SearchBrowseAboutContactDonate
Page Preview
Page 44
Loading...
Download File
Download File
Page Text
________________ ટોરાન્ટોમાં શાકાહાર પરિષદ પ્રશ્નોત્તરી રૂપે ચર્ચા થઈ. દોઢ કલાકના અંતે બેઠક પૂરી થઈ. હું નીચે ઊતરું તે પહેલાં તો પીટર મંચ ઉપર દોડી આવ્યા. મને કહે, ‘ડૉ. શાહ, તમે આ બીજું શર્ટ ક્યાંથી લઈ આવ્યા ? મને તો તમારી બહુ ચિંતા થતી હતી. હું તમારા માટે નજીકમાંથી મારા એક મિત્રનું શર્ટ લઈ આવ્યો છું. પણ તમે આટલી ઝડપથી બીજું શર્ટ મેળવ્યું ક્યાંથી ?' કહ્યું, “મેં શર્ટ બદલાવ્યું નથી. શર્ટ એનું એ જ છે. કલાકનો સમય મળ્યો એમાં શર્ટ ધોઈને કાળું ધાબું કાઢી નાખ્યું. તમારા દેશમાં આ સારી સગવડ છે કે સાબુથી ધોયા પછી હાથ કોરા કરવા માટે હેન્ડ ડ્રાયર હોય છે. એ વડે મેં શર્ટ સૂકવી લીધું. ચાર-પાંચ વખત ધોતાં તો આખું ધાબું નીકળી ગયું.' મારી વાતથી પીટરના આશ્ચર્યનો પાર ન રહ્યો. એમણે પૂછ્યું, “આ બધું તમે જાતે જ કર્યું ?' મેં કહ્યું, 'હાસ્તો વળી ! કપડાં કાઢીને ધોવામાં આપણને સંકોચ શો ? કૉલેજના દિવસોમાં હું હોસ્ટેલમાં રહેતો ત્યારે કપડાં હાથે ધોતો.' એમણે કહ્યું, “આવું તો તમને જ સૂઝે. અમારા લોકોને આવું જલદી સૂઝે નહિ. બીજા કોઈ પ્રતિનિધિને આવી તકલીફ થઈ હોત તો એણે પોતાના નિબંધ માટે સમય બદલાવ્યો હોત.' પીટરની વાત સાચી હતી. અમને એક નવો જ અનુભવ થયો હતો. વિષમ સંજોગોમાં પણ ચિત્તની સ્વસ્થતા ન ગુમાવવાની અમને સરસ તાલીમ મળી. Jain Education International For Private & Personal Use Only ballise Only www.jainelibrary.org
SR No.002037
Book TitlePassportni Pankhe Part 2
Original Sutra AuthorN/A
AuthorRamanlal C Shah
PublisherMumbai Jain Yuvak Sangh
Publication Year1998
Total Pages282
LanguageGujarati
ClassificationBook_Gujarati & Travelogue
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy