SearchBrowseAboutContactDonate
Page Preview
Page 201
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૮૪ પાસપોર્ટની પાંખે - ઉત્તરાલેખન કથા સાંભળી, પ્રસાદ લઈ અમે ઘરે આવ્યા ત્યારે રાતના સાડા દસ વાગી ગયા હતા. થોડી વાર અમે બેઠા ત્યાં કાનજીભાઈએ મારી આગળ પ્રસ્તાવ મૂક્યો : “તમે અમારા ઘરે મહેમાન તરીકે આવ્યા છો. આજે ફિજીમાં તમારો છેલ્લો દિવસ છે. વળી વર્ષનો પણ આજે આખર દિવસ છે. અહીં બધી હોટેલમાં નવા વર્ષની પાર્ટી થતી હોય છે. તમે થાકી ગયા ન હો તો આપણે કોઈક હોટેલમાં જઈએ. નવા વર્ષનું આગમન ઘરના ખૂણામાં બેઠાં બેઠાં વધાવીએ એના કરતાં બહાર સમૂહમાં ઉલ્લાસથી વધાવીએ તો વધારે આનંદ આવશે.' ' કહ્યું, “મને આવો ખાસ કોઈ શોખ નથી, તેમ ક્યાંય ન જવું એવું પણ નથી. મને પાશ્ચાત્ય ઢબનું નૃત્ય આવડતું નથી અને શરાબ હું પીતો નથી. છતાં તમે કહેશો તો જરૂર સાથે આવીશ.' નૃત્ય તો મને પણ આવડતું નથી અને શરાબ તો હું પણ પીતો નથી. આપણે તો મહેફિલમાં જઈને બેસીશું. તમે આવ્યા છો એટલે મને વિશેષ હોશ થાય છે કે કોઈ સારી હોટેલમાં બધાની વચ્ચે આનંદ માણીએ અને નવા વર્ષને હર્ષોલ્લાસથી વધાવીએ.” મારી સંમતિ મળતાં એમણે ટેબલ રિઝર્વ કરાવવા માટે હોટેલમાં ફોન જોડવા ચાલુ કર્યા. પણ દરેક હોટેલમાંથી એક જ જવાબ આવ્યો, “માફ કરજે, અમારી હોટેલમાં હવે જગ્યા નથી.' હોટલોમાંથી ના આવતી ગઈ એટલે મેં તો થોડી રાહત અનુભવી. પણ કાનજીભાઈએ કહ્યું, 'હોટેલવાળા ભલે ના કહે, આપણે જઈને ઊભા રહીએ. ટ્રાવેલ લૉજમાં તો મેનેજર સાથે મારે ગાઢ પરિચય છે. બે ખુરશી વધારાની મુકાવીને પણ આપણને બેસાડશે. કદાચ છેલ્લી ઘડીએ કોઈનું કેન્સલેશન આવ્યું હોય તો પણ આપણને જગ્યા મળી જશે.' અમે બંને કારમાં નીકળ્યા. હોટેલ ટ્રાવેલ લૉજ' પર પહોંચ્યા. પણ ત્યાં તો હોટેલનો દરવાજો જ બંધ કરી દેવામાં આવ્યો હતો અને જગ્યા નથી'નું પાટિયું બહાર લટકાવ્યું હતું. મેનેજરને મળવા માટે કોશિશ કરવી હતી, પણ અંદર કોઈ જવા દે તો ને ? અમે ત્યાંથી બીજી હોટેલ પર ઊપડ્યા. ત્યાં પણ એ જ સ્થિતિ હતી. અમારી જેમ બીજા પણ ઘણા લોકો દરવાજા બહાર આંટા મારતા હતા. હોટેલ સધર્ન ક્રૉસ, હોટેલ ગ્રાન્ડ પેસિફિક, હોટેલ ક્રેસ્ટ વગેરે હોટેલો પાસે જઈ આવ્યા, પણ બધે જ નિરાશા સાંપડી. કાર હતી એટલે ઝડપથી બધે ફરી વળ્યા, બીજું એક ચક્કર પણ લગાવ્યું, પણ પરિણામ એનું એ જ રહ્યું. કેટલીક વાર મોટી હોટેલોમાં જગ્યા ન મળે, પણ નાની હોટેલમાં જગ્યા મળી જાય. એવી હોટેલની તપાસ માટે અમે આખું સુવા ખુંદી વળ્યા (કારમાં), પણ કોઈ અમને નોતરવા તૈયાર નહોતું. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.002037
Book TitlePassportni Pankhe Part 2
Original Sutra AuthorN/A
AuthorRamanlal C Shah
PublisherMumbai Jain Yuvak Sangh
Publication Year1998
Total Pages282
LanguageGujarati
ClassificationBook_Gujarati & Travelogue
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy