________________
પાસપોર્ટની પાંખે - ઉત્તરાલેખન ‘મને તો એ નાટકી લાગી. કેટલીક અભિમાની સ્ત્રીઓનો એવો સ્વભાવ હોય છે. સાવ સામાન્ય સ્ત્રી પણ આટલી ઉદ્ધત ન થઈ શકે.' એક મહિલા યજમાને અભિપ્રાય ઉચ્ચાય.
માઓરી લોકનૃત્ય અને હાંગીના ભોજનનો અમારો કાર્યક્રમ પૂરો થયો. મહેમાનો વિદાય લેવા લાગ્યા. માઓરી યુવયુવતી સૌને વિદાય આપવા હોટેલના દરવાજાને છેડે હારબંધ ઊભાં રહી ગયાં. હસીને માથું નમાવતાં હતાં. પોલીન પણ એમાં ઊભી હતી. અમારા ગ્રુપને ભાવભરી વિદાય એણે લળીલળીને આપી.
અમે સૌ બસમાં ગોઠવાયાં. બધાં જ આવી ગયાં હતાં. જહોન પણ પોતાની સીટમાં બેસી ગયો હતો. એણે કહ્યું, “આપણે પોલીનની રાહ જોઈશું? એણે પોતે કહ્યું છે એટલે આવી તો જોઈએ. જો ત્રણચાર મિનિટમાં ન આવે તો આપણે જઈશું. બરાબર છે ?'
‘ભલે થોડી વધારે રાહ જોવી પડે, પણ એને આવવા દો.' કેટલાક બોલ્યા.
ત્યાં તો પોલીન દોડતી આવી. બસનાં પગથિયાં ચડી જહોન પાસે ઊભી રહી. પછી માઈકમાં બોલી, 'બસ, તમારાં બધાંનો આભાર માનવા અને ગુડ-બાય કરવા આવી છું. ફરી ન્યૂઝીલેન્ડ આવો તો જરૂર અમારી હોટેલની મુલાકાત લેશો. તમારા ગાઈડ તો કેટલા બધા મળતાવડા, હસમુખા અને રમૂજી સ્વભાવના છે. મારા તો એ ખાસ મિત્ર છે. હવે તમે બધાં જાઓ છો ત્યારે મારે માત્ર આટલો જ ખુલાસો કરવો છે. તમને બધાને જહોન સાથેનું શરૂઆતનું મારું વર્તન ગમ્યું નહિ હોય, ખરું ને ?'
“સાચે જ.' તમને મારે માટે અને સ્ત્રીઓ માટે જાતજાતના વિચારો રૂક્યાં હો, ખરું ને ?' ‘બરાબર.'
એ માટે હું તમારાં બધાંની માફી માગું છું, પણ હું ખાતરી આપું છું કે તમે બીજી વાર અહીં આવશો ત્યારે પણ હું એ પ્રમાણે જ વર્તીશ.”
વર્તીશ કે નહિ વતું ?' પોલીનની ભૂલ સુધારવા બધાં બોલી ઊઠ્યાં. હસતી હસતી એ બોલી, વર્તીશ, વર્તાશ અને વર્તીશ, કેમ હોન, બરાબર છે ને ?'
‘બરાબર છે', હોને કહ્યું. જહોને સમજ્યા વગર ટાપશી પુરાવી હોય એમ લાગ્યું. બોલવામાં કંઈ ગેરસમજ થતી અમને લાગી. કોઈકે કહ્યું, 'જહોન, તમને કંઈ સ્વમાન જેવું છે કે નહિ? પોલીન શું બોલે છે તે બરાબર સમજાયું ?'
ત્યાં બંને ખડખડાટ હસી પડ્યાં. પોલીને કહ્યું, “હું ફરી વાર પણ એ પ્રમાણે જ વર્તીશ, કારણ કે મારું અને જહોનનું એ ગોઠવેલું નાટક હોય છે.'
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org