SearchBrowseAboutContactDonate
Page Preview
Page 248
Loading...
Download File
Download File
Page Text
________________ બૂ લેગૂન અને વિડેય ટાપુ ૨૩૧ પછી ગાઈડે હસતાં હસતાં કહ્યું, ‘તમે જાણો છો કે આ કઠેડાને અમે અહીં મજાકમાં શું કહીએ છીએ ?' 'ના.' અમે એને પાદરી (ધર્મગુરુ) તરીકે ઓળખીએ છીએ. તેઓ આપણને સાચો રસ્તો બતાવે છે. પણ તેઓ પોતે ત્યાં જતા નથી.' ગાઈડની મજાક સાંભળી અમે હસી પડ્યાં. અમને થયું કે સંસારમાં ધર્મગુરુઓ માટે બધું જ કંઈક કટાક્ષવચન હોય છે ! - બંદર પર આવી અમે બધાં બોટમાં બેઠાં. સમુદ્રના તરંગિત જળમાં અમારી બોટ ગતિ કરવા લાગી. અમે આસપાસનાં દશ્યો નિહાળવામાં અને વાતો કરવામાં મગ્ન હતાં, ત્યાં ગાઈડે કહ્યું, ‘હવે તમને એક નાનકડો ટાપુ જોવા મળશે. એને અમે પફિન (Puffin) ટાપુ કહીએ છીએ.' બોટ પફિન ટાપુ પાસે આવી પહોંચી. બોટમાં બેઠાં બેઠાં જ અમારે એ નિહાળવાનો હતો. આ ટાપુનું મૂળ નામ તો છે લંડેય (Lundey), પણ એનું નામ પડી ગયું છે ‘પફિન ટાપુ. લોકોએ યોગ્ય રીતે જ એનું આ નામ પાડ્યું છે. આ ટાપુ પર હજારો (લાખો કહીએ તો પણ સાચું પડે) પફિન પક્ષીઓ ઊડાઊડ કરે છે. પક્ષીની જાત એટલે ઊડ્યા વગર રહી ન શકે. એનું અસ્તિત્વ તરત જાહેર થઈ જાય, ટાપુ પર કોઈ વૃક્ષો નથી. પણ અહીંના ઠંડા પ્રદેશનાં પક્ષીઓને વૃક્ષો નહિ પણ ભેખડો, બરફની શિલાઓ જોઈએ. આઈસલેન્ડમાં જે વિવિધ પ્રકારનાં પક્ષીઓ છે એમાંનું એક તે સમુદ્રકિનારે રહેતું, સ્થળાંતર કરતું પક્ષી પફિન છે. તે વિલક્ષણ પ્રકારનું છે. તે બતકને મળતું આવે છે, પણ બતક નથી. તેની ગરદન ટૂંકી છે. લોકોએ Puff પરથી એનું નામ પફિન પાડ્યું છે. Puff એટલે મોઢે ફુલાવવું, દમ લેવો ઈત્યાદિ. (બીડી-સિગરેટ પીનાર માટે પણ Puff શબ્દ વપરાય છે.) આ પક્ષીનું મોઢું ફલાવેલું દેખાય છે. મોઢાના પ્રમાણમાં એની ત્રિકોણાકાર રંગબેરંગી લીટીઓવાળી ચાંચ ઘણી મોટી દેખાય છે. એના શરીરના ઉપરના અડધા ભાગનો રંગ કાળો છે અને નીચેના ભાગનો રંગ શ્વેત છે. પફિન પક્ષીઓ આ આખો ટાપુ ખીચોખીચ રોકી લે છે. બહુ દૂરથી તો જાણે હિમાચ્છાદિત ટાપુ હોય એવું લાગે. થોડી થોડી વારે સેંકડો પફિનનું મોટું ટોળું ઊડે અને દૂર સુધી ચક્કર લગાવી પાછું આવે. વળી જ્યારે સેંકડો પફિન સમુદ્રમાં હારબંધ બેઠાં હોય ત્યારે પાણીમાં જાણે નાની પાળી બાંધી હોય એમ લાગે. પફિનની એક ખાસિયત એ છે કે પાણીમાં બેઠા પછી પાંચ પંદર ફૂટ આઘે જવું હોય તો એટલા માટે ઊડે નહિ, પરંતુ પોતાની બેય પાંખથી હલેસાં મારતું આગળ વધે. તે વખતે પાણીમાં એનાં હલેસાંના આપણને લિસોટા દેખાય. આઈસલેન્ડના આ બાજુના આટલા મોટા વિસ્તારમાંથી પફિન પક્ષીઓએ આ એક ટાપુ જ પસંદ કર્યો છે. અન્યત્ર રાતવાસો રોકાતાં નથી. આ ટાપુ પર દર વર્ષે અનુકૂળ ઋતુમાં હજારો બચ્ચાંનો જન્મ થાય છે. એ માટે પફિનો આ ટાપુ પર આવે છે. ઉપસિન ટાપુ' એટલે પફિન પક્ષીઓ માટેનું જાણે કે જાહેર પ્રસૂતિગૃહ! Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.002037
Book TitlePassportni Pankhe Part 2
Original Sutra AuthorN/A
AuthorRamanlal C Shah
PublisherMumbai Jain Yuvak Sangh
Publication Year1998
Total Pages282
LanguageGujarati
ClassificationBook_Gujarati & Travelogue
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy