SearchBrowseAboutContactDonate
Page Preview
Page 49
Loading...
Download File
Download File
Page Text
________________ કર પાસપૉર્ટની પાંખે - ઉત્તરાલેખન Warની તૈયારી કરી હતી. આ યુદ્ધની નેતાગીરી બિલ જ્હોનસન અને વિલિયમ મૅકેન્દ્રીએ લીધી હતી. બિલ જ્હોનસને આ નદીમાં એક બ્રિટિશ વહાણ ડુબાડી દીધું અને અંગ્રેજોને ભગાડ્યા. હવે વિજય હાથવેંતમાં હતો. આ વિજય મેળવવાના ઉત્સાહમાં તેઓ બધા આવી ગયા. વિજયકૂચની આગલી રાતે તેઓએ વિજય માટેની મિજબાની રાખી. એમાં બંને નેતાઓ બિલ જ્હોનસન અને વિલિયમ મૅકેન્ઝીએ એટલો બધો દારૂ ઢીંચ્યો કે સવારે છેલ્લું આક્રમણ કરવા તેઓ ઊઠી શકયા નહિ. આગેકૂચ કરવા માટે સૈનિકો રાહ જોતા રહ્યા. એવામાં અંગ્રેજોનો હુમલો આવ્યો. નાસભાગ ચાલુ થઈ. વિજય પરાજયમાં ફેરવાઈ ગયો. બિલ જ્હોનસન અને વિલિયમ મૅકેન્ઝી ઊંઘમાંથી બેબાકળા ઊઠ્યા અને ભાગ્યા. એમાં મૅકેન્દ્રી પકડાઈ ગયો, બિલ જ્હોનસન આ ડેવિલ્સ આઇલૅન્ડમાં કયાંક સંતાઈ ગયો. અંગ્રેજોનું કૅનેડા ઉપરનું શાસન ફરી વ્યવસ્થિત ચાલવા લાગ્યું. તેઓએ યુદ્ધ ગુનેગાર બિલ જ્હોનસનને પકડવા માટે વૉરંટ કાઢ્યું પણ તે ક્યાંયથી પકડાયો નહિ. બિલ જ્હોનસન આ ટાપુની ગીચ ઝાડીમાં એક જૂના મકાનમાં સંતાઈ ગયો. કોઈને એની ભાળ મળી નહિ. એક માત્ર એની દીકરીને ખબર હતી કે પોતાના પિતા કયાં સંતાયા છે. તે રોજ પિતાને છાનીમાની ખાવાનું આપી આવતી. એમ કરતાં વરસ વીતી ગયું. હવે બિલ જ્હોનસન થાક્યો. છેવટે એ જાતે અંગ્રેજોને શરણે ગયો. સત્તાવાળાઓએ એની ધરપકડ કરી, પણ વાત હવે એટલી જૂની થઈ ગઈ હતી કે તેઓએ બિલ જોનસનને માફી આપી અને આ ટાપુઓનો અને જલવિસ્તારનો તે ભોમિયો હોવાથી એને એક દીવાદાંડીના રખેવાળ તરીકે નોકરી આપી. બીજો એક દ્વીપ બતાવીને, લોરેન્સ નદીમાં અને એના વિસ્તારમાં બનેલી એક વિચિત્ર ઘટના વિશે ગાઇડે કહ્યું, ‘ઈ.સ. ૧૯૭૦ની આસપાસ ન્યુ મેક્સિકોથી એક બહુ શ્રીમંત વેપારી આ વિસ્તારમાં આવ્યો હતો. એનું નામ એરિક હન્ટર. જુદા જુદા જલપ્રદેશમાં જઈ માછલાં પકડવાં એ એની શોખની પ્રવૃત્તિ હતી. તે સેન્ટ લોરેન્સ નદીમાં પોતાની હોડી લઈને આવી પહોંચ્યો, માછલાં પકડતાં પકડતાં એક દિવસ એનો વાંસડો નદીના પાણીમાં ફસાઈ ગયો. એણે ઘણું જોર કરી ઝાટકો મારી વાંસડો ખેંચ્યો તો પાણીમાંથી નીચેથી પતરાંની એક નાની પેટી ભરાઈ આવી. એને લાગ્યું કે જરૂર નીચે કોઈ વહાણ ડૂબી ગયું હોવું જોઇએ. એની વાત સાચી હતી. લોઢાની પેટીમાંથી એક ડાયરી નીકળી. જર્મનીના કૅપ્ટન ગૂંથરની એ લખેલી હતી. એ ડાયરીના અહેવાલ પ્રમાણે બીજા વિશ્વયુદ્ધ વખતે કૅપ્ટન ગૂંથરને કેટલાક ખલાસીઓ અને નાવિકો સાથે જર્મનીએ અમેરિકા અને કૅનેડાની સરહદમાં નાની યુદ્ઘનૌકા લઈને જાસૂસી કરવા મોકલ્યો હતો. ગુપ્ત માહિતી મેળવી એણે વાયરલેસ દ્વારા તે જર્મની પહોંચાડવાની હતી. તે સેન્ટ લોરેન્સ નદીમાં નાની યુદ્ધનૌકા લઈને ઘૂસ્યો હતો. લોરેન્સ નદીમાં આવ્યા પછી પોતાની યુદ્ઘનૌકા પકડાય નહિ એ માટે એણે રાતોરાત એનાં રૂપરંગ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.002037
Book TitlePassportni Pankhe Part 2
Original Sutra AuthorN/A
AuthorRamanlal C Shah
PublisherMumbai Jain Yuvak Sangh
Publication Year1998
Total Pages282
LanguageGujarati
ClassificationBook_Gujarati & Travelogue
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy