SearchBrowseAboutContactDonate
Page Preview
Page 238
Loading...
Download File
Download File
Page Text
________________ સ્ટોનહન્જ ર થઈ ગયો હતો એટલે પોતાની ફરજ પૂરી થતાં રખેવાળે પણ ચાલવા માંડ્યું. પ્રવેશદ્વારમાંથી બહાર નીકળી એક દુકાન પાસે અમે ઊભા રહ્યા. કેટલાકે પિક્ચર-પોસ્ટકાર્ડ, સ્લાઇડ વગેરેની ખરીદી કરી. સાંજ થઈ ગઈ હતી પણ ઉનાળાના દિવસો હતા એટલે હજુ સૂર્યાસ્ત થયો નહોતો. ધીમે ડગલે અમે અમારી ગાડી તરફ આગળ વધતા હતા. ત્યાં અમારામાંથી એકે કહ્યું, ‘લાલભૂરા રંગનું ત્યાં કેવું સરસ મિલન જામ્યું છે !’ બોલનાર શું કહેવા માગે છે એ તરત ન સમજાયું, પણ પછી જોતાંવેત એ સ્પષ્ટ થઈ ગયું કે લાલભૂરા રંગનું મિલન એટલે પેલી દુકાનદાર યુવતી અને રખેવાળનું મિલન. ‘બસની રાહ જોવાના સમયનો સદુપયોગ સારો શોધી કાઢ્યો છે !' એકે કટાક્ષમાં કહ્યું. બીજાએ પોતાનો પ્રતિભાવ દર્શાવતાં કહ્યું, ‘પોતાની દીકરીની દીકરી જેવડી છે, પણ અહીંના લોકોને જાહેરમાં આવી રીતે બેસતાં સંકોચ ન થાય.’ અમારી ગાડી લંડન તરફ ચાલી. મેં કહ્યું, ‘પાષાણયુગ હોય કે અર્વાચીન યુગ, આદિમાનવ હોય કે અદ્યતન, મનુષ્યની પ્રાકૃતિક સંવેદનાઓ બધે જ એકસરખી હોય છે.’ સ્ટોનહૅન્જ એ ઇંગ્લેંડને ગૌરવ અપાવે એવું પ્રાગૈતિહાસિક કાળની પ્રજાનું ભવ્ય સ્મારક છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org .
SR No.002037
Book TitlePassportni Pankhe Part 2
Original Sutra AuthorN/A
AuthorRamanlal C Shah
PublisherMumbai Jain Yuvak Sangh
Publication Year1998
Total Pages282
LanguageGujarati
ClassificationBook_Gujarati & Travelogue
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy