SearchBrowseAboutContactDonate
Page Preview
Page 10
Loading...
Download File
Download File
Page Text
________________ સ્કૃતિની પાંખે આ પુસ્તકમાં સંગૃહીત પ્રવાસનિબંધાના લેખક ડૉ. રમણલાલ શાહને ‘પાસપોર્ટની પાંખે' પ્રવાસ કરતાં જે જે અનુભવો થયા હતા તે ત અનુભવો તેમણે પોતાની “સ્મૃતિની પાંખ' એવા તાદશ પુનઃજીવિત કર્યા છે કે એ પ્રવાસનિબંધોના વાચકોને થશે કે જાણે પોતે એ પ્રવાસોમાં ડૉ. શાહના સહપ્રવાસી હતા, તે એ કારણે કે આ પ્રવાસનિબંધો પણ માત્ર દસ્તાવેજી દિનવારી જેવા નથી પણ લલિત નિબંધો જેવા છે. દરેકેદરેક પ્રવાસનિબંધમાં વાચક ડૉ. શાહના વિશિષ્ટ વ્યક્તિત્વનો સ્પર્શ અનુભવે છે અને જુએ છે કે 'દલપતકાવ્ય'ના ગુજરાતી મંગળાચરણમાં આપણા જાગૃતિકાળના એ કવિ જે આશ્ચર્યભાવથી લખે છે, 'વિચિત્ર આ નાટક વિશ્વનામ એવા જ આશ્ચર્યભાવથી ડૉ. શાહે પોતાને થયેલા કેટલાક અનુભવોનું વર્ણન કર્યું છે. વળી રમણલાલ આપણા પ્રખર મનીષી ગોવર્ધનરામ ત્રિપાઠીના માનસપુત્ર સરસ્વતીચંદ્રના સુવર્ણપુરમાં નવીનચંદ્ર નામધારી અવતારના જેવા ‘અનુભવાર્થી' પણ છે, અને એ અનુભવાર્થીએ જે જે પ્રવાસો કર્યા છે તે સર્વ પ્રવાસો પોતાની આંખો ઉધાડી રાખીને અને પોતાના કાન સરવા રાખીને ક્યાં છે. એ રીતે પ્રવાસો કરવાનું પરિણામ એ આવ્યું છે કે ડૉ. શાહે જે જે દેશોમાં કે પ્રદેશોમાં પ્રવાસ કર્યા છે તે તે દેશે કે પ્રદેશોની પોતે જોયેલી અથવા જાણેલી કે એ પ્રવાસોમાં તેમના માર્ગદર્શકો અથવા માર્ગદર્શિકાઓ પાસેથી સાંભળેલી ભૌગોલિક લાક્ષણિકતાઓ અને/અથવા એ દેશો કે પ્રદેશોને લગતી ઐતિહાસિક માહિતી તેઓ પોતાની સ્મૃતિમાં નોંધી રાખી શક્યા છે અને આ પ્રવાસનિબંધોમાંથી કેટલાકમાં એવી ભૌગોલિક લાક્ષણિકતાઓનું સવિગત વર્ણન કરી શક્યા છે. અને એવી ઐતિહાસિક માહિતી વાચકોને યથાવત્ આપી શક્યા છે. હિંદી મહાસાગરમાં આવેલા મોરિશિયસ નામના ટાપુને, ઉત્તર ઍટલાન્ટિક મહાસાગરમાં આવેલા આઇસલૅન્ડ નામના ટાપુને, મલાયાના પિનાંગ ટાપુને, ઉત્તર અમેરિકા અને કેનેડાની સરહદે આવલી સૈન્ટ લોરેન્સ નામની નદીમાં આવેલા સહસ્રદ્વીપ નામના ટાપુને, દક્ષિણ અલાસ્કાના વાલ્ડિઝ નામના બંદરને, અલાસ્કાના નિાલી પાર્ક નામના ઉદ્યાનને, સોવિયેત યુનિયન અંતર્ગત જ્યોર્જિયા નામના પ્રદેશના પાટનગર તિબિલિસીને અને ઉઝબેકિસ્તાન નામના પ્રદશના પાટનગર તાશ્કેદને અને એ જ પ્રદેશની પ્રાચીન નગરી સમરકંદને, પ્રાચીન મિસરની લગભગ ૨૫૦૦ કિમી લાંબી નદી નાઈલને અને વ્હેલ નામના સોથી પણ વધારે ફૂટ લાંબા અને સૌથી પણ વધારે ટન વજનના જળચર પ્રાણીને લગતી ડૉ. શાહે તે તે પ્રવાસનિબંધોમાં જે ભૌગોલિક અને/અથવા ઐતિહાસિક માહિતી આપી છે તે આ પ્રવાસનિબંધોના વાચકોમાંથી ભાગ્યે જ કોઈ જાણતા હશે. જાપાનના તાબા નામના શહેરનો પ્રવાસ કરતાં ડૉ. રમણલાલ ઓઈસ્ટર નામની એક પ્રકારની માછલીમાંથી સાચાં મોતી મેળવતાં અ• એ જ પ્રકારની માછલી ઉપર પ્રયોગો કરીને Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.002037
Book TitlePassportni Pankhe Part 2
Original Sutra AuthorN/A
AuthorRamanlal C Shah
PublisherMumbai Jain Yuvak Sangh
Publication Year1998
Total Pages282
LanguageGujarati
ClassificationBook_Gujarati & Travelogue
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy