SearchBrowseAboutContactDonate
Page Preview
Page 151
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૩૪ પાસપોર્ટની પાંખે - ઉત્તરાલેખન રહ્યાં. પેટને ખાતર કુમળી કન્યાઓને કેવા કપરા સંજોગોમાં કાળી મજૂરી કરવી પડે છે એ જોઈ એમના પ્રત્યે અનુકંપાનો ભાવ પણ મારા મનમાં જાગી ગયો. સૂચના મળતાં છોકરીઓ શ્વાસ રોકી, ડૂબકી મારી, ઓઈસ્ટર લાવી, પોતાના ટોપલામાં નાખવા લાગી. પાણીમાંથી બહાર સપાટી પર આવતાં ફરી લાંબો શ્વાસ લેતી વખતે એમનાં મોઢાંમાંથી સિસોટી જેવો મંદ, ગંભીર અવાજ નીકળતો હતો. એ પ્રકારની ખાસ તાલીમ તેઓને આપવામાં આવી હોય છે. - ડૂબકીમાર કન્યાઓનો કાર્યક્રમ પૂરો થયો. ગાઈડ યુવતી અમને ટાપુ પર બીજા એક સ્થળે લઈ ગઈ. ત્યાં કોકિચી મિકિમોતોની કાંસામાંથી બનાવેલી ઊભી, હાથમાં લાકડી સાથેની, જાડો ઓવરકોટ અને ટોપી પહેરેલી પ્રતિમા એણે બતાવી. મિકિમતોના ચહેરા પર ખડતલપણું અને નિશ્ચયની મક્કમતા જણાતાં હતાં. મિકિમતોનો પરિચય આપતાં ગાઈડે કહ્યું : “થોડી વાર પછી આપણે કલ્યર્ડ મોતી બનાવવાની ટેકનિક જોવા જઈશું. એ ટેકનિકની શોધ કોકિચી મિકિમોતોએ કરી હતી. એમનો જન્મ અહીં તોબામાં ૧૮૫૮માં થયો હતો. મેંદાની સેવ બનાવીને વેચવાનો ધિંધો કરનાર એક સાધારણ સ્થિતિના જાપાની વેપારીના તેઓ સૌથી મોટા દીકરા હતા. તેઓ પિતાની દુકાનમાં કામ કરી પિતાને સહાય કરતા હતા. નાનપણથી જ તેઓ સ્વપ્નસેવી હતા અને કશુંક કરવાની તમન્નાવાળા હતા. તોબાના દરિયાકિનારે ઑઈસ્ટર માછલીમાંથી મોતી નીકળતાં, પણ તે કેટલાં બધાં ઓછાં અને કેટલી બધી મોંધી કિંમતે વેચાય ! અતિશય શ્રીમંત સ્ત્રીઓ જ મોતી પહેરે. પોતાના જેવા સાધારણ કુટુંબની સ્ત્રીઓને મોતી પહેરવા ન મળે. મિકિમતોને થયું કે આ બરાબર ન કહેવાય. મિકિમતોને વિચાર આવ્યો કે એવું કંઈ ન થઈ શકે કે જેથી દુનિયામાં સરેરાશ બધી સ્ત્રીઓને મોતી પહેરવા મળે ? પરંતુ એ માટે તો મોતીનું ઉત્પાહ્ન વધવું જોઈએ. પણ એ કેવી રીતે વધે ? મોતી તો કોઈક જ ઑઈસ્ટર બનાવે. બધી ઓઈસ્ટર મોતી કેમ ન બનાવી શકે ? તેવીસ વર્ષના યુવાન મિકિમોતો પોતાના ફાજલ સમયમાં દરિયાકિનારે બેસીને અવલોકન કરવા લાગ્યા. કેવી ઑઈસ્ટર ક્યારે અને કેવી રીતે મોતી બનાવે છે એનું નિરીક્ષણ રોજેરોજ કરતા રહ્યા. પછી તો મેંદાની સેવ બનાવવા કરતાં ઈસ્ટર, મોતી, છીપલાં એ બધાંમાં એમને વધુ રસ પડવા લાગ્યો. પોતાના સંશોધન અને અવલોકન માટે તે જાપાનના સમુદ્રકિનારે ઘૂમી વળ્યા. દક્ષિણમાં દૂર દૂર ઠેઠ ઓકિનાવા ટાપુ સુધી ફરી વળ્યા. દરેક સ્થળેથી કોથળા ભરીભરીને તેઓ જાતજાતનાં છીપલાં લેતા આવે અને તે બધાંનું નિરીક્ષણ કરે. આમ પોતાના સંશોધનપ્રયોગો થતા રહ્યા, પણ પરિણામ કશું આવે નહિ. ઘણી વાર તેઓ નિરાશ થઈ, માથે હાથ દઈ બેસી રહે. પ્રયોગો છોડી દેવાનો વિચાર કરે. વળી પાછો દઢ નિશ્ચય કરી ઉત્સાહવંત થઈ પ્રયોગો ચાલુ રાખે. એમ કરતાં કરતાં એક-બે નહિ, બાર વર્ષ વીતી ગયાં. એક દિવસ, ૧૧મી જુલાઈ ૧૮૯૩ના રોજ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.002037
Book TitlePassportni Pankhe Part 2
Original Sutra AuthorN/A
AuthorRamanlal C Shah
PublisherMumbai Jain Yuvak Sangh
Publication Year1998
Total Pages282
LanguageGujarati
ClassificationBook_Gujarati & Travelogue
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy