SearchBrowseAboutContactDonate
Page Preview
Page 199
Loading...
Download File
Download File
Page Text
________________ પાસપોર્ટની પાંખે – ઉત્તરાલેખન ‘અહીં જંગલ જેવું જ નથી. એટલે જંગલી શિકારી પશુઓનો ડર કયાંથી હોય ?' બીજા કોઈકે કહ્યું. ‘અહીં ચોર-ડાકુનો ભય પણ ક્યાંથી હોય ? પાસે કંઈ હોય તો ચિંતા ને ?' જેનાએ કહ્યું, ‘ડરનો પ્રશ્ન જ નથી. ડર તો આ ભાઈને ગમે એવો છે. વસ્તુતઃ ડર ઉપર વિજય મેળવવા તો તેઓ અહીં રહેવા આવ્યા છે !' ‘એ કેવી રીતે ?’ ર ‘તમને સમજાવું. તમે જુઓ છો ને કે એમના ઘરની આસપાસ કેટલી બધી શિલાઓ પડી છે !' ‘કોઈ કોઈ શિલાઓ તો એમની દીવાલને અડીને પડી છે.’ અમારામાંથી કોઈકે કહ્યું. ‘દર વર્ષે ઉનાળામાં આ ડુંગરો પરથી ધડધડધડ કરતી મોટી શિલાઓ તૂટી પડે છે. શરૂઆતમાં તો બરફ ઓગળે એટલે હિમશિલાઓ તૂટી પડે. પછી પથ્થરની ભેખડો તૂટે. પડતી ગબડતી ભેખડો વેગથી નીચે ધસી આવે. આ ભાઈને એવો શોખ થયો કે જોખમો વચ્ચે જીવવું, મરવાનો ડર ન રાખવો. વાઇકિંગનું એ લોહી છે. એટલા માટે તો એમણે ઘર પણ લાકડાંનાં મજબૂત પાટિયાંનું નહિ, પણ પાતળાં પાટિયાંનું બનાવ્યું છે. ચાર વર્ષથી ઉનાળામાં તેઓ અહીં રહેવા આવી જાય છે. એટલી ખાધા-ખોરાકી વસાવી લે છે કે જેથી ઘરની બહાર જવું ન પડે. પ્રસન્નચિત્તે તેઓ રહે છે. દર વર્ષે અહીં ઘણી શિલાઓ પડે છે, પણ હજુ સુધી તેમને કશું થયું નથી.' ‘છે ને માણસો દુનિયામાં ! જીવનમાં નિર્ભયતા કેળવવા માટે કેવો નુસખો શોધી કાઢ્યો ! ધન્ય છે આવા મોતને મુઠ્ઠીમાં લઈને (ખડિયામાં ખાપણ લઇને) નીકળનારા માણસોને !' મારાથી બોલાઈ ગયું. અમારી બસ ગલફોસના રસ્તે આગળ ચાલી. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.002037
Book TitlePassportni Pankhe Part 2
Original Sutra AuthorN/A
AuthorRamanlal C Shah
PublisherMumbai Jain Yuvak Sangh
Publication Year1998
Total Pages282
LanguageGujarati
ClassificationBook_Gujarati & Travelogue
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy