________________
શ્રીમદ્ રાજચંદ્ર
આર્યજીવન ઉત્તમ પુરુષોએ આચરણ કર્યું છે.
૭.
નિત્યસ્મૃતિ ૧ મહાકામ માટે તે જન્મે છે, તે મહાકામનું અનુપ્રેક્ષણ કર. ૨ ધ્યાન ધરી જ; સમાધિસ્થ થા.
૩ વ્યવહારકામને વિચારી જા. જેને પ્રમાદ થયો છે, તે માટે હવે પ્રમાદ ન થાય તેમ કર. જેમાં સાહસ થયું હોય, તેમાંથી હવે તેવું ન થાય તે બોધ લે.
૪ દૃઢ યેગી છે, તે જ રહે. ૫ કોઈ પણ અ૫ ભૂલ તારી સ્મૃતિમાંથી જતી નથી, એ મહાકલ્યાણ છે. ૬ લેપાઈશ નહીં. ૭ મહાગંભીર થા. ૮ દ્રવ્ય, ક્ષેત્ર, કાળ, ભાવ વિચારી જા. ૯ યથાર્થ કર. ૧૦ કાર્યસિદ્ધિ કરીને ચાલ્યો જા.
-
૮
સહજપ્રકૃતિ ૧ પરહિત એ જ નિજહિત સમજવું, અને પરદુઃખ એ પિતાનું દુઃખ સમજવું. ૨ સુખદુઃખ એ બન્ને મનની કલ્પના છે. ૩ ક્ષમા એ જ મોક્ષનો ભવ્ય દરવાજે છે. ૪ સઘળા સાથે નમ્રભાવથી વસવું એ જ ખરું ભૂષણ છે. ૫ શાંતસ્વભાવ એ જ સજ્જનતાનું ખરું મૂળ છે. ૬ ખરા સ્નેહીની ચાહના એ સજજનતાનું ખાસ લક્ષણ છે. ૭ દુર્જનને ઓછે સહવાસ. ૮ વિવેકબુદ્ધિથી સઘળું આચરણ કરવું. ૯ ઠેષભાવ એ વસ્તુ ઝેરરૂપ માનવી. ૧. ધર્મકર્મમાં વૃત્તિ રાખવી. ૧૧ નીતિના બાંધા પર પગ ન મૂકવે. ૧૨ જિતેન્દ્રિય થવું. ૧૩ જ્ઞાનચર્ચા અને વિદ્યાવિલાસમાં તથા શાસ્ત્રાધ્યયનમાં ગૂંથાવું. ૧૪ ગંભીરતા રાખવી. ૧૫ સંસારમાં રહ્યા છતાં ને તે નીતિથી ભેગવતાં છતાં, વિદેહી દશા રાખવી. ૧૬ પરમાત્માની ભક્તિમાં ગૂંથાવું. ૧૭ પરનિંદા એ જ સબળ પાપ માનવું. ૧૮ દુર્જનતા કરી ફાવવું એ જ હારવું, એમ માનવું. ૧૯ આત્મજ્ઞાન અને સજનસંગત રાખવાં.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org