SearchBrowseAboutContactDonate
Page Preview
Page 115
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૫ તાકામત્સુ અને રિત્સુરિન પાર્ક દેશ તરીકે જાપાન નાનો છે, પરંતુ પ્રાકૃતિક સૌંદર્યની દષ્ટિએ તે ઘણો રળિયામણો છે. વસ્તુઓની સુંદર કલાત્મક ગોઠવણી એ જાપાનની પ્રજાની ખાસિયત છે. સ્વચ્છતા અને સુંદરતાનો સાંસ્કારિક સમન્વય જાપાનની પ્રજાના લોહીમાં સુપેરે ઊતરી આવેલો જોવા મળશે. જાપાની લોકોને પોતાનું નાનકડું ઘર હોય તોપણ એના એકાદ ખૂણામાં નૈસર્ગિક મનોહર રચના કરવાનું ગમે છે. ક્યારેક તો નાનું સરખું સતત વહેતું ઝરણું અથવા નાના નાના લીસા, ગોળ કે કરકરા પથ્થરો ઉપર થઈને નીચે પડતા પાણીની રચના પણ તેઓ તેમાં કરે છે. મોટાં વૃક્ષોની નાની જીવંત આકૃતિ (બોન્સાઈ) કરવાની વૈજ્ઞાનિક પદ્ધતિ પણ જાપાની લોકોએ સૈકાઓથી વિકસાવેલી છે. ફૂલ--ડાળખી-પાંદડાંની મનોહર રચનાની કલા (ઇકેબાના) પણ જાપાનની આગવી છે. ઉદ્યાનમાં ગોળમટોળ કાંકરાઓ અને પથ્થરોને શ્વેત રેતીમાં કલાત્મક રીતે ગોઠવી સ્થળના સૌંદર્યમાં અભિવૃદ્ધિ કરવાની સૂઝ પણ તેમની પાસે સરસ હોય છે. જાપાન તેનાં ઉદ્યાનો માટે જાણીતો દેશ છે. જેઓ જાપાનના બગીચાઓમાં ફેલા હોય તેઓ અન્ય કોઈ દેશમાં પણ જાપાની શૈલીથી બગીચો કરવામાં આવ્યો હોય તો તે તરત પારખી શકે છે. વહેતા ઝરણાનાં પાણીમાં એક કિનારેથી બીજે કિનારે જવા માટે વચમાં ગોળ પથ્થરોને સીધી લીટીએ ગોઠવવાને બદલે તેને એવો નૈસર્ગિક વળાંક તેઓ આપશે કે જે કુદરતી લાગે અને છતાં અત્યંત કલાત્મક હોય. ઉદ્યાનકલા એ જાપાનનો અત્યંત પ્રિય વિષય છે. કેટલાય લોકો એ વિષયમાં પારંગત થયેલા જોવા મળશે. ટૉકિયો, કયોટો, ઑસાકા, નિકો, હિરોશિમા વગેરે સ્થળે આવેલાં રમણીય ઉદ્યાનો મેં જોયાં હતાં. પરંતુ શિકોકુ ટાપુમાં આવેલો સુપ્રસિદ્ધ 、િસુરિન પાર્ક મેં જોયો ન હતો. એ જોવાની મારી ઘણા વખતથી ઇચ્છા હતી. ઈ.સ. ૧૯૬૮માં મારે જાપાન જવાનું થયું ત્યારે મે મારા મિત્ર સાકાયોરીને પત્ર લખીને જણાવ્યું હતું કે ‘મારી ઇચ્છા જાપાનનો મશહૂર ‘રિસુરિન પાર્ક' જોવાની છે. અને જો બની શકે તો તેના પ્રવાસનું આયોજન કરવાની ભલામણ છે.' એટલે તેમણે તે પ્રમાણે પ્રવાસ ગોઠવ્યો હતો. રિત્સુરિન પાર્ક જોવા માટે નજીકનું મોટું શહેર તે તાકામત્સુ છે. મધ્ય જાપાનમાં, શિકોકુ ટાપુમાં દરિયાકિનારે આવેલું આ એક નાનું શહેર છે. હવે તો એનો ઘણો વિકાસ ૯૮ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.002037
Book TitlePassportni Pankhe Part 2
Original Sutra AuthorN/A
AuthorRamanlal C Shah
PublisherMumbai Jain Yuvak Sangh
Publication Year1998
Total Pages282
LanguageGujarati
ClassificationBook_Gujarati & Travelogue
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy