________________
ઓમાં આજની સમાન વ્યાપાર અર્થે જ વસેલા હશે. કસ્તુરબાઈની ઉમર ઘણી સ્વલ્પ છતાં બુદ્ધિની પ્રિઢતા, તેમનું જ્ઞાન અને ચાંચલ્યતા મનહર હતી. પિતા ઉપરના વ્યવહારના બોજાને શી રીતે વહન કરવો તેનું જ્ઞાન જાણે કે પૂર્વ જન્યજ હતું, શાંત સ્વભાવ, માયાળપણું અને ઉદારવૃત્તિ ઇત્યાદિ પ્રશંશનિય ગુણોનાં તેઓ અધિષ્ઠાત્રિ હતાં અને તેથી કુટુમ્બમાં તથા દરેક ઘરે કસ્તુરબાઈનું આવાગમન ઈચ્છવાયેગ્ય ગણાતું હતું, પ્રત્યેક રથાને કુટુંબમાં વા આસપાસના સ્નેહી સંબંધીમાં કોઈ શુભાશુભ પ્રસંગે કસ્તુરબાઈ એક વ્યવહારના ઉત્તમ ભેમીયા દરજે ઓળખાઈ દરેકને યથાયોગ્ય સલાહ આપવાને લાયક થયાં હતાં, અને તેથી ગીગાભાઈને
વ્યવહારમાં જેમ ઉપયોગી સલાહ આપી શકવાનું બુદ્ધિબળ તેઓમાં ઈશ્વરેજ બક્ષિશ કરેલું અને જેનો લાભ દરેક મનુષ્ય લઈ શકતા હતાં, ગીગાભાઈનાં લગ્ન થયાની ઉમ્મરે સર્વ ભાઈઓ ઉમ્મરને એગ્ય થતાં એક બીજાએ પિતાપિતાને સ્વતંત્ર ધંધે ચડવાનો નિશ્ચય કર્યો, અને તેમ કરવું સર્વને અનુકુળ જણાયું. ભિન્ન ભિન્ન થવાનો સમય આવ્યે, આજ દિવસ સુધી એક જ ઘરમાં એકજ માતૃ પિતૃની છત્ર છાયા નીચે પોષણ પામેલા અને એક જ પાત્રમાં ભજન, એકજ પળના પર્યક ઉપર શયન અને એક જ ઘરમાં નિવાસન એ આદિ એકત્રતામાંથી પૃથક પૃથક થવાને સમય પિતાની સ્વર્ગ સ્થિતી વ્યવહારની દુર્બળતા આદિ અનેક કારણો આ બાંધવોને અત્યારે જુદા થવામાં અસહ્ય દુખ રૂપે લાગવા લાગ્યા, પરંતુ નિરૂપાય સૃષ્ટિના અન્ય ગૃહસ્થાશ્રમના વ્યવહાર જોતાં તદનુસાર આપણે પણ તેમ થવું જોઈએ, એવા નિશ્ચયને આધીન થઈ આ સમયથી તેઓ બાંધવો એક બીજા વિભક્ત થઈ ગયા અને જેને પરિણામે આણંદજી તથા કમો બનેએ ભાવનગર આવી નિવાસ કર્યો, જ્યારે ગીગાભાઈ તથા વીરચંદે ભાલમાં વલભીપુર (વળા) પાસે ચાર ગાઉ ઉપર આવેલા ગામ શાપુરમાં આવી વાસ કર્યો. આણંદજી, કમા પિતાની માતુશ્રી અમૃતબાઈ સાથે રહેતા હતા, તેઓ સ્વધર્મક એટલે જૈન ધર્મના ઉપાસક અને ધર્મ ઉપર વિષેશ પ્રેમ રાખનાર હતા, મહારાજશ્રી વૃદ્ધિચંદ્રજીના સત્સમાગમથી તેઓની ધાર્મિક શ્રદ્ધા વિશેષ ઉત્તેજીત થઈ અને પ્રતિ દિવસ એ માગ તેમને અધિક રૂચિકર થતા ચાલ્યા. વ્યવહાર પરત્વે ન્યુન લક્ષ અને વિરક્ત દશા ભોગવવાની તેઓની આતુરતા, પ્રચ્છન્ન હિત્યા અનુભવાતી હતી, ધાર્મિક પ્રવૃત્તિમાં તેઓ દિવસરાત્રી વ્યતિત કરતા, સાધુ સાધ્વઓ અથે ઉષ્ણદક આપવાના પુન્યકાર્યની પ્રવૃતિ માટે તેઓની ખાસ એજના હતી, ધર્માચરણના મુખ્ય શ્રેયસ્કર અને પવિત્ર સિદ્ધાંતનું તેઓનું પ્રથમ લક્ષણ બ્રહ્મચર્યાશ્રમનું સેવન કરવાનું હતું અને તેથી તે આશ્રમની ઉપાસનાને આરંભ પિતાની વય ૨૪ની
૧ સંવત ૧૮૪૦ની સાલમાં તેઓ પાલીતાણામાં શેઠ મોતીચંદની પેઢીમાં દાખલ થયાહતા. અને પાલીતાણાના ડુંગર શેત્રુજ્ય ઉપર મોતીશાની ટુંકનું કેટલુંક કામ સુધારા ઉપર લાવ્યા હતા. તેને દેહોત્સર્ગ પણ સંવત ૧૮૪૭ના માગશર માસમાં ત્યાં સીદ્ધક્ષેત્ર ઉપર થયો હતો.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com