SearchBrowseAboutContactDonate
Page Preview
Page 83
Loading...
Download File
Download File
Page Text
________________ પાસપોર્ટની પાંખે - ઉત્તરાલેખન અભિવ્યક્તિમાં શરીર ફૂટવા જેવી સ્થિતિ હોય ત્યાંથી માંડીને બીજે છેડે બાહ્ય નિષ્ક્રિયતા અને અંતરમાં અપાર વેદના જેવી સ્થિતિ સુધીની વિવિધ દશા પ્રવર્તતી હોય છે. થોડા દિવસ પછી ટપાલના ખાના પાસે માજી મને મળી ગયાં. એવાં જ સ્વસ્થ હતાં. મેં કહ્યું, “માજી ! તમારા દીકરાના અવસાનના સમાચાર જાણીને મને દુઃખ થયું.' માજી બોલ્યાં, ગયો બિચારો !' “શું થયું હતું ?' “ઊંઘમાં જ ગયો. હાર્ટ બેસી ગયું હશે !' અમારી વાત આગળ ચાલી શકી નહિ. વાત લંબાવવાની એમની ઈચ્છા નહોતી, કારણ કે છૂટા પડવા માટે એમણે ડગલાં ચાલુ કરી દીધાં. આ ઘટના પછી કેટલાક દિવસ પસાર થઈ ગયા. દરમિયાન અમારા કુટુંબમાં એક શુભ અવસર સાંપડ્યો કે જે માટે હું તથા મારાં પત્ની અમેરિકા જઈને રહ્યાં હતાં. અમારી પુત્રવધૂ સૌ. સુરભિએ ૧૭મી માર્ચ ૧૯૯૧ના રોજ, ચૈત્ર સુદ એકમ, ગૂડી પડવાના પર્વદિને પુત્રને જન્મ આપ્યો. અમેરિકામાં હોસ્પિટલમાંથી નીકળતાં પહેલાં સંતાનનું નામ લખાવી દેવું પડે છે. પુત્રનું નામ “અચિંત' નોંધાવી દીધું. ત્રણ દિવસ પછી સૌ. સુરભિ અર્ચિતને લઈને ઘરે આવવાની હતી. પૌત્રને વધાવવા માટે અમને બંનેને ઘણો હરખ હતો. અમે બારણે તોરણ લટકાવ્યાં. કંકુના ચાંલ્લા અને સાથિયા કર્યા. સ્વાગતનાં પોસ્ટરો લગાડ્યાં. બારસાખ ઉપર રંગબેરંગી ભાત દોરી. પગથિયાં શણગાર્યા. નાની ઘંટડીઓ લટકાવી. દૂરથી જોતાં જ ખબર પડે કે આ ઘરે કોઈ મંગલ પ્રસંગ છે. નિશ્ચિત કરેલા દિવસ અને ચોઘડિયા પ્રમાણે અમિતાભ અને સુરભિ અર્ચિતને લઈને ગાડીમાં ઘરે આવી પહોંચ્યાં. અમે ઘર બહાર જઈને હર્ષનાદ સાથે તેઓને વધાવીને ઘરમાં લઈ આવ્યાં. પુત્ર-વધામણીનાં ગીતોની કેસેટ વગાડી. આમ છતાં આજુબાજુનાં કોઈ ઘરોમાંથી કોઈએ બહાર ડોકિયું કર્યું નહોતું. આ મંગલ અવસર અમારા ઘર પૂરતો જ સીમિત રહ્યો. બે દિવસ પછી કટ મને મળી ગયા. મેં સામેથી પૂછ્યું, ‘મિ. કટ, શી નવાજૂની છે?' ‘કશી નવાજૂની નથી, પણ તમારા ઘરે આ બધું સુશોભન કર્યું છે તે કોઈ પાર્ટી છે?' “હા, અમારે ત્યાં પૌત્રનો જન્મ થયો.' “ઓહ ! તમે દાદા-દાદી થયાં! બહુ આનંદ થયો. તમને ખૂબ ખૂબ ધન્યવાદ.' અભિનંદન આપ્યા એટલે જાણે વ્યવહાર પતી ગયો. ત્યાર પછી અઠવાડિયું વીતી ગયું હશે, કઈ મળ્યા ત્યારે મારાથી સહજ જિજ્ઞાસાથી પુછાઈ ગયું, “અમારા ઘરમાં એક નવજાત શિશુની પધરામણી થઈ છે એ વિશે આપણા કૉપ્લેક્સમાંથી કેટલા જાણતા હશે ?' તમારા અને મારા સિવાય કોઈ જ નહિ.” Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.002037
Book TitlePassportni Pankhe Part 2
Original Sutra AuthorN/A
AuthorRamanlal C Shah
PublisherMumbai Jain Yuvak Sangh
Publication Year1998
Total Pages282
LanguageGujarati
ClassificationBook_Gujarati & Travelogue
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy