SearchBrowseAboutContactDonate
Page Preview
Page 54
Loading...
Download File
Download File
Page Text
________________ કુમામોટો નાના નાના સેંકડો ટાપુઓ ધરાવતો જાપાન દેશ ચાર મુખ્ય મોટા ટાપુઓમાં વસેલો છે. હોકાઈડો, હોન્જ, શિકોકુ અને કયુશુ. એમાં ટોકિયો, ઓસાકા, ક્યોટો વગેરે શહેરો ધરાવતો હોજુ ટાપુ કેળવણી, ઉદ્યોગો, સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વગેરેમાં સમૃદ્ધ, પ્રગતિશીલ અને આંતરરાષ્ટ્રીય ક્ષેત્રે મોખરે રહેનારો છે. છેક દક્ષિણે આવેલો ક્યુશુ ટાપુ હોજુ કરતાં થોડો પછાત લાગે. ત્યાંની આબોહવા પણ લોન્ચ કરતાં જુદી. કયુશુ ટાપુમાં નાગાસાકી, કુમામોટો વગેરે શહેર મોટાં છે. બીજા વિશ્વયુદ્ધ વખતે નાગાસાકીમાં અણુબૉમ્બ નાખવામાં આવ્યો હતો એટલે તે શહેર વિશ્વવિખ્યાત બની ગયું છે. અમે નાગાસાકી જોઈ ત્યાંથી હિરોશિમા જવાના હતા. નાગાસાકથી સવારે બસમાં નીકળી બપોરે અમે કુમામોટો પહોંચ્યા. છ લાખની વસ્તીવાળું કુમામોટો શહેર ઐતિહાસિક છે. તંબાકુ, અનાજ, શાકભાજી, વાંસ, માટીનાં વાસણો વગેરેના વેપારનું એ મોટું મથક છે. ત્યાં બે યુનિવર્સિટી છે. ટ્રામ, બસ, ટેક્ષી વગેરે વાહનોના વ્યવહારથી તે ધમધમતું શહેર છે. જાપાનમાં એકંદરે ઘણા ઓછા લોકો ઇંગ્લિશ ભાષા બોલે-સમજે છે. તેમાં પણ દક્ષિણે આવેલા આ ટાપુમાં તો જવલ્લે જ કોઈન ઈગ્લિશ ભાષા આવડતી હોય. અમે થોડાક જાપાની શબ્દો બોલીએ-સમજીએ, પરંતુ કેટલાક વ્યવહાર તો ઈશારાથી જ કરવો પડે. અલબત્ત, અમારા મનમાં એટલી નિરાંત હતી કે જાપાનમાં કોઈ છેતરપિંડી નહિ કરે કે અજાણ્યા સમજીને કોઈ અમને ફસાવશે નહિ. જાપાનની પ્રજા સ્વકેન્દ્રી હોવા છતાં માયાળ, શાતિપ્રિય, વિનયી, પ્રામાણિક અને સહકાર આપવાવાળી છે. કુમામોટો આવતાં બસમાંથી અમે સામાન સાથે ઊતર્યા. બસનું એ મોટું મથક હતું. જુદાં જુદાં શહેરોમાં જવાની બસો ત્યાંથી ઊપડતી હતી. જાપાની ભાષામાં થોડી થોડી વારે કઈ બસ ક્યાંથી ઊપડે છે તેની જાહેરાત માઈકમાં થયા કરતી હતી. હિરોશિમાની બસ ત્યાંથી પકડવા માટે અમારી પાસે ચારેક કલાક હતા. તે દરમિયાન અમારે કુમામોટોનો સુપ્રસિદ્ધ ઐતિહાસિક કિલ્લો જોવો હતો. અમે વિચાર્યું કે બધો સામાન સાથે ઊંચકીને ફરવાની જરૂર નથી. બસ સ્ટેશનમાં મોટાં લૉકરની પૂરતી સગવડ હતી. લોકર માટે કોઈ કર્મચારી રાખવામાં આવ્યા ન હતા. ખાલી હોય તે લૉકરમાં સામાન મૂકીને, તે કાણામાં ઠરાવેલા સિક્કા નાખીએ તો જ ચાવી ફરે અને લૉકર બંધ થાય. લૉકર બંધ થાય Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.002037
Book TitlePassportni Pankhe Part 2
Original Sutra AuthorN/A
AuthorRamanlal C Shah
PublisherMumbai Jain Yuvak Sangh
Publication Year1998
Total Pages282
LanguageGujarati
ClassificationBook_Gujarati & Travelogue
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy