SearchBrowseAboutContactDonate
Page Preview
Page 135
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૧૮ પાસપોર્ટની પાંખે - ઉત્તરાલેખન એટલા પૉઈન્ટના જ થાય છે. પરંતુ વાલ્ડિઝનો ધરતીકંપ ૯.૨ પૉઈન્ટનો હતો. એ ઉપરથી તમે સમજી શકશો કે એ ધરતીકંપ કેટલો બધો ભયંકર હશે ! એ વખતે આ સમુદ્રમાં ૧૭૦ ફૂટ જેટલાં ઊંચાં મોજાં ઊછળ્યાં હતાં. ચારે બાજુ પ્રલય જેવી સ્થિતિ હતી. ત્યારે વસ્તી અહીં ઘણી ઓછી હતી એટલે માણસો ઓછા માર્યા હતા, પરંતુ મકાનો અને વૃક્ષોને પારાવાર નુકસાન થયું હતું.” એકઝોન ટેકરના અકસ્માત વિશે બોલતાં કણાને કહ્યું, “ઓઈલ ટેકરનો દુનિયાનો આ એક મોટામાં મોટો અકસ્માત છે. આ દરિયાનું પાણી હજુ પણ તમને જરાક કાળાશવાળું જણાશે. ExXon Valdez નામની સ્ટીમર પોતાનાં ટકરમાં તેલ ભરીને અહીંથી રવાના થઈ. ૧૯૮૯ના ૨૪મી માર્ચની એ મધરાત. સ્ટીમરના કમાને દારૂનો નશો કરેલો. પોતાના શિખાઉ મદદનીશને સ્ટીમર ચલાવવાનું સોંપીને પોતે ઊંઘી ગયો. આ દરિયો સાંકડો છે. એટલે થોડે જતાંમાં જ સ્ટીમર કિનારા પાસેના એક મોટા ખડક સાથે જોરથી ભટકાઈ ગઈ. ટેકરમાં મોટું ગાબડું પડ્યું અને ધડ ધડ ધડ તેલ દરિયામાં ઠલવાવા લાગ્યું. બે દિવસમાં તો એક કરોડ અને દસ લાખ ગેલન કરતાં વધુ તેલ દરિયામાં વહી ગયું. પાણીમાં પ્રસરી જવું એ તેલનો સ્વભાવ. અલાસ્કાની ખાડીમાં કિનારે કિનારે અગિયારસો માઈલ સુધી તેલ પ્રસરી ગયું. આ વિલિયમ સાઉન્ડનું પાણી તો કાળું ધબ. દૂષિત પાણીને લીધે લાખો માછલીઓ ને બીજાં અનેક જલચરો મરી ગયાં. પાણી અને ખોરાક ઉપર નભતાં હજારો પક્ષીઓ ખોરાક ન મળતાં તરફડીને મરી ગયાં. કિનારા ઉપરનાં વૃક્ષો દૂષિત હવામાનને લીધે કાળાં પડી ગયાં અને કેટલાંયે કરમાઈ ગયાં. દરિયાનું પાણી એટલું બધું ખરાબ થઈ ગયું કે એને સાફ કરતાં કરતાં એક વરસ થઈ ગયું અને ઑઈલ કંપનીને તે ઑઈલના નુકસાન ઉપરાંત સાફ કરાવવા માટે અઢી અબજ ડૉલરનું ખર્ચ થયું. એક જવાબદાર માણસે કરેલા વધુ પડતા નશાને પરિણામે કેટલું બધું ભયંકર નુકસાન થયું !' રેસ્ટોરાંનો કાઉન્ટર ચાલુ થયાની જાહેરાત થતાં બધાં ત્યાં પહોંચ્યાં, કૉફી-નાસ્તો લઈ અમે તે ખાવા લાગ્યાં. અમારી બાજુમાં એક ભાઈ ઊભા હતા. એમની સાથે વાત કરતાં જાણવા મળ્યું કે પોતે એન્કરેજમાં રહે છે. એમણે પોતાની બે બહેનોનો પરિચય કરાવ્યો. બંને બહેનો કેનેડા, મોન્ટ્રિયલમાં રહે છે, સિત્તેર–પંચોતેર વર્ષની બંને બહેનો હશે! તેમની વાલ્ડિઝ અને કોલંબિયા ગ્લેશિયર જેવાની ખાસ ઈચ્છા છે એટલે એન્કરેજથી વહેલી સવારમાં નીકળી તેઓ અહીં આવ્યાં છે. ભાઈ પોતે તો કોલંબિયા ગ્લેશિયર માટેની સફર ઘણી વાર કરી ગયા છે. એ બંને વૃદ્ધાઓએ બ્રેડ, માખણ વગેરેનો નાસ્તો સારી રીતે ધરાઈને કર્યો. કૉફી પણ ઠીક ઠીક પીધી. ભાઈને ફકત કૉફીમાં જ રસ હતો. પોતે વહેલી સવારમાં નીકળ્યા હતા એટલે ખાવાથી ઝોકાં આવે એવો ડર હતો. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.002037
Book TitlePassportni Pankhe Part 2
Original Sutra AuthorN/A
AuthorRamanlal C Shah
PublisherMumbai Jain Yuvak Sangh
Publication Year1998
Total Pages282
LanguageGujarati
ClassificationBook_Gujarati & Travelogue
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy