SearchBrowseAboutContactDonate
Page Preview
Page 133
Loading...
Download File
Download File
Page Text
________________ વાલ્ડિઝ અમેરિકાના અલાસ્કા પ્રદેશમાં જવાનું સ્વપ્ન તો મેં ઉત્તર ધ્રુવની શોધસફર' નામનું પુસ્તક લખ્યું હતું ત્યારથી સેવેલું, પણ કોઈ તેવો યોગ મળ્યો નહોતો. ૧૯૯૧માં અમેરિકાના પ્રવાસે ગયેલી મારી પુત્રી ચિ. શૈલજા અને જમાઈ શ્રી ચેતનભાઈ પોતાનાં સંતાનો સાથે, અલાસ્કાના પ્રવાસે જઈ આવ્યાં. પોતાના પ્રવાસનું વર્ણન કરતાં તેઓએ વાલ્ડિઝની બહુ પ્રશંસા કરી. કોઈ અનુભવી માર્ગદર્શન આપે તો દૂરના અજાણ્યા પ્રદેશમાં જવાની સવિશેષ અનુકૂળતા રહે. દરમિયાન મારા પુત્ર ચિ. અમિતાભ અને પુત્રવધૂ સૌ. સુરભિ પણ પોતાના ચાર મહિનાના પુત્ર અર્ચિતને લઈને ઠેઠ પૉઈન્ટ બેરો સુધી જઈ આવ્યાં. તેમણે પણ વાલ્ડિઝ જવાની ખાસ ભલામણ કરી. તેઓનું વાલ્ડિઝનું સ્મરણ એ રીતે જીવંત બની રહ્યું કે અર્ચિતને વાલ્ડિઝમાં પહેલી વાર પથારીમાં પડખું ફરતાં અને ઊંધાં પડતાં આવડી ગયું. હવે એને પલંગમાં એકલો સુવાડીને આઘાપાછા ન જવાય. સદભાગ્યે ૧૯૯૨ના ઉનાળામાં મને અને મારાં પત્નીને અલાસ્કા જવાની તક મળી. એન્કરેજથી અમે ફેરબેન્કસ પહોંચ્યાં ત્યાંથી પૉઈન્ટ બેરો ફરી આવીને દક્ષિણમાં વાલ્ડિઝ ગયાં. એન્કરેજથી સીધા પણ વાલ્ડિઝ જઈ શકાય. સુંદર રસ્તાની બંને બાજુ મનોહર પ્રકૃતિ-સૌંદર્ય માણવા મળે. ઉનાળામાં અલાસ્કાની ધરતી કંઈક જુદી જ આભા ધારણ કરે છે. દક્ષિણ અલાસ્કાનાં બે મુખ્ય બંદરો તે વાલ્ડિઝ અને કોડવા. અલાસ્કાની ખાડીનો એક લંબવર્તુળાકાર ફોટો જમીનમાં આવે છે. એ સમુદ્રનું નામ છે પ્રિન્સ વિલિયમ સાઉન્ડ. એના કિનારે વાલ્ડિઝ બંદર આવેલું છે. દક્ષિણ અલાસ્કાના આ પ્રદેશની શોધ સૌપ્રથમ સ્પેનના શોધફરીઓએ કરી હતી. તેઓ ઈ.સ. ૧૭૯૦માં અહીં આવેલા. તેઓએ પોતાના સ્પેનના નૌકા ખાતાના એક પ્રધાન એન્ટોનિયો વાલ્ડિઝના નામ ઉપરથી આ સ્થળને 'વાલ્ડિઝ' નામ આપ્યું હતું. વાલ્ડિઝમાં વસવાટ ચાલુ થયો ૧૮૯૦માં. ત્યારે વાલ્ડિઝની ડુંગરાળ ધરતીમાંથી સોનું નીકળ્યું. એ વખતે ઘણી કંપનીઓએ જુદા જુદા વિસ્તારમાં પોતાની માલિકીની જમીન ખરીદીને ખાણો ખોદાવેલી. ત્યારે મોટી સંખ્યામાં કાળા મજૂરોને લાવીને અહીં વસાવવામાં આવેલા. પરંતુ આ પ્રદેશમાંથી ધાર્યું હતું એટલું સોનું ન નીકળ્યું. ઘણી કંપનીઓ પોતાના ખર્ચ જેટલું માંડ કમાઈ શકી. કેટલીક દેવામાં ડૂબી ગઈ. ૧૧૬ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.002037
Book TitlePassportni Pankhe Part 2
Original Sutra AuthorN/A
AuthorRamanlal C Shah
PublisherMumbai Jain Yuvak Sangh
Publication Year1998
Total Pages282
LanguageGujarati
ClassificationBook_Gujarati & Travelogue
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy