ બેસવું જોઇએ. એને કદાચ માઠું લાગ્યું હશે.' જોનની બાજુના પ્રવાસી આઘા ખસ્યા. પોલીન જોનની બાજુમાં બેઠી. એના ગાળામાં હાથ નાખી બોલી, ‘જ્હોન, તમને મળ્યા વગર મને કેમ ગમે ?' પછી જહોને અમારા બધાંનો પરિચય કરાવ્યો. બધાંની સાથે એણે હાથ મિલાવ્યા. તે ખુશખુશાલ જણાતી હતી. થોડી વાર બેસી એણે કહ્યું, 'ભલે... હું જાઉં. હમણાં હું કામમાં રોકાયેલી છું. પણ બસ ઉપર તમને બધાંને વળાવવા જરૂર આવીશ. મારી રાહ જોજો.' પોલીન અમારા ખાલી કપ ઉઠાવીને ગઈ અને પોતાના કામમાં પરોવાઈ ગઈ. કંઈક ખિન્ન થયેલું વાતાવરણ પાછું પ્રસન્ન થઈ ગયું. ‘સારું થયું કે આપણે એને છેલ્લે બોલાવી. નહિ તો આપણે એક ખોટી છાપ લઈને જાત અને બિચારીને અન્યાય થાત.’ કોઈકે એના માટે હમદર્દી બતાવી. ‘સ્ત્રીઓનો કોઈ ભરોસો નહિ. ઘડીકમાં રાજી અને ઘડીકમાં ખિન્ન’. કોઈકે પોતાની ફિલસૂફી હાંકી. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.002037
Book TitlePassportni Pankhe Part 2
Original Sutra AuthorN/A
AuthorRamanlal C Shah
PublisherMumbai Jain Yuvak Sangh
Publication Year1998
Total Pages282
LanguageGujarati
ClassificationBook_Gujarati & Travelogue
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy