SearchBrowseAboutContactDonate
Page Preview
Page 249
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૩૨ પાસપોર્ટની પાંખે - ઉત્તરાલેખન આ ટાપુ પાસેથી આગળ વધતી અમારી બોટ કેટલીક વાર પછી વિડેય (videy) ટાપુ પાસે આવી પહોંચી. આ એક લંબગોળ માછલીના આકાર જેવો શાંત રળિયામણો ટાપુ છે. બોટમાંથી ઊતરી પગે ચાલી ટાપુ પર ટહેલવાનું હતું. અહીં ખાસ જોવાનું તે એનું જૂનું દેવળ છે. દેવળમાં બીજી કશી વિશિષ્ટતા કે નવીનતા નથી. એની ઐતિહાસિક્તા જ મહત્ત્વની છે. આઈસલેન્ડમાં રેડ્યાવિકમાં વસવાટ ચાલુ થયો એ પહેલાં, સમુદ્રમાં આવેલા એના આ ટાપુ પર વસવાટ શરૂ થયો હતો. સૈકાઓ પૂર્વે નોર્વે, સ્વીડન, ડેન્માર્ક, બ્રિટનના શોધસરીઓ, ખલાસીઓ સઢ અને હલેસાં વડે વહાણોને આ બાજુ લઈ આવતા હશે ત્યારે થાકેલા તેઓ આ ટાપુ જોઈને હાશકાર અનુભવતા હશે અને ત્યાં જ ધામા નાખતા હશે. ઈસવીસનના દસમા સૈકામાં આ ટાપુ પર વસવાટ હશે એમ પુરાતત્ત્વવિદોએ ખોદકામ કરીને મળેલા અવશેષો પરથી જણાવ્યું છે. અલબત્ત, અહીં જે દેવળ છે તે ઈ.સ. ૧૭૭૪માં બાંધવામાં આવ્યું છે. બસોથી વધુ વર્ષનું જૂનું એ નાનકડું દેવળ અઢાર ફૂટ પહોળું અને ચાલીસ ફૂટ લાંબું છે. હજુ એવી ને એવી જ હાલતમાં એને સાચવી રાખવામાં આવ્યું છે. આ દેવળમાં કે આ ટાપુ પર કંઈ પણ ફેરફાર કરવા સામે લોકોનો સખત વિરોધ રહ્યા કર્યો છે. મરામત કે રંગરોગાન ભલે થાય, પણ નવું બાંધકામ ન થાય. ઘણાં વર્ષો પહેલાં અહીં એક મકાન બાંધવામાં આવ્યું તો લોકોએ એનો ઘણો વિરોધ કર્યો. છેવટે એવો એક ઉકેલ કાઢવામાં આવ્યો કે મકાન ભલે તોડી પાડવામાં ન આવે, પણ એના છાપરા પર શિયાળાનો બરફ ઓગળ્યા પછી દર વર્ષે ઘાસ વાવવામાં આવે કે જેથી મકાન બહુ નજરે ન આવે. ટાપુ પર લટાર મારી અમે બધાં ઠરાવેલા સમયે દેવળમાં એકત્ર થયાં. એનું વાતાવરણ પવિત્ર અને શાન્તિપ્રેરક હતું. એક પાદરી આવ્યા. એમણે વિડેય ટાપુનો ઇતિહાસ કહ્યો અને વિશ્વશાનિત માટે પ્રાર્થના કરી. અમારા સિવાય બાકીના પ્રવાસીઓ ખ્રિસ્તી હતા. પાદરીએ જણાવ્યું કે અમારામાંથી કોઈને કંઈ કહેવું હોય તો કહી શકે છે. કોઈ તૈયાર ન થયું. છેવટે મેં મંચ પર જઈને કહ્યું કે અમે ભારતથી આટલે દૂર અહીં આવ્યાં છીએ. અમે શાતિની અને વિશ્વકલ્યાણની શુભેચ્છાનો સંદેશો લાવ્યા છીએ. અમે જૈન છીએ અને અહિંસામાં માનીએ છીએ. વિશ્વશાંતિ અને વિશ્વકલ્યાણ માટે અમારામાં નવકારમંત્રની પ્રાર્થના કરાય છે. તમારી સંમતિ હોય તો એનો પાઠ હું કરું ! બધાની સહર્ષ સંમતિ મળી. ઉચ્ચ સ્વરે મેં ત્રણ વાર નવકારમંત્ર લલકાર્યો. છેવટે શાન્તિઃ'ના નાદથી વાતાવરણ ગુંજવા લાગ્યું. સૌને એક સરસ અનુભવ થયો. પાદરીએ અમારો આભાર માન્યો અને જૈન ધર્મ માટે જિજ્ઞાસા દર્શાવી. સાંજ ઢળતાં બોટ બંદરે પાછી આવી. બસ ડ્રાઈવરે સૌને પોતપોતાની હોટેલ પર ઉતાર્યા. અમારો દિવસ ધન્ય - સફળ થઈ ગયો. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.002037
Book TitlePassportni Pankhe Part 2
Original Sutra AuthorN/A
AuthorRamanlal C Shah
PublisherMumbai Jain Yuvak Sangh
Publication Year1998
Total Pages282
LanguageGujarati
ClassificationBook_Gujarati & Travelogue
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy