SearchBrowseAboutContactDonate
Page Preview
Page 165
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૮ પાસપોર્ટની પાંખે - ઉત્તરાલેખન નજર નાખતા રહીશું. જરૂર લાગશે તો આપણે કયાંકથી જર્મની ફોન કરીને હોટેલની માહિતી મેળવી લઈશું. માટે ફિકર ન કરશો.' ડ્રાઈવરે ઘીમે ધીમે બસ હંકારી, પણ એ ઉપાય સફળ થયો નહિ. જુદી જુદી દિશાઓમાં ઘૂમવા છતાં અમે હજુ દિશાશૂન્ય રહ્યા હતા. એવામાં એક વિચારનો મારા મનમાં ઝબકારો થયો. કદાચ શિક્ષણ ક્ષેત્રના મારા વ્યવસાયને લીધે પણ હશે ! મેં સાથીદારોને કહ્યું, ‘મિત્રો, મને એટલું બરાબર યાદ છે કે એક મકાન ઉપર યુનિવર્સિટીનું નામ વાંચ્યા પછી આપણે જમણી બાજુ વળ્યા હતા. પછી પાંચેક મિનિટમાં કોઈક ગલીમાં હોટેલ આવી હતી. માટે આપણે યુનિવર્સિટીનો રસ્તો પૂછતાં પૂછતાં પહેલાં ત્યાં પહોંચી જઈએ. ત્યાં બસ ઊભી રાખી, પગે ચાલીને આપણે આસપાસની ગલીઓમાં જોઈ આવીએ. એ પ્રમાણે કરવાનું નક્કી થયું. યુનિવર્સિટી માટે પૂછતાં પૂછતાં તો અમે ક્યાંય નીકળી ગયાં. ત્યારે જ સમજાયું કે હોટલથી તો અમે ઘણે બધે દૂર ચાલ્યા ગયા હતા. દિશાફેર થઈ ગયો હતો. છેવટે યુનિવર્સિટીનું મકાન આવ્યું. બરાબર એ જ જગ્યા. એક સ્થળે બસ ઊભી રાખી, પગે ચાલીને આસપાસની ગલીઓમાં અમે ઘૂમી વળ્યા. એક ગલીમાં હોટેલ દેખાઈ. બસ એ જ હોટેલ. એનું જર્મન નામ પણ યાદ ન રહે એવું વિચિત્ર. તરત ત્યાં બસ લેવડાવી અમે પહોંચી ગયા. અમારા ગાઈડને તો બહુ ચિંતા થતી હતી. રખેને કયાંક અકસ્માત ન થયો હોય ! પણ અમારી રામકહાણી સાંભળી ત્યારે હસવું કે રડવું એની દ્વિધામાં એ પડી ગયો. બીજે દિવસે અનિવા નગરના દર્શનનો અમારો કાર્યક્રમ હતો, પરંતુ તે પહેલાં અડધું નગરદર્શન તો અમે કરી લીધું હતું. હોટેલના કે રસ્તાના નામની ખબર ન હોય અને તે શોધવા માટે આંટા મારવા પડે તે તો હજુ સમજી શકાય એવી વાત છે, પરંતુ હોટેલનું અને રસ્તાનું નામ આપણે જાણતા હોઈએ અને હોટેલ આપણી નજરની સામે સ્પષ્ટ દેખાતી હોય અને છતાં ત્યાં પહોંચવા માટે ઘણા આંટા મારવા પડે એ તરત માની ન શકાય એવી વાત છે, પરંતુ એ સાચી અને મારા પોતાના અનુભવની જ વાત છે. એક વખત અમેરિકામાં અમે નાયગરાનો ધોધ જોવા જવા માટે નીકળ્યા હતા. નાયગરાની નજીકના ટાઉનમાં જઈને ત્યાં રાત રોકાવાથી ધોધ જોવા માટે બીજે આખો દિવસ મળી શકે એમ વિચારી અમે સાંજના નીકળ્યા હતા. અમેરિકાના હાઈવે એટલે કહેવું શું ? એકસાથે ચાર કે પાંચ લાઈનમાં ગાડીઓ જઈ શકે એવો એક બાજુનો અને એવો જ સામેની બાજુનો માર્ગ. વચ્ચે મોટી પાળી અથવા ખુલ્લી જગ્યા હોય. હાઈવે પર માણસને પગે ચાલવાની મનાઈ. ચાલનાર મૃત્યુને જ ભેટે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.002037
Book TitlePassportni Pankhe Part 2
Original Sutra AuthorN/A
AuthorRamanlal C Shah
PublisherMumbai Jain Yuvak Sangh
Publication Year1998
Total Pages282
LanguageGujarati
ClassificationBook_Gujarati & Travelogue
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy