________________
શ્રીમદ રાજચંદ્ર ૬૯ ચેતનરહિત કાષ્ટ છેદતાં કાણું દુઃખે માનતું નથી. તેમ તમે પણ સમદ્રષ્ટિ રાખજે. ૭૦ યત્નાથી ચાલવું. ૭૧ વિકારને ઘટાડો કરજો. ૭૨ સપુરુષને સમાગમ ચિંતવજે. મળેથી દર્શનલાભ ચૂકશે નહીં. ૭૩ કુટુંબ પરિવાર ઉપર અંતરંગ ચાહના રાખશો નહીં. ૭૪ નિદ્રા અત્યંત લેશે નહીં. ૭૫ નકામે વખત જવા દેશે નહીં. ૭૬ વ્યાવહારિક કામથી જે વખત મુક્ત થાઓ તે વખતે એકાંતમાં જઈ આત્મદશા વિચારજે. ૭૭ સંકટ આવ્યું પણ ધર્મ ચૂકશે નહીં. ૭૮ અસત્ય બોલશે નહીં. ૭૯ આર્ત રોદ્રને ત્વરાથી તજે. ૮૦ ધર્મધ્યાનના ઉપગમાં ચાલવું. ૮૧ શરીર ઉપર મમત્વ રાખશે નહીં. ૮૨ આત્મદશા નિત્ય અચળ છે, તેને સંશય લાવશે નહીં. ૮૩ કોઈની ગુપ્ત વાત કેઈને કરશે નહીં. ૮૪ કોઈ ઉપર જન્મ પર્યત દ્રષબુદ્ધિ રાખશે નહીં.
૮૫ કોઈને કાંઈ દ્વેષથી કહેવાઈ જવાય તે પશ્ચાત્તાપ ઘણે કરજો, અને ક્ષમાપના માગજો. પછીથી તેમ કરશો નહીં.
૮૬ કઈ તારા ઉપર શ્રેષબુદ્ધિ કરે, પણ તું તેમ કરીશ નહીં. ૮૭ ધ્યાન જેમ બને તેમ ત્વરાથી કરજે. ૮૮ કેઈએ કૃતઘતા કરી હોય તેને પણ સમદ્રષ્ટિએ જુઓ. ૮૯ અન્યને ઉપદેશ આપવાને લક્ષ છે, તે કરતાં નિજધર્મમાં વધારે લક્ષ કરે. ૯૦ કથન કરતાં મન ઉપર વધારે લક્ષ આપવું. ૯૧ વીરના માર્ગમાં સંશય કરશો નહીં. ૯૨ તેમ ન થાય તે કેવલીગમ્ય, એમ ચિંતવો એટલે શ્રદ્ધા ફરશે નહીં. ૯૩ બાહ્ય કરણ કરતાં અત્યંતર કરણ ઉપર વધારે લક્ષ આપવું.
૯૪ “હું ક્યાંથી આવ્યો?” “ક્યાં જઈશ?” “શું મને બંધન છે?” “શું કરવાથી બંધન જાય?” “કેમ છૂટવું થાય?” આ વાકયો સ્મૃતિમાં રાખવાં.
૫ સ્ત્રીઓના રૂપ ઉપર લક્ષ રાખે છે તે કરતાં આત્મસ્વરૂપ ઉપર લક્ષ દે તે હિત થાય.
૯૬ ધ્યાનદશા ઉપર લક્ષ રાખે છે તે કરતાં આત્મસ્વરૂપ ઉપર લક્ષ આપશે તે ઉપશમભાવ સહજથી થશે અને સમસ્ત આત્માઓને એક દ્રષ્ટિએ જોશે. એકચિત્તથી અનુભવ થશે તે તમને એ ઈચ્છા અંદરથી અમર થશે. એ અનુભવસિદ્ધ વચન છે.
- ૯૭ કોઈને અવગુણ તરફ ધ્યાન આપશે નહીં. પણ પિતાના અવગુણ હોય તે તે ઉપર વધારે દ્રષ્ટિ રાખી ગુણસ્થ થવું.
૯૮ બંધાયેલાને જે પ્રકારે બાંધ્યું તેથી ઊલટી રીતે વર્તે એટલે છૂટશે.
૯ સ્વસ્થાનકે જવાને ઉપયોગ કરો. ૧૦૦ મહાવીરની ઉપદેશેલી બાર ભાવનાઓ ભાવે. ૧૦૧ મહાવીરના ઉપદેશવચનનું મનન કરે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org