SearchBrowseAboutContactDonate
Page Preview
Page 203
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૮૬ પાસપોર્ટની પાંખે - ઉત્તરાલેખન “મને કશો જ વાંધો નથી. મેં તો મુંબઈમાં એક ખ્રિસ્તી કૉલેજમાં વીસ વર્ષ પ્રાધ્યાપક તરીકે કામ કર્યું છે. તેઓના કેટલાક “Mass માં હાજરી પણ આપી છે. મને તમારું સૂચન ગમ્યું. ૩૧મી ડિસેમ્બરે પૈસા ખર્ચી નાચગાન જેવાં એના કરતાં વગર ખર્ચે ધર્મના બે શબ્દો સાંભળવા એ વધુ યોગ્ય છે.' અમે ગાડી લીધી ખ્રિસ્તી દેવળ તરફ. દેવળ આવ્યું પણ ત્યાં બહાર કોઈ રોશની નહોતી. ગાડી પાર્ક કરી અમે કંપાઉન્ડમાં દાખલ થયા, પણ ત્યાં તો અંધારું હતું. કશી અવરજવર દેખાઈ નહિ. દેવળની અંદર બધા બેસી ગયા હશે અને ધમોપદેશ સાંભળતા હશે એમ લાગ્યું. અમે દેવળના દરવાજે પહોંચ્યા. દરવાજો બંધ હતો. અંદરથી બંધ છે કે બહારથી બંધ છે ? અંદરથી કોઈ અવાજ આવતો નહોતો. બરાબર ધ્યાનથી જોયું તો દરવાજો બહારથી જ બંધ હતો. અમને નવાઈ લાગી. ખ્રિસ્તી દેવળ ૩૧મી ડિસેમ્બરે મધરાતે બંધ હોય એવું ધાર્યું નહોતું. અમે થોડી વાર ત્યાં ઊભા રહ્યા. રખે ને કોઈ ફાધર આવે, પણ કોઈ ફાધર આવ્યા નહિ. એવામાં એક ચોકીદાર ફરતો ફરતો ત્યાં આવ્યો. કાનજીભાઈએ પૂછયું, “દેવળ કેમ બંધ છે ? નવું વર્ષ ઊજવવા કોઈ ફાધર આવવાના નથી ?' “ના, બેમાંથી કોઈ ફાધર આવવાના નથી. હવે પહેલાંની જેમ લોકો ચર્ચમાં બહુ આવતા નથી. એટલે બંને ફાધર એક પાર્ટીમાં જવાનું નિમંત્રણ મળ્યું તે સ્વીકારીને ત્યાં ગયા છે.' અમારું છેલ્લું શરણ પણ અશરણ નીવડ્યું. દુનિયા કેવી બદલાઈ રહી છે તે નજરે જોવા મળ્યું. બહાર નીકળી અમે ગાડીમાં બેઠા. ઘડિયાળમાં જોયું તો બાર વાગવામાં હવે બે મિનિટની જ વાર હતી. હવે ક્યાંય જવાનું ન રહ્યું એટલે ગાડીની ગતિમાં પણ મંદતા આવી ગઈ. બે મિનિટ પૂરી થઈ ગઈ. બાર વાગી ગયા અને ફટાકડા ફૂટવાના અવાજો આવવા લાગ્યા. ક્યાંક ઊંચે ઊડતા રોશનીવાળા ફટાકડા પણ ફૂટવા લાગ્યા. ગાડી ઊભી રાખી અમે નીચે ઊતર્યા. નૂતન વર્ષ નિમિત્તે અમે બંનેએ એકબીજાને મુબારકબાદી આપી. અમારું નવું વર્ષ સુવાના રસ્તા વચ્ચે, ખુલ્લા આકાશ નીચે નિર્માયું હશે એવું ધાર્યું નહોતું. - ઘર તરફ પાછા ફરતાં રસ્તામાં ટ્રાવેલ લૉજ' આવી. એના દરવાજા હવે ખુલ્લા હતા. ગાડી ઊભી રાખીને કાનજીભાઈએ કહ્યું, “ચાલો અંદર જઈએ. હવે કોઈ અટકાવશે નહિ. મૅનેજર હોય તો એને મળીશું.” અમે હોટેલમાં દાખલ થયા. કેટલાક લોકો બહાર આવી રહ્યા હતા. ઘણાખરા બેઠા હતા. સંગીત ચાલતું હતું. કેટલાક નૃત્ય કરી રહ્યા હતા. સદ્ભાગ્ય મેનેજર મળી ગયા. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.002037
Book TitlePassportni Pankhe Part 2
Original Sutra AuthorN/A
AuthorRamanlal C Shah
PublisherMumbai Jain Yuvak Sangh
Publication Year1998
Total Pages282
LanguageGujarati
ClassificationBook_Gujarati & Travelogue
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy