________________
-
પાસપૉર્ટની પાંખે – ઉત્તરાલેખન અમે ગાઇડને પૂછ્યું, ‘સાચાં મોતી અને પકવેલાં મોતી વચ્ચેનો ફરક કેવી રીતે જાણી શકાય ?’
‘બહુ અઘરું છે એ. સામાન્ય માણસને એની સમજ ન પડે. રાતદ્દિવસ મોતીનું કામકાજ કરનાર માણસોને મહાવરાથી એની તરત ખબર પડે. જો મોતીનો ભાંગીને ભુક્કો કરવામાં આવે અને એમાંથી દાણો નીકળે તો એ કલ્ચર્ડ મોતી. પણ એ કસોટી કરવા જતાં તમે તમારું મોતી ગુમાવી બેસો.'
૧૩૬
ડોમાર છોકરીઓની પ્રવૃત્તિ અને કલ્ચર્ડ મોતી બનાવવાની પ્રક્રિયા જોઈ, હોટેલમાં બપોરનું ભોજન લઈ અમે ઑસાકા તરફ રવાના થયા. રસ્તામાં અમે જાપાનના પ્રાચીન શિન્ટો ધર્મનું ઇસે જિંગુના નામથી ઓળખાતું મંદિર જોયું.
એમારી ટ્રેન હવે ઑસાકા તરફ ચાલી રહી હતી. હું વિચારે ચડી ગયો હતો. મોતીને માટે જાપાનમાં રોજની કરોડો માછલીઓને મારી નાખવામાં આવતી હશે ! દુનિયાભરના મોતીના ઉત્પાદનનો વિચાર તો અહિંસાવાદીઓને કમકમાવી મૂકે એવો છે. દુનિયાની મહિલાઓને સસ્તા ભાવે સરસ મોતી સુલભ કરી આપવાનું મિકિમોતોનું સ્વપ્ન ફળ્યું, પણ એ માટે રોજેરોજ કરોડો માછલીઓને પોતાના પ્રાણ દઈ દેવાનું થયું એ કેટલી મોટી વિષમ કરુણતા કહેવાય ! વેપારી જગત આ ઘટનાને એક રીતે જોશે અને જીવદયાવાળા બીજી રીતે જોશે. તેઓ કહેશે કે તોબાની શોધે મત્સ્યજગતને તોબાહ પોકારાવી દીધી છે !
મોતીના આ વેપારમાં અહિંસામાં માનવાવાળા જૈનો મોટી સંખ્યામાં છે એ વળી બીજી કરુણતા નથી ? કલ્ચર્ડ મોતીની શોધ થઈ નહોતી અને વિદેશથી આવતાં મોતીમાં માછલીની હિંસા થાય છે એવી જાણકારી જ્યારે ન હતી ત્યારે જૈનો એ વ્યવસાયમાં પડેલા, પરંતુ હવે જ્યારે જાણકારી છે ત્યારે તેઓ પોતાના કર્તવ્યનો વિચાર ન કરી શકે ?
સાચાં અને કલ્ચર્ડ મોતીની આ પ્રવૃત્તિ ઉત્તરોત્તર વધતી જ ચાલી છે. હવે એને અટકાવી શકાશે ? અત્યારે તો શકય જ નથી.
આપણે હવે બીજા મિકિમોતોની રાહ જોઈશું કે જે કાચ જેવા પદાર્થમાંથી મશીન દ્વારા એટલાં બધાં વૈવિધ્યસભર સારાં આકર્ષક મોતી બનાવી આપે કે જેની આગળ સાચાં અને કલ્ચર્ડ મોતી કચરા જેવાં લાગે !
મારી વિચારયાત્રા ચાલતી હતી ત્યાં અમારી ટ્રેનની યાત્રા પૂરી થવા આવી. ઑસાકા ઊતરીને અમે સૌ પ્રવાસીઓ પોતપોતાના સ્થાન તરફ વિદાય થયાં.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org