SearchBrowseAboutContactDonate
Page Preview
Page 150
Loading...
Download File
Download File
Page Text
________________ તોબા ૧૩૩ વાગ્યા અને એક સ્ટીમ લૉંચ આવીને સાવ નજીક ઊભી રહી. એમાંથી એક પછી એક એમ છ છોકરીઓએ સમુદ્રના પાણીમાં ઝંપલાવ્યું. છોકરીઓએ પગ સુધીનો લાંબો પહેરવેશ પહેર્યો હતો. માથે ટોપી પહેરેલી હતી. કમરે એક દોરડું બાંધ્યું હતું અને આઠદસ ફૂટ લાંબા એ દોરડાને છેડે લાકડાનો ગોળ મોટો ટોપલો પાણીમાં તરતો રહે અને છોકરી પાણીમાં નીચે ડૂબકી મારી, હાથમાં ઑઈસ્ટર લઈ પાણીની સપાટી ઉપર આવે અને પોતાના ટોપલામાં તે ઑઇસ્ટર નાખે. ટોપલો આઘો ન ચાલ્યો જાય માટે દોરડાથી બાંધેલો રહે. અમે ગાઇડને પૂછ્યું કે ‘આ કામ માટે નાની છોકરીઓ જ કેમ પસંદ કરવામાં આવે છે !' ગાઇડે કહ્યું, 'પુરુષો આ કામ ન કરી શકે એવું નથી, પરંતુ આ વ્યવસાયમાં સ્પર્ધા ઘણી છે. એટલે સસ્તા દરે મજૂરી કરવા માટે આવી નાની છોકરીઓ મળી રહે છે. એકંદરે મધ્યમ વર્ગની આ છોકરીઓ હોય છે. નાની અને સશક્ત હોવાથી પાણીમાં ઘણા કલાક તરવાનો અને ડૂબકી મારવાનો થાક તેમને ઓછો લાગે.’ ગાઇડ અમને સમજાવતી હતી. ડૂબકી મારનારી છોકરીઓને ડૂબકી મારવાની સૂચના અપાય એટલી વારમાં તો કાળાં ડિબાંગ વાદળાં આકાશમાં ઊમટી આવ્યાં અને અચાનક જ તૂટી પડ્યાં. ધોધમાર વરસાદ ચાલુ થઈ ગયો. અમે બધાં પ્રવાસીઓ દોડીને પાસેના મકાનમાં ભરાઈ ગયાં. વરસાદ વધવા લાગ્યો. જોરદાર પવનના સુસવાટા થવા લાગ્યા. સાથે સાથે વીજળીના કડાકા પણ શરૂ થઈ ગયા. વાધાઝોડા જેવું વાતાવરણ થઈ ગયું. અમે સલામત સ્થળે ભરાઈ ગયાં, પણ ઠંડા પાણીમાં પેલી ડૂબકીમાર છોકરીઓનું શું થતું હશે એ વિચારે અમે અસ્વસ્થ થઈ ગયા. ગાઇડે કહ્યું, ‘એની ફિકર ન કરો. અમારી આ છોકરીઓ આવી મુશ્કેલીભરી પરિસ્થિતિથી ટેવાઈ ગઈ હોય છે.' વીજળીના કડાકા વધવા માંડ્યા. અમારી સાથેની કેટલીક અમેરિકન વૃદ્ધ મહિલાઓના ચહેરા પર ગભરાટની નિશાની જણાતી હતી. વાદળાં, વરસાદ, વાયુ અને વીજળી એ ‘વ’થી શરૂ થતા શબ્દોએ બીજા બે શબ્દોને પણ વેગ આપ્યો - વ્યાકુળતા અને વ્યથા. લગભગ પચીસેક મિનિટ વાવાઝોડા જેવી સ્થિતિ ચાલી. છેવટે પવન ધીમો પડ્યો. વાદળાં વીખરાવાં લાગ્યાં. વીજળીના કડાકા બંધ થઈ ગયા. અમને થયું કે હવે છોકરીઓનો કાર્યક્રમ બંધ રહેશે, પણ ગાઇડે કહ્યું કે ‘ના, એ ચાલુ જ રહેશે.’ હવે થોડા થોડા છાંટા પડતા હતા. અમે બહાર નીકળ્યાં. અમને દરેકને રંગબેરંગી છત્રી આપવામાં આવી. અમે પાછાં પ્લૅટફૉર્મ પર પહોંચ્યાં. જોયું તો સમુદ્રમાં ડૂબકીમાર છોકરીઓ પોતપોતાના ટોપલા સાથે તરતી હતી. છોકરીઓ નાની હતી, પણ ફરજ માટેની જાગૃતિ એમનામાં ઘણી મોટી હતી. છોકરીઓની ફરજનિષ્ઠા નિહાળી અમે તેમને મનોમન ધન્યવાદ આપી Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.002037
Book TitlePassportni Pankhe Part 2
Original Sutra AuthorN/A
AuthorRamanlal C Shah
PublisherMumbai Jain Yuvak Sangh
Publication Year1998
Total Pages282
LanguageGujarati
ClassificationBook_Gujarati & Travelogue
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy