SearchBrowseAboutContactDonate
Page Preview
Page 242
Loading...
Download File
Download File
Page Text
________________ ધૂતનગર લાસ વેગાસ ૨૨૫ અમે બહાર નીકળ્યાં અને આગળ ચાલ્યા. હવે લોકોની અવરજવર ઘણી વધી ગઈ હતી. અહીં દરેક હોટેલ અને દરેક કેસિનોએ પોતાની વૈયક્તિકતા જાળવવા માટે તરેહતરેહના આકર્ષક નુસખાઓ આર્કિટેકટની સલાહ લઈને કરેલા દેખાયા. એક કેસિનો પાસે ઘણી ભીડ હતી. અમે એમાં દાખલ થયાં. ત્યાં પણ પ્રવેશ ફી તો હતી જ નહિ. એમાં વચ્ચોવચ્ચ સરકસ અને જાદૂના સરસ ખેલ થઈ રહ્યા હતા. અન્યત્ર મોઘી ટિકિટ લીધા પછી જ જોવા મળે તેવા ખેલ અહીં વિનામૂલ્ય બતાવાતા હતા. થોડા થોડા વિરામ પછી એવા ખેલ બતાવાતા. માઈક ઉપર એની જાહેરાત થતી. વચ્ચે સરસ સંગીતના સૂરો વહેતા. વિવિધ પ્રકારનાં મશીનો અને અન્ય પ્રકારની રમતોવાળી એ ધૂતસભા તે જાણે મોટો મેળો ન જામ્યો હોય ! ઉપર-નીચે એટલા બધા ખંડો અને એટલા વિભાગો હતા તેમજ એટલાં પ્રવેશદ્વાર હતાં કે ક્યાંથી દાખલ થયા તે પણ યાદ ન રહે. સરકસ-જાદુના આવા ખેલ મત બતાવવાનું મુખ્ય પ્રયોજન તે એ કે કૌતુકથી જોવા આવેલા માણસોમાંથી થોડાક તો થોડુંક રમીને જાય જ, જુદા જુદા કેસિનોમાં ભિન્નભિન્ન પ્રકારના ખેલતમાશા હતા. કયાંક પ્રવેશ ફી પણ હતી. એક પછી એક આ બધું નિહાળતાં સમય તો ક્યાંય ચાલ્યો જાય. ઊભાં ઊભાં કે ચાલતાં ચાલતાં થાક લાગે કે પગ દુ:ખે તો બેસવાની મઝાની સગવડો પણ ખરી. બધે યથેચ્છ વિચારી શકો. ક્યાંય રોકટોક નહિ. કોઈ પૂછનાર નહિ. કશો ડર નહિ. રાત ખૂટે પણ રમવાનું ન ખૂટે. કોઈના ચહેરા પર થાક, ઉજાગરો કે વ્યગ્રતાનાં લક્ષણ જોવા ન મળે. સાથે બાળકો હોય તો તેમને માટે રમવા જવાની યોગ્ય વ્યવસ્થા હોય. ક્યાંક રોકડ રકમને બદલે જીતનાર માટે આકર્ષક ચીજ-વસ્તુઓનાં ઈનામ પણ હોય. ફરતાં ફરતાં રાતના એક તો ઘડીકમાં વાગી ગયો. હજુ તો ઘણું જોવાનું બાકી હતું. પરંતુ અમારે સવારે ચાર વાગ્યે હોટેલ છોડી ઍરપૉર્ટ માટે નીકળવાનું હતું. અમે ચાલતાં ચાલતાં અમારી હોટલ પાસે પાછાં આવી પહોચ્યાં. મેનેજરને મળી બિલ ચૂકવ્યું. સવારે ચાર વાગ્યે ટેકસી આવી જાય અને સામાન માટે બેલબૉય આવી જાય તે માટે સૂચના આપી. મેનેજરે ઉત્સુકતાપૂર્વક ફરી પાછો એ જ પ્રશ્ન કર્યો, ‘તમે કશું રમ્યાં કે નહિ ?' એમ એ જ જવાબ આપ્યો. મૅનેજરનો આશય કમાણી કરવા માટે પૂછવાનો નહોતો. અમે ભારતીય હતાં એટલે માત્ર જિજ્ઞાસાપૂર્વક જ પૂછ્યું હતું. આવડા મોટા કેસિનોમાં બે માણસ રમે કે ન રમે એથી કંઈ ફરક પડતો નથી. વળી જે નફો-નુકસાન છે તે તો કંપનીને છે. અમે બહાર નીકળ્યાં. દરવાજા પાસે ઊભાં રહી વિચાર કર્યો કે નથી રમવું એ નક્કી જ છે. પરંતુ બીજો વચલો કોઈ વિકલ્પ ન વિચારી શકાય ? યોગ્યાયોગ્યતાનો ઝાઝો વિચાર કર્યા વિના અમે અમારી મતિ મુજબ સંકલ્પ કર્યો કે બંનેએ એક એક ડૉલર જેટલી રકમ રમવી, એથી વધારે નહિ. સિક્કાઓ નાખ્યા પછી જે કદાચ કોઈ રકમ મળે ૧૫ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.002037
Book TitlePassportni Pankhe Part 2
Original Sutra AuthorN/A
AuthorRamanlal C Shah
PublisherMumbai Jain Yuvak Sangh
Publication Year1998
Total Pages282
LanguageGujarati
ClassificationBook_Gujarati & Travelogue
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy