________________
૧૯ર
પાસપોર્ટની પાંખે - ઉત્તરાલેખન આકૃતિ તે ક્ષિતિજ સુધી લંબાયેલા દેખાતા રેલવેના પાટા હતા. થોડા અંતર પછી બ્રહ્મદેશની સરહદ શરૂ થતી હતી. જૂના વખતમાં બ્રહ્મદેશની ગણના હિંદુસ્તાનના એક ભાગ તરીકે જ થતી હતી. અંગ્રેજોએ બ્રહ્મદેશ અને શ્રીલંકાનાં જુદાં રાષ્ટ્રની રચના કરી હતી. વિશ્વયુદ્ધ વખતે અંગ્રેજોએ હજારો ભારતીય સૈનિકોને બ્રહ્મદેશના રક્ષણ માટે મોકલ્યા હતા.
અમે પુલ ઉપર, રેલવેના પાટા ઉપર સાચવીને ચાલતાં ચાલતાં નદીના સામા કિનારા સુધી જઈ આવ્યા. પાછા ફરતાં પુલ પર અધવચ્ચે એક જગ્યાએ બેઠા. અહીં
ક્યાં કોઈ ટ્રેન આવવાની ચિંતા હતી ? શાંતિથી બેઠાં બેઠાં અમે આસપાસનાં દશ્યો નિહાળ્યા કર્યા. શહીદ થયેલા યુદ્ધકેદીઓને મનમાં ભાવપૂર્વક શ્રદ્ધાંજલિ અર્પી.
થોડી વાર પછી મેં ડ્રાઈવર-ગાઈડને કહ્યું, “આ પુલ આમ તો કેટલો નાનો અને નીચો દેખાય છે ! ચલચિત્રમાં તો પુલ કેટલો મોટો અને ઊંચો દેખાય છે !'
એક મિત્રે કહ્યું, “એ ફોટોગ્રાફીની કરામત છે. કેમેરાની શક્તિ ગજબની હોય છે.'
બીજા મિત્રે કહ્યું, ‘એ કરામત નહિ, પણ કલા કહેવાય. ચિત્રકાર જેમ પોતાને બતાવવું હોય એ જ દષ્ટિકોણથી ચિત્ર દોરે, તેમ ચલચિત્રકાર પણ પોતાના દષ્ટિકોણથી દશ્ય બતાવે. વાસ્તવિક્તાને સરસ ઓપ આપવાની શક્તિ કલામાં હોય છે. કલાકાર પોતાને જે બતાવવું હોય તે બતાવે અને જે છુપાવવું હોય તે પાવે. એટલું જ નહિ, હોય તેના કરતાં તેને જુદું બતાવે. ફોટોગ્રાફી દ્વારા, જુદા જુદા લેન્સ દ્વારા ચલચિત્રમાં તો એવું કરવાનો ઘણો અવકાશ રહે છે.'
નીચે નદીમાં પાણી હતું, પણ તે બેય કાંઠા સુધીનું નહોતું. મેં ગાઈડને પૂછ્યું, “નદીમાં કાયમ આટલું ઓછું પાણી રહે છે ?'
વરસાદ પડે ત્યારે વધે અથવા ઉપરવાસમાં આવેલા ત્યારે વધે અને તે પણ થોડા દિવસ માટે. પછી તો આટલું જ પાણી રહે છે.”
“ચલચિત્રમાં તો કેટલું બધું પાણી બતાવાયું છે! પુલ ઉપરથી માણસ ભૂસકો મારે છે. એટલે એટલું ઊંડું પાણી એમાં છે.'
એમાં પણ ફોટોગ્રાફીની કરામત હોઈ શકે. સારું ચલચિત્ર બનાવવા સારુ પાણી બતાવવું પડે.' એક મિત્રે કહ્યું.
એટલામાં પુલ નીચેથી એક હોડી પાણીમાં પસાર થતી હતી. ગાઈડે પૂછ્યું, “તમારે હોડીમાં ફરવું છે ?'
હાસ્તો! આટલે સુધી આવ્યા છીએ તો નદીમાં સહેલગાહ કર્યા વગર કેમ જઈએ ?' અમે કહ્યું.
અમે પુલ પરથી પાછા કિનારે આવી, નીચે ઊતરી નદીના પટમાં ગયા. હોડીવાળા સાથે કલાકનું ઠરાવીને બેઠા. હલેસાં અને વાંસડા વડે હોડી સરકવા લાગી. પાણી ખાસ ઊંડું નહોતું. ખાખી રંગનું ડહોળું પાણી પણ ચિત્તને પ્રસન્નતા આપવાની ક્ષમતા ધરાવતું
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org